________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૧: શ્રી નમિનાથ સ્વામી
પ્રભુનું ચ્યવનઃ આંતરિક અને બાહ્ય શત્રુઓને નમાવનાર એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન જંબુદ્વીપના આ
ભરતક્ષેત્રના વિદેહ દેશની મિથિલા નામની નગરીના રાજા વિજય અને તેમના વ્રપા નામના પટ્ટરાણીના કુળમાં, પટ્ટરાણીની કુક્ષિએ, આસો સુદ ૧૫ના, અશ્વિની નક્ષત્રમાં, સિદ્ધાર્થ રાજાનો જીવ દેવલોકથી ચ્યવીને ‘અવતર્યો'. માતાએ ૧૪ સુંદર સ્વપ્નો નિહાળ્યાં.
પ્રભુનો જન્મઃ સ્વપ્નપાઠકોએ સ્વપ્નોનું ઉત્તમ ફળ દર્શાવ્યું.
સમગ્ર રાજ્યમાં અને માતા-પિતા વગેરે સર્વના હર્ષનો પાર ન રહ્યો. ગર્ભકાળ પૂરો થતાં માતાએ શ્રાવણ વદ ૮ના અશ્વિની નક્ષત્રમાં, નીલકમલના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે કિલ્લાને ઘેરીને રહેલા રાજાઓ, રાજ્ય દરબારમાં આવીને વિજયરાજાને નમ્યા તથા પ્રભુ પોતે રાગાદિ શત્રુઓને નમાવનાર હોવાથી, પિતાએ તેમનું નામ નમિનાથ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત નમિકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો અને
૫,૦૦૦ વર્ષ સુધી નમિકુમારે રાજ્યવ્યવસ્થા સંભાળી અને લોકોના હૃદયસિંહાસન પર સામ્રાજ્ય સ્થાપ્યું.
પ્રભુની દીક્ષા કુળ પરંપરા મુજબ સુપ્રભ નામના પુત્રને રાજ્ય સોંપી ‘દેવકુર' નામની શિબિકામાં બેસી નમિકુમાર
૨૪
તીર્થંકર
4th Proof
39
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૭૧
સહસ્રામ્રવનમાં આવ્યા. અષાઢ વદ ૯ના, ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપયુક્ત, નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી, બીજા દિવસે વીરપુરનગરમાં, દત્ત નામના રાજાએ, ખીરથી પ્રભુને પ્રથમ પારણું કરાવ્યું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ વિહાર કરતાં કરતાં પુનઃ દીક્ષાવનમાં પધાર્યા. બકુલના વૃક્ષ નીચે છઠ્ઠ તપ કરી પ્રભુ ધ્યાનસ્થ થયા. માગસર સુદ ૧૧ના અશ્વિની નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
સમવસરણમાં અશોકવૃક્ષ નીચે, પૂર્વ દિશામાં બિરાજી ‘શ્રાવકકરણી' વિષયક પ્રથમ દેશના ફરમાવી. પ્રભુનાં પ્રથમ શિષ્યા ‘અમલા' સાધ્વીને પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપ્યાં. નમિનાથ પ્રભુના શાસનમાં વૃષભના વાહનવાળો ‘ભૃકુટી' નામનો યક્ષ શાસનદેવ બન્યો અને હંસના વાહનવાળી‘ગાંધારી' નામે દેવી શાસનદેવી બની. પ્રથમ સાધ્વી અમલા પ્રવર્તિની બની.
વિચરતાં, વિચરતાં પ્રભુ કાંપિલ્યપુર નગરમાં સમવસર્યા. પ્રભુની દેશના સાંભળી હરિષણ નામના આઠમા ચક્રવર્તીએ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યાં.
પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, વૈશાખ વદ ૧૦ના અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.