________________
ર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુના શાસનમાં લીલા વર્ણવાળો હંસના વાહનવાળો વિજય નામનો યક્ષ શાસનદેવ બન્યો અને પીળા વર્ણવાળી જ્વાળા નામની યક્ષિણી શાસનદેવી બની. પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ નજીક જાણીને પ્રભુ સમેતશિખર ઉપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી. ભાદરવા વદ ૭ના જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળી ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. કેટલાક વિદ્વાનો પ્રભુના સાત ભવ થયા હોવાનું માને છે.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ | ગુજરાતી તિથિ. ચ્યવના ચૈત્ર વદ ૫ વૈજયન્ત વિમાનથી ફાગણ વદ ૫
ચંદ્રપુરી. પોષ વદ ૧૨ ચંદ્રપુરી. માગસર વદ ૧૨ દીક્ષા પોષ વદ ૧૩ ચંદ્રપુરી માગસર વદ ૧૨ કેવળજ્ઞાન ફાગણ વદ ૭ ચંદ્રપુરી મહા વદ ૭ નિર્વાણ ભાદરવા વદ ૭ સમેતશિખર શ્રાવણ વદ ૭ (૮).
પ્રભુશ્રી ચંદ્રપ્રભુસ્વામીનો પરિવાર: ગણધર ૯૩; કેવળજ્ઞાની ૧૦,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૮,૦૦૦; અવધિજ્ઞાની ૮,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૪,૦૦૦; ચતુર્દશપૂર્વી ૨,૦૦૦; ચર્ચાવાદી ૭,૬૦૦; સાધુ ૨,૫૦,૦૦૦; સાધ્વી ૩,૮૦,૦૦૦; શ્રાવક ૨,૫૦,૦૦૦; શ્રાવિકા ૪,૯૧,૦૦૦
૯: શ્રી સુવિધિનાથ સ્વામી (પુષ્પદંત સ્વામી) પ્રભુનું ચ્યવનઃ ભરતક્ષેત્રના શૂન્યદેશની કાકંદી નામક નગરીમાં સુગ્રીવ રાજા અને રામા નામની પટ્ટરાણીના પરિવારમાં, ફાગણ વદ ૯ના મૂળ નક્ષત્રમાં, મહાપદ્મ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્ચવી રામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
શ્રી સુવિધિનાથ ભગવાનના ત્રણ ભવ થયાં છે. પ્રભુના. ૨૪
ચ્યવનને લીધે- ત્રણે લોકમાં હર્ષ વ્યાપી ગયો, તીર્થકર
પ્રભુનો જન્મઃ ગર્ભ સમય પૂરો થતાં માગસર વદ પના,
મગરના લાંછનવાળા શ્વેતવર્ણા પુત્રને માતાએ જન્મ આપ્યો. - 4th
પ્રભુ મોક્ષમાર્ગની સમ્યવિધિના પ્રવર્તક હોવાથી તથા પ્રભુ
માતાના ગર્ભમાં હતા, ત્યારે માતા સર્વ વિધિમાં કુશળ બન્યાં. Proof
તેથી પુત્રનું ‘સુવિધિ' નામ રાખ્યું. ઉપરાંત, પ્રભુની દંતપંકિત,
પુષ્પ જેવી સુશોભિત હોવાથી ‘પુષ્પદંત' એવું બીજું નામ પણ 20
આપ્યું. લોગસ્સ સૂત્રમાં, ‘સુવિહિંચ પુષ્કદંતં' એમ એક તીર્થંકરનાં બે નામનો ઉલ્લેખ મળે છે.
સુવિધિકુમાર યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું અને યોગ્ય સમયે રાજ્યાભિષેક પણ થયો. રાજ્યધુરાનું સફળ રીતે વહન કર્યું.
પ્રભુની દીક્ષા: સૂરપ્રભા નામની શિબિકા પર આરૂઢ થઈ. સુવિધિરાજા સહસ્રામ્રવનમાં પધાર્યા, માગસર વદ ૬ના નક્ષત્રમાં ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. બીજા દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પરાજાને ઘેર,
જન્મ