________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ભગવાન મહાવીર અને ગાંધીજીના અપરિગ્રહ વિશેના વિચારો
- ડૉ. શોભના શાહ
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા સ્વરૂપ દયા એટલે ઈર્ષ્યા, રાગ-દ્વેષ, અહં સ્વરૂપને ઘેરી ન લે તેની સાવધાની અને ચિંતનની ખાસ આવશ્યકતા અનુબંધ દયા વખતે રાખવાની છે.
જેના રોમરોમમાં પ્રેમ અને દયા ઉભરતા હોય તે કોઈ પ્રકારનો અન્યાય, અધર્મ, અસત્ય, જૂઠ, અત્યાચાર કે ભ્રષ્ટાચાર સહી જ ન શકે. એ ભ્રષ્ટાચારનો, એ પ્રેમના બળથી, અહિંસાના બળથી, દયાના બળથી, આત્માના બળથી કે સત્યના બળથી પ્રતિકાર કરે, તે સ્વીકારવા ઈન્કાર કરે ન કરાવે તેમ કરતા બાહ્ય દૃષ્ટિએ એને કડવું લાગે, આકરું લાગે અને સત્યાગ્રહી પર જુલમ કરે તો હસતા હસતા સહન કરે, સરકારના દુષ્કૃત્ય, પક્ષપાત અને અન્યાયથી કાયદાનો વિનયપૂર્વક ભંગ કરે અને સજા સહન કરે. આ સત્યાગ્રહની શોધ અને તેનો સામુદાયિક પ્રયોગ એ ગાંધીજીની ધર્મક્રાંતિ છે.
“પણ જીવવા દેશે કોણ !' ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંયા. ગાંધીજીએ કહ્યું, ‘મારે એ લોકોને મળવું છે.” પણ પેલા લોકો કહે, ‘અમારે એમને મળવું નથી.” પછી એ લોકોને પોલીસે પકડ્યા-તલાશી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે ! ગાંધીજીની હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૯-૩૮ માં ૧૨૦વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્તિ કરી, ત્યારે નથુરામ ગોડસેએ મરાઠી પેપર “અગ્રણી’ ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું, “....પણ એમને જીવવા દેશે કોણ ?”
- નારાયણ દેસાઈ)
(જૈનદર્શનના અભ્યાસુશોભનાબહેન શાહ આંતરરાષ્ટ્રીય જૈનવિધા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિધાપીઠ સાથે સંકળાયેલા છે.)
મનુષ્ય સામાજિક પ્રાણી છે. મનુષ્ય આધ્યાત્મિક શક્તિના બળ પર સુખની પ્રાપ્તિ ઇરછે છે. આથી સંત મહાત્માએ સ્વયંના જીવનમાં આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ માટે સંયમ, તપ અને ત્યાગને સ્થાન આપ્યું છે. જેનાથી સમાજ, દેશ અને વિશ્વના સકલ જીવજગતનું હિત બની રહે, કોઈને પણ સુખ-શાંતિમાં મુશ્કેલી ન આવે. આથી પ્રત્યેક મનુષ્યના જીવનમાં વ્રતનું વિશેષ મહત્ત્વ છે.
વ્રત એટલે ધારણ કરવા યોગ્ય, સ્વેચ્છાએ સ્વીકારેલો નિયમ. વ્રત એ વ્યક્તિ માટે ઉન્નતિકારક અને સમાજ માટે હિતકારક છે. જૈનધર્મ અને ગાંધીજીએ બતાવેલા વ્રતોમાં અપરિગ્રહ એક વ્રત છે.
જૈનધર્મ પ્રમાણે અપરિગ્રહથી તાત્પર્ય છે કે ચેતન-અચેતન પદાર્થોમાં અમૂર્છાનો ભાવ. આ જગતમાં જેટલા પણ અપરિગ્રહી મનુષ્ય છે તે આ વસ્તુઓમાં મૂર્છા ન રાખવાને કારણે અપરિગ્રહી છે.
અપરિગ્રહનું કારણ અમૂર્છા, મમત્વ વિસર્જન કે અનાસક્તિ છે. સજીવ કે નિર્જીવ બધા દ્રવ્યોના પ્રતિ આસક્તિથી રહિત થઈ પરિગ્રહનો ત્યાગ કરવો તે અપરિગ્રહ મહાવ્રત છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે – વિરૂપોના અર્જન દોષ, ક્ષય દોષ, સંગદોષ તથા હિંસા દોષ જોવાથી એનો જે સ્વીકાર કરે છે તે અપરિગ્રહ છે. યોગશાસ્ત્રમાં પણ મૂર્છાને પરિગ્રહ અને મૂચ્છના ત્યાગને અપરિગ્રહ કહ્યો છે.
(૮૪)
(૮૩)