SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્ન ગૃહસ્થજીવન માટે માતા-પિતાએ ધ્યાનમાં રાખવા જેવી વાતો D નાનપણથી બાળકને સુવાડતી વખતે માતા-પિતાએ બાળકના માથે હાથ ફેરવવો જોઈએ એ અતિઆવશ્યક છે. બાળકને પ્રેમથી જગાડીએ. રાડો પાડી, પગ લગાડી કે ગુસ્સાથી ન જગાડીએ. Q પ્રેમપૂર્વક ખાવાનું ખવડાવીએ, સ્કૂલે મૂકવા જઈએ. D તે કેવું ભણે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. Q તેના મિત્રો કેવા કેવા છે તે ધ્યાન રાખવું. ખરાબ મિત્રોની સોબતથી બચાવવા જોઈએ. D રૂપિયાની પાછળ પાગલ બની બાળક પ્રત્યે દુર્લક્ષ્ય કરનારા પોતાના ભવિષ્યને બગાડે છે. D બાળકમાં ધર્મભાવના વધે તે માટે વાર્તાઓ કહેવી - સંતસમાગમ અને પ્રાર્થના કરવા માટે પ્રેરણા કરવી જરૂરી છે. D બાળકની ભૂલને શૂલ ન બનાવીએ. ફૂલ જેવા બની પુનરાવર્તન ન કરે તેવું પ્રેમપૂર્વક સમજાવીએ તે ઇચ્છનીય છે. D બાળકમાં તંબાકુ વગેરનાં કોઈપણ વ્યસનો ન પ્રવેશે તે માટે વિશેષ ધ્યાન રાખી તેનાં નુકસાનો સમજાવવાં જોઈએ. D દીકરીનાં લગ્ન પછી વહુને પ્રેમ આપીએ. વહુ પણ ભાવનાઓ લઈને આવી છે, તેની યોગ્ય ઇચ્છાઓ પૂરી કરીએ અને અયોગ્ય ઇચ્છાઓને પ્રેમપૂર્વક સમજાવી સમાધાન કરીએ. B વૃદ્ધાવસ્થામાં સુખી રહેવું હોય તો સંતાનોની ઇચ્છાઓને સમજવી જરૂરી છે. 2 વૃદ્ધાવસ્થામાં સંતાનોની ભૂલોને બદલે પોતાની ભૂલો શોધો, સુધરીએ તો સુખી બની શકાશે. Q વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની બંને હો, તો બે-ત્રણ મહિનામાં ચાર-પાંચ દિવસ બાજુનાં તીર્થોની યાત્રાએ જરૂર જઈએ. Z વૃદ્ધાવસ્થામાં યથાશક્તિ ઘરનું કામ કરવામાં શારીરિક સ્વસ્થતા પ્રમાણે સહભાગી બનીએ. D પૌત્ર-પૌત્રીઓને રમાડીએ, દર્શન કરવા લઈ જઈએ. D સંતાનોના સાસરિયા પક્ષોનો સત્કાર બરાબર કરવો જોઈએ. ૮૪ jgk p[P D પુત્રીને જે પણ આપો તે પુત્ર-પુત્રવધૂની સલાહાનુસાર આપો. I પુત્ર-પુત્રવધૂથી નુકસાન થઈ જાય તો ગુસ્સે ન થતાં પ્રેમથી વાત કરીએ. આપણા પુત્ર અને પુત્રવધૂના જીવનમાં પુત્રીઓ બિનજરૂરી દખલ ન કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. D માતા-પિતા પુત્ર-પુત્રીઓ વચ્ચે વાળો/ટાળો જરા પણ ન રાખે તે ઇચ્છવા યોગ્ય છે. — જે દીકરા સાથે રહેતા હોય તે દીકરાની પત્ની એટલે તે પુત્રવધૂ સામે અન્ય પુત્રવધૂ કે પોતાની દીકરીની સરખામણી કે વધુ પ્રશંસા કરવી યોગ્ય નથી. કુટુંબનું સામંજસ્ય જળવાઈ તેવું વાતાવરણ માતા-પિતા જ સર્જી શકે. આદર્શ માતાની અષ્ટપ્રતિજ્ઞા ૧. હું માતા છું, મારા બાળકની અને જગતની માતા છું. ૨. હું મારા બાળકને મારા નિર્મળ મનમાંથી નિર્મળ માનસ આપીશ અને પ્રાણવાન આત્મામાંથી તેજસ્વી એવા પ્રાણ આપીશ. ૩. મારા ઘરમાં બાળકનું સ્થાન અમારા કરતાં પણ ઊંચું રહેશે. ૪. હું મારા બાળકને આંતર-બાહ્ય સંપૂર્ણ સમજવા પ્રયત્નશીલ રહીશ. ૫. મારી સર્વ ક્રિયાઓ બાળકને સમર્પિત રહેશે. ૬. હું મારા બાળકે મોટાં કૌટુંબિક બંધનો, કુરૂઢિઓ અને વહેમોમાંથી બચાવવા પ્રયત્ન કરીશ. ૭. બાળકની ખાતર હું બદલાઈશ, મારી ખાતર તેને બદલવાનું નહિ કહું. ૮. બાળકની ખાતર હું મારા જીવનને એક પ્રકારનો યજ્ઞ સમજીશ. મોઢે બોલું ‘મા' સાચેય નાનપ સાંભરે (ત્યારે) મોટપની મજા, મને ક્ડવી લાગે કાગડા મા સંવેદના છે, ભાવના છે, અહેસાસ છે. મા પૂજાની થાળી છે, મા મંત્રનો જાપ છે મા મરુભૂમિમાં મીઠા પાણીના ઝરણા સમાન છે. ‘ૐ મૈયા શરણં મમ'નો જાપ વિશ્વવાત્સલ્યની ભાવના પ્રગટાવે. માતા એટલે વાત્સલ્યધામ માતૃત્વ એટલે નારીત્વની પવિત્ર પૂર્ણિમાનું મંગલ મહાકાવ્ય મા એ જ મહાશક્તિ jgtkopp ૫
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy