________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ‘અંતરદયા’ માં છ કાય જીવોની દયાની વાત છે. છ કાયના જીવો એટલે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ, અગ્નિના જીવો તથા હાલતા ચાલતા ત્રસ જીવો. છ કાયના જીવોની દયાનું ફરમાન શ્રી પ્રભુએ કર્યું છે. એ છે કાયમાં પોતે પ્રથમ છે. ‘પોતે' અર્થાત્ “આત્મા’. જે આત્માની દયા કરી શકે તે જ છ કાયની દયા કરી શકે; જેને બીજા શબ્દોમાં સ્વદયા કહી શકાય. જયાં સુધી જીવ, પાત્રતા કેળવવાની દશામાં હતો ત્યાં સુધી પ્રાણીદયા સુધી જ સીમિત હતો, પરંતુ હવે તો મોક્ષના માર્ગે પ્રયાણ આદર્યું છે તેથી સ્વદયા, અંતરદયા પ્રગટ થઈ જ હોય એવા જીવને સમય સમયની અત્યંત જાગૃતિ વર્તતી હોય. જેના અંતરમાં સ્વદયા વણાઈ ગઈ છે, તેના વ્યવહારમાં અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ધોધ વહેતા હોય અને ત્યારે જ તે જીવ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકે છે.
શ્રીમજી પાસેથી જેમણે દયાધર્મના ડા અને રસ પીને સત્ય, અહિંસાના પ્રયોગો કર્યા છે, એવા ગાંધીજી લખે છે :
“સત્ય એ ઈશ્વર છે. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું. મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલો અનુભવું છું. સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એક અનિવાર્ય સાધન પ્રેમ એટલે અહિંસા છે. આખરે સાધ્ય અને સાધન એક જ અર્થના બે શબ્દો છે. અહિંસા મારો ઈશ્વર છે. સત્ય મારો ઈશ્વર છે. સત્યને શોધું છું ત્યારે અહિંસા કહે છે, “મારી મારફત શોધ” અને અહિંસાને શોધુ છું ત્યારે સત્ય કહે છે, મારી મારફત શોધો !” આવી અહિંસા તે પ્રેમનો સાગર છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિઓએ સત્ય ભગવાન અને અહિંસા ભગવતીને જાણી છે, અનુભવી છે, પ્રેમ, દયા, અહિંસા કે સતધર્મરૂપે પ્રકાશી છે ને પ્રસરાવી છે.
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્રજી) પાસેથી ગાંધીજીએ દયા ધર્મના કૂંડા ને કૂંડા પીધા અને આઠેય પ્રકારે દયા પાળી તેમના સત્યધર્મના ઉદ્ધારની વાતને ગાંધીજીએ કઈ રીતે આગળ વધારી તે વાતનું તત્ત્વચિંતક દુલેરાય માટલિયાએ સુંદર રીતે નિરૂપણ કર્યું છે :૧) દ્રવ્યદયામાં એકેન્દ્રિય જીવોનો પણ ખ્યાલ રાખન્દ્ર. આશ્રમના એક
અંતેવાસી જાજરૂ જઈ આવીને માટી વધારે લાવ્યા ત્યારે ગાંધીજીએ તેને ખેતરમાં જ પાછી મૂકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ મોટી ડાળખી લાવ્યા, તો ચાર દિવસ ચલાવી. વાપરવાનું સ્નાન માટેનું પાણી પણ અઢી શીશા જેટલું જ, દાંતણ પણ ચાર-પાંચ દિવસ ચલાવે. ભાવદયાઃ શાકાહારી ક્લબની શરૂઆતથી અંત સુધી બીજાને દયાધર્મ સમજાવતા રહ્યા. સ્વદયા પોતાને પાપથી બચાવતા રહ્યા. સ્વરૂપદયા : પોતે પોતાના આત્માનું જ કરી શકે છે. બીજાના સુખ દુઃખનો કર્તા નથી તેવી શુદ્ધ સ્વરૂપ દયા. પરદયાઃ બીજા પ્રત્યે આત્મતુલ્ય પ્રીતિ રાખી અનુકંપા, પરોપકારના કાર્યમાં પરદયાનો પ્રચાર કર્યો. અનુબંધ દયા: મા જેમ બાળકને દુઃખ લાગે તોય તેના હિત માટે કડવું ઔષધ (ઓસડ) પાય છે તેમ વ્યસન, અસત્ય, અન્યાય કરનારને કડવું લાગે, દબાણ લાગે તો તેના હિતાર્થે કરનારી અનુબંધ દયાને ટેકો આપ્યો. પોતાના સ્વરૂપમાં રહેનારી નિશ્ચય દયા. નિશ્ચયને અનુરૂપ વ્યવહાર રાખીને ગાંધીજીએ સત્ય ધર્મના ઉદ્ધારની શ્રીમની વાતને આગળ વધારી તેમાં અહિંસા ધર્મની શાન છે.
(૮૨)