SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મા-બાપની ઉપનિષદ ઉપર વિશ્વાસ મૂકી શકાય ? કેટલી પત્નીઓ મનને આનંદિત કરે તેવી હોય છે? આ સવાલ બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ સવાલના જવાબ ઉપરથી આપણે સુખી છીએ કે દુઃખી તેનો નિર્ણય કરવો જઈએ. જેમ સુગંધિત ફૂલોવાળું એક જ વૃક્ષ સમગ્ર જંગલને મહેંકાવી દે છે, તેમ એક જ સુપુત્ર સમગ્ર કુળનું નામ રોશન કરી શકે છે. જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતાં સમગ્ર જંગલ બળીને ખાખ થઈ જાય છે, તેમ એક કપૂત સમગ્ર કુળનો નાશ કરી શકે છે. જેમ કે એક જ ચંદ્રમાની ચાંદનીથી કાળી રાત ખીલી ઊઠે છે, તેમ એક જ વિદ્વાન પુત્રથી પરિવારની શોભા ખીલી ઊઠે છે. શોક અને સંતાપ ઉપજાવનારા ઘણા પુત્રોથી કોઈ ફાયદો નથી થતો, પણ કુળનું નામ રોશન કરવા એક જ સંસ્કારી પુત્ર પર્યાપ્ત છે. આવો પુત્ર પ્રાપ્ત કરવા માટે પુત્રોનું યોગ્ય ઘડતર કરવું જરૂરી બની જાય છે. આ કારણે જ પુત્રઉછેરની કળાને સૌથી અઘરી કળા ગણવામાં આવી છે. આજના શ્રીમંત માબાપોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, - શું તેઓ પોતાનાં બાળકોની તંદુરસ્ત ઉછેર કરી રહ્યા છે ?' જો તેઓ પોતાનાં બાળકોના ઉછેરની બાબતમાં બેદરકાર રહેશે તો આ બાળકો મોટાં થતાં તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા પણ અચકાશે નહિ. ભવિષ્યમાં આવું બને તે માટે પણ આજનાં માબાપોએ પોતાના બાળકના તંદુરસ્ત ઉછેરની બાબતમાં જાગૃત બનવું પડશે. ધર્મ, અધ્યાત્મ સમાજ કે સાહિત્ય જગતમાં જ્યારે માતા-પિતા વિશે લખવાનું કે બોલવાનું આવે ત્યારે બહુધા લેખકો, કવિઓ, ભાવુકો, માતૃપિતૃભક્તો, સંતજનો, ગુરુજનોએ માતાપિતાના ઉપકારનું સ્મરણ કરી તેમને શબ્દાંજલિ - ભાવાંજલિ આપી ઋણ સ્વીકાર કર્યો છે. માતાપિતાએ આપણને સંસ્કાર આપ્યા, ઉછેર કર્યો, આપણને મોટા કરવામાં કષ્ટ સહ્યું, સંઘર્ષ કર્યો, તેનું સ્મરણ કરી આવાં લખાણો કે વક્તવ્યો કે મિત્રો દ્વારા મા-બાપની આપણે અભિવંદના કરીએ છીએ. સારી વાત છે અને એ જરૂરી પણ છે. સામાન્ય રીતે આવા ગ્રંથો, કાવ્યો, લેખો કે મિત્રો દ્વારા આપણે સાથે સાથે એવું પણ દર્શાવતા હોઈએ છીએ કે - “સંતાનોની માતાપિતા પ્રત્યે શું ફરજ છે. પુત્ર અને પુત્રવધૂએ માતા-પિતાની પાછલી અવસ્થામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં કઈ રીતે સેવા કરવી જોઈએ” વગેરે. માતાપિતાનું સ્વાથ્ય બરાબર જળવાઈ રહે અને તે ધર્મધ્યાન બરાબર કરી શકે તે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે તેનો સમય ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે તેવું વાતાવરણ ઘરમાં આદર્શ સંતાનોએ કરવું જોઈએ. એવી આપણી ફરજ અને કર્તવ્ય છે. તે પ્રત્યે આપણે સૌએ સજાગ રહેવું જોઈએ. ઘણાં સંતાનોને માતાપિતાના પણ કડવા અનુભવ થયા હોય, પણ સામાન્યતઃ આવાં લખાણો ઓછાં મળે છે. મરાઠી સાહિત્યકાર વિ. સ. ખાંડેકરની આત્મકથા “એક પાનની કહાણી'માં તેમણે પોતાની વ્યથા કહી છે. પોતાની જનેતા સામે લેખકને ભરપૂર ફરિયાદ છે. માતા કેવી અણસમજુ, ઝઘડાખોર, કજિયાળી, ટૂંકી બુદ્ધિની અને સ્વાર્થી હતી તેની વાત પ્રગટ કરી છે. એક ચિંતકે “મારી માની બીજી બાજુ' એવા જ કોઈક શીર્ષક હેઠળ માતા સંતાનો વચ્ચે કઈ રીતે વાળો-ટાળો કરતી, દીકરીનાં સંતાનો અને દીકરાનાં સંતાનો વચ્ચે કઈ રીતે ભેદભાવ રાખતી અને પુત્રવધૂના પિયરિયાઓ સાથે કેવું અયોગ્ય વર્તન કરતી તેની નીડર નિખાલસ રજૂઆતમાં તેની નિજી વેદનાની સંવેદના આપણે સ્પર્શી જાય તેવું લખાણ વાંચેલું. માતા-પિતા અને ઘરમાં અન્ય વડીલો, આશ્રિતો, મામા, કાકા, કાકી, ફૈિબા વગેરે રહેતાં હોય; તે બધાં સુમેળથી રહે માટે સંતજનો, અનુભવી અને જ્ઞાનીજનોએ દર્શાવેલી આ વાતો પ્રસન્ન ગૃહસ્થ જીવન માટે ઘણી જ અગત્યની છે. is cઈkie biળા માં ૮૩] હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? મને દુ:ખી દેખી દુઃખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળુ જ ‘મા’ તું પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમના પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળુ જ “મા' નું ! તથા આજ તારું હજી હેત એવું, જળ માછલીનું જડ્યું હેત જેવું; ગણિત ગણ્યા નથી એ ગણાતું ! મહા હેતવાળી દયાળુ જ ‘મા' નું ! મારે ખરી, પણ માર ખાવા ન દે એનું નામ મા ! | LATEST TTTTTTER:....
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy