________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજી આ અંગે લખે છે : “હું માનું છું કે જગતના સર્વે મહાધર્મો મૂળે સમાન છે. આપણને આપણા ધર્મ પ્રત્યે જેટલો આદર હોય તેટલો જ બીજા ધર્મો વિશે હોવો જોઈએ. પરસ્પર સહિષ્ણુતા નહીં પરંતુ સમાન આદર."*
સર્વધર્મસમન્વયઃ સમન્વયવૃત્તિ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. મુસલમાનો પહેલા જે અનેક કોમો આ દેશમાં ચડી આવી, તેમના રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓને ભારતીય સંસ્કૃતિએ પોતાનામાં આત્મસાત્ કરી લીધી, તેથી આજે એમનું કોઈ અલગ અસ્તિત્વ જોવા મળતું નથી. ભારતમાં આજે વિવિધ જ્ઞાતિઓ અને ધર્મના લોકો એકસાથે રહેતા જોવા મળે છે એ ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ઉદારતાનું પરિણામ છે. ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતના રાજયને બિનસાંપ્રદાયિક જાહેર કર્યું છે. તેના નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વિના પોતાની રીતે પોતાનો ધર્મ પાળવાનો મૂળભૂત હક્ક આપ્યો છે. અનેક જ્ઞાતિઓ, ધર્મો અને સંપ્રદાયોના વાડાઓથી ભરેલા આ દેશના લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપીને ગાંધીજીએ અપનાવેલી ધર્મસમન્વયકારી દૃષ્ટિનો પરિચય આપે છે.
સર્વધર્મ પ્રાર્થના : ગાંધીજીએ સ્થાપેલ આશ્રમો જેવા કે સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ, ટૉલ્યટૉય ફાર્મ, વર્ધા આશ્રમ વગેરે સ્થળોએ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો સર્વધર્મ પ્રાર્થના કરતા. ગાંધી પ્રેરિત સ્થપાયેલી રાષ્ટ્રીય સંસ્થાઓમાં તથા એમના કાર્ય ને વિચારસરણીને વરેલી સંસ્થાઓમાં સર્વધર્મ પ્રાર્થનાઓ આજે પણ થાય છે. એ સંસ્થાઓમાં તમામ ધર્મના અનુયાયીઓ માટે ભ્રાતૃભાવનું વાતાવરણ આજે પણ જોઈ શકાય છે.
ફિનિક્સ આશ્રમ અને ટૉલ્સટૉય ફાર્મમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી અને પારસી ધર્મના માણસોનો સમુદાય એકઠો થયો હતો. ત્યાં ઈમામ સાહેબ ૪. નવજીવન : ૫.૧૦.૧૯૨૪
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) જેવા મુસલમાન, રૂસ્તમજી શેઠ જેવા પારસી, મિ. વેસ્ટ, જોસેફ રોયપન અને કેલનબૅક જેવા ખ્રિસ્તીઓ અને પોલાક જેવા યહૂદીઓ પણ હતા. હિંદુધર્મીઓ પણ ખરા જ. રોજ સાંજે પ્રાર્થના સમયે ગીતા, બાઈબલ, કુરાન, અવેસ્તા એમ જુદા જુદા ધર્મગ્રંથોનું પારાયણ થતું. જુદા જુદા ધર્મોના અને જુદી જુદી ભાષાના ભજનો પણ ગવાતા. પ્રાર્થના સમયે થોડા વખતને માટે સૌ વર્ણ અને જ્ઞાતિનો ભેદ ભૂલી જઈ કોઈ જુદી જ દુનિયામાં પહોંચી જતા. ગાંધીજી પોતાના ઉદાર અને સમભાવી વલણને કારણે એવી વિવિધતામાં પણ એકતા, સમભાવ અને સમન્વયપોષક વાતાવરણ સર્જી શક્યા હતા.
ગાંધીજીએ પોતાના આશ્રમોમાં અને સામુદાયિક સેવા પ્રવૃત્તિઓમાં કોઈપણ સાંપ્રદાયિક અથવા ધાર્મિક સંકુચિતતાને મુદ્દલ સ્થાન આપ્યું ન હતું; બલ્ક પ્રાર્થનાની અને સામુદાયિક જીવનની એક નવી જ સમન્વયકારી પરંપરા સર્જી; જેથી તમામ ધર્મના અને સંપ્રદાયના લોકો એક સાથે રહી શક્યા, કામ કરી શક્યા અને દેશને દોરવણી આપી શક્યા. ભારતીય સંસ્કૃતિની સમન્વય પરંપરામાં ગાંધીજીની આ સેવા બહુ મોટી છે.
E. H. Erickson alud Gandhi's Truth Hi P4-11 B4-startવાદના સિદ્ધાંત પર ગાંધીજીના શબ્દો ટાંકતા લખે છે :
“મને અનેકાન્તવાદની સત્યતાનો સિદ્ધાંત ખૂબ જ ગમ્યો છે ! મારા વિરોધીઓ કે ટીકાકારો પર હેતુઓ કે ઈરાદાઓને આરોપિત કરવામાંથી તે મને મુક્ત રાખે છે. આજે હું તેઓને પ્રેમ કરી શકું છું કારણ કે બીજાઓની દૃષ્ટિએ મારી જાતને જોવાની દૃષ્ટિ મને તેથી (અનેકાન્તવાદથી) સાંપડેલ છે.”
સંદર્ભ : પૂ. ન્યાયવિજયજી, પંડિત સુખલાલજી મગનભાઈ પટેલ તથા કુમારપાળ દેસાઈ અને શ્રી રાકેશ ઝવેરીના પુસ્તકો
(૬૯).
(૭૦)