SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ( બે પેઢી વચ્ચેનું અંતર “સાહેબ, શું કહીએ ? આજે સવારે અલીનું મૃત્યું થઈ ગયું, છતાં તેના મુખમાં અંતિમ શબ્દ “મરિયમ, મરિયમ તારો પત્ર ન આવ્યો.” કેટલી બદનસીબી ! પોસ્ટમાસ્તર સાહેબ બોલે : “મુઝે ઉસકી કુટિયા પે લે ચલો.” બધા અંદર ગયા. અલીના બિસ્તરમાં એક ચિઠ્ઠી પોસ્ટમાસ્તરના નામની પડી હતી. લિખા થા કિ - “મહેરબાન પોસ્ટમાસ્તર સાહેબ, મેં જા રહા હૂ ખુદા કે પાસ. આજ તક મરિયમ કા ખત નહિ આયા, મેરે દિલમેં યહ દુઃખ રહ ગયા હૈ - સાહેબ, મેરે મોત કે બાદ અગર મરિયમ કા ખત આ જાય તો મેરી કબ્ર પર રખ દેના.” - અલી કા સલામ. ચિઠ્ઠી વાંચીને પોસ્ટમાસ્તર રડી પડ્યો. પત્ર કબર ઉપર રાખી દીધો. આ છે પુત્રી અને પિતાનો સંબંધ. કવિ હિતેન આનંદપરા પપ્પાના ચરણોમાં શ્વાસોના ફૂલ ધરતાં કહે છે : અમને આપ્યા અજવાળા ને અંધારા ખુદ ઓટયાં અમે તમારી નિશ્રામાં નિસંતને જીવ પોઢયા પગભર થવાના રસ્તાઓ સહજ રીતે શીખવાડ્યા વચન નથી આપ્યાને તો એ મૂંગે મોઢે પાળ્યા. દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ “એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ-વઢ કરશે. સગાં-સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે, ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાં આવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ઇત્યાદિ વિવિધ પ્રકારની ચિંતા પિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની (તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે. ‘હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે' એવું સમાધાન કેળવે છે. મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી જાય છે, અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે. - જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવી-ગણાવીને વેપારધંધે લગાડવામાં અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવાનાં સપનાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય, એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતન બને છે, માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે. વસ્તુતઃ વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઈએ પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે. અને એવા વ્યવહારનો અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મુકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયાં છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે.' આવા આવા વિચાર બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. વિનય અને લજ્જા લોપાતાં જાય છે. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥ ભૂતમારામાં જે માતારૂપે રહેલ છે, તે જગજનની દેવીને હું પ્રણામ છું . ફરી ફરી પ્રણામ ક્યુંછું, ફરી ફરી પ્રણામ ક્યુંછું. नमरकृत्य वढामी त्वाम् यदि पुण्यं मया कृतम् । अन्यस्यामपि जात्याम् मे त्वमेव जननी भव ॥ તને પગે લાગીને, તારા પગે હાથ મૂકીને હું તને કહું છું કે - હે મા, જો મેં કંઈ પુણ્યકર્મ કર્યું હોય તો હું બીજી ગમે તે જાતિમાં જન્મ, પણ જ મારી માતા હજો !' મમતાના માર્ગની કેટલી ઊંચી છે માત્રા, ‘મા’ તરફ એક ડગલું ભરો એ પણ છે યાત્રા N I NAIMAN Stiri OSISSIP | isscle biાક્કા . ૦૩ ]
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy