________________
હર
પ્રભુનાં પાંચ કલ્યાણક
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ આસો સુદ ૧૫
ચ્યવન
જન્મ
દીક્ષા કેવળજ્ઞાન
નિર્વાણ
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
મારવાડી તિથિ
સ્થળ અપરાજિત દેવલોક આસો સુદ ૧૫ થી મિથિલા
અષાઢ વદ ૮
મિથિલા
જેઠ વદ ૯
મિથિલા માગસર સુદ ૧૧ મિથિલા ચૈત્ર વદ ૧૦ સમેતશિખર
શ્રાવણ વદ ૮
અષાઢ વદ ૯
માગસર સુદ ૧૧ વૈશાખ વદ ૧૦
પ્રભુશ્રી અરનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૧૭;
કેવળજ્ઞાની ૧,૬૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૨૫૦; અવધિજ્ઞાની ૧,૬૦૦; વૈક્રિય લબ્ધિધારી ૫,૦૦૦; ચતુર્દશપૂર્વી ૪૫૦; ચર્ચાવાદી ૧,૦૦૦; સાધુ ૨૦,૦૦૦; સાધ્વી ૪૧,૦૦૦; શ્રાવક ૧,૭૦,૦૦૦; શ્રાવિકા ૩,૪૮,૦૦૦
૨૪
તીર્થંકર
4th Proof
40
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૨: શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી, જીવદયાને સર્વસ્વ ગણનાર અમર પરમાત્મા છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સૂર્યપુર) નગરમાં હરિવંશના અંધકવૃષ્ણિ રાજા હતા. તેઓ યદુરાજાના વંશજ હોવાથી ‘યાદવ' તરીકે ઓળખાતા હતા. અંધકવૃષ્ણિને સુભદ્રા નામની રાણીથી દશપુત્રો થયા. તેઓ ‘દશાહ' તરીકે ખ્યાતિ પામ્યા હતા.
પ્રભુનું ચ્યવનઃ દશ દશાર્હમાં સૌથી મોટા સમુદ્રવિજય રાજાની પટ્ટરાણી શિવાદેવીની કુક્ષિએ શંખ રાજાનો જીવ, અપરાજિત વિમાનથી ચ્યવી કારતક વદ ૧૨ના, ચિત્રા નક્ષત્રમાં અવતર્યો. શ્રી નેમીનાથ (અરિષ્ટનેમિ) ભગવાનના ૯ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભસ્થિતિનો સમય પૂર્ણ થતાં, માતાએ શ્રાવણ સુદ ૫ના, ચિત્રા નક્ષત્રમાં, શંખના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રિષ્ટ (રત્નમયી) ચક્રધારા જોઈ હતી. તેથી અથવા ‘રિષ્ટ' શબ્દ અમંગલસૂચક છે, આ અમંગલતા દૂર કરવા માટે ‘રિષ્ટ’ની આગળ ‘અ’ ઉમેરી ‘અરિષ્ટનેમિ’ નામ રાખ્યું અથવા તો પ્રભુ, પાપરૂપી વૃક્ષમાં, ચક્રધારા તુલ્ય હોવાથી ‘અરિષ્ટનેમિ’ એવું યથાર્થ નામ રાખ્યું. પ્રભુના શાસનકાળમાં નવમા બળદેવ‘બળભદ્ર’ અને નવમા વાસુદેવ ‘શ્રીકૃષ્ણ’ થયા. એક સમયે, નેમિકુમાર મિત્રો સાથે, શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા, બધાં