________________
૩
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ખીરથી પારણું થયું. પ્રભુ ધ્યાનમગ્ન બની, ૪ માસ પર્યત વિચરતા રહ્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ મલ્લી વૃક્ષ નીચે આત્મધ્યાનમાં સ્થિર થતાં કારતક સુદ 3ના મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી આસ્રવ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી, આ સંસાર અનંત દુ:ખોના સમૂહનો ભંડાર છે. આસવનો અર્થ છે કર્મ ૨૪ પુદ્ગલોનું આત્મામાં આવવું... વિષય, કષાય, યોગ, પ્રમાદ, તીર્થકર અવિરતિ, મિથ્યાત્વ અને આર્ત તથા રૌદ્રધ્યાન અશુભ આમ્રવનાં કારણો છે. આસ્રવથી ઉત્પન્ન થતાં આ સંસારરૂપી સમુદ્ર દીક્ષારૂપી જહાજ દ્વારા તરીને પાર કરી જવો એ 4th બુદ્ધિમાનનું કર્તવ્ય છે.
Proof પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, કાચબાના વાહનવાળો ‘અજિત’ યક્ષ શાસનદેવ બન્યો અને ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી ‘સુતારા' નામની યક્ષિણી શાસનદેવી બની. પ્રથમ સાધ્વી વરૂણી પ્રવર્તિની બની.
પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી ભાદરવા સુદ ૯ના, પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. સુવિધિનાથ સ્વામીના નિર્વાણ બાદ કેટલોક કાળ વ્યતીત થયા બાદ શાસન વિચ્છેદ ગયું. ધર્માત્મા ભરતક્ષેત્રમાં ન
રહ્યા. અસંયતીની પૂજા શરૂ થઈ.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના મહા વદ ૯ વૈજયન્ત દેવલોક ફાગણ વદ ૯
થી કાંકદી. જન્મ કારતક વદ ૫ કાંકદી
માગશર વદ ૫ દીક્ષા
કારતક વદ ૬ કાંકદી. માગશર વદ ૬ કેવળજ્ઞાન કારતક સુદ ૩ કાંકદી
કારતક સુદ 3 નિર્વાણ ભાદરવા સુદ ૯ સમેતશિખર
સુવિધિનાથ પ્રભુનો પરિવારઃ ગણધર ૮૮; અવધિજ્ઞાની ૮,૪૦૦; ચૌદપૂર્વી ૧,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૭,૫૦૦; કેવળજ્ઞાની ૭,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૩,૦૦૦; વાદલબ્ધિધારી ૬,૦૦૦; સાધુ ૨,૦૦,૦૦૦; સાધ્વી ૧,૨૦,૦૦૦; શ્રાવક ૨,૨૯,૦૦૦; શ્રાવિકા ૪,૭૨,૦૦૦