________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
પણ તેમણે ક્યારેય જૈન ધર્મ અપનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ સૂચન કર્યું ન હતું. શ્રીમદ્ભુએ બધા સંપ્રદાયોના શાસ્ત્રગ્રંથોમાંથી ઉપદેશ - સદ્બોધ પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા. આવી વ્યાપક ધર્મદૃષ્ટિવાળા શ્રીમદ્ની નિષ્પક્ષપાત અધ્યાત્મદૃષ્ટિ, મધ્યસ્થતા, ઉદાત્તતા ગાંધીજીને સ્પર્શી ગઈ.
ગાંધીજીના ધર્મદર્શનના ઘડતરમાં અનેક વ્યક્તિઓએ અને વિશ્વભરના ધર્મોની પરંપરાઓએ પરોક્ષ કે પ્રત્યક્ષ ભાગ ભજવ્યો છે. એમના વિચાર ઘડતરમાં પ્રાચીન ભારતીય ધર્મપ્રવાહોની અસર મુખ્યપણે છે. વેદાંત અને દર્શનો, જૈન અને બૌદ્ધ ધર્મો, રામાયણ, મહાભારત અને ગીતામાં પ્રગટ થયેલા તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ અસર એમના જીવનમાં જોવા મળે છે.
ગાંધીજી ઉપર જૈન ધર્મ અને તેના સિદ્ધાંતોનો એટલો બધો પ્રભાવ હતો કે : “ગાંધીજીએ છેલ્લા ૩૬ વર્ષ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. તેઓ પાણી પણ ઉકાળેલું પીતા. પાણીનો બાટલો સાથે રાખતા. જૈન દર્શનના બાહ્ય તપ ‘વૃત્તિસંક્ષેપ’ નું પાલન કરતા. જમતી વખતે માત્ર પાંચ વાનગીઓ જ ખાતા. આ પાંચ વાનગીઓમાં મીઠું પણ આવી જતું. આ વ્રત એમણે હરદ્વાર તીર્થમાં અંગીકાર કર્યું.૧
ગાંધીજીના જીવનમાં અહિંસા, સાદાઈ, સર્વધર્મ પ્રત્યે સમભાવ, આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, નીતિમત્તા વગેરે ગુણોનું સિંચન જૈન ધર્મના પ્રભાવને કારણે થયેલું અને તે શ્રીમદ્દ્ના પત્રવ્યવહાર અને સંસર્ગથી થયું તે નિશ્ચિતરૂપે કહી શકાય. જૈન દર્શનની અનેકાન્ત દૃષ્ટિ ગાંધીજીએ જીવનમાં અપનાવી. કોઈપણ વસ્તુને અનેક દૃષ્ટિથી - ભિન્ન ભિન્ન પાસાથી તપાસવી. એક વસ્તુ એક સ્થળે યોગ્ય હોય, તે બીજા સ્થળે યોગ્ય ન પણ હોય એ વિચાર સિદ્ધાંતનું ગાંધીજીએ અનુશીલન કર્યું.
૧. નેમચંદ ગાલા : શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી, પૃ. ૬૦
(૫)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
અનેકાન્ત દૃષ્ટિની વાત સાત આંધળા અને હાથીના દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. સાત આંધળા પોતપોતાની રીતે હાથીનું વર્ણન કરે છે. દરેકનું વર્ણન એકબીજાથી ભિન્ન છે. તે દૃષ્ટિબિંદુ હાથીને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિની દૃષ્ટિએ ખોટું ઠરે છે, અથવા આંશિક રીતે સાચું લાગે છે. આમ, સત્ય સાપેક્ષ હોવાથી એને સમજવા માટે બધી દષ્ટિથી તપાસવું અનિવાર્ય થઈ પડે છે. એક જ વાત પરત્વે અનેક વિરોધી દેખાતી દૃષ્ટિઓનો મેળ સાધવો જોઈએ - એ
અનેકાન્તવાદની દૃષ્ટિ ગાંધીજીએ એમની સર્વ પ્રવૃત્તિઓમાં અપનાવેલી છે. ગાંધીજી કોઈપણ વસ્તુનો નિર્ણય લેતાં પહેલા સર્વના વિચારો જાણીને તે વસ્તુના બધા પાસાઓની વિચારણા કરીને તેનો અમલ કરતા અને કરાવતા. તાત્પર્ય એટલું કે એક જ દૃષ્ટિકોણ અપનાવીને આંધળા અને બહેરા ન બનો. બીજાની વાત પણ સાંભળો, બીજાના દૃષ્ટિબિંદુઓ પણ સમજવા પ્રયત્ન કરો. અનેકાન્ત
વાદથી પોતાને પ્રતીત થતા સત્યને વળગી રહેવા છતાં બીજાના મતનો આદરપૂર્વક વિચાર કરો. અનેકાન્તવાદમાં એકાંગિતા કે સંકુચિતતાને સ્થાન નથી.
અનેકાન્ત દૃષ્ટિબિંદુ અપનાવીને ગાંધીજી પોતાના મતમાં આગ્રહી હોવા છતાં પોતાના કટ્ટરમાં કટ્ટર વિરોધીની દલીલો સાંભળતા અને તેને સમજવાનો ઉદાર પ્રયત્ન કરતા. સામાની વાતમાંથી પોતાને લેવા જેવું ન જણાય તો પણ તેને એ રસ્તે જવાની ઉદારતા દાખવતા. ગાંધીજીને એમના વિરોધીઓ પણ ચાહતા તે એમની અનેકાન્ત દૃષ્ટિને જ આભારી છે. આ અંગે ગાંધીજી લખે છે :
“અનેકાન્તવાદ મને પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની મુસલમાનની દૃષ્ટિએ, ખ્રિસ્તીની તેની દૃષ્ટિએ વિચાર કરતા શીખ્યો. મારા વિચારોને કોઈ ખોટા ગણે ત્યારે મને એમના અજ્ઞાનને વિષે પૂર્વે રોષ ચઢતો. હવે હું તેઓનું
(૬૬)