________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
જ
૮: શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન ધર્મના આઠમા તીર્થંકર. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાપુરી નામની નગરીમાં મહાસેન નામના રાજા હતા. તેઓ દાનવીર હતા. તેઓની લક્ષ્મણા નામની પટરાણી હતી. ચંદ્રપ્રભુના પણ ત્રણ ભવ થયા છે.
પ્રભુનું ચ્યવનઃ પદ્મનાભ મુનિનો જીવ અનુત્તર વિમાનથી ઢવી ચૈત્ર વદ પાંચમના અનુરાધા નક્ષત્રમાં લક્ષ્મણાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં પોષ વદ ૧૨ના અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચિહ્નવાળા પુત્રનો જન્મ થયો. બાળકની ચંદ્ર જેવી સૌમ્ય કાંતિ હતી. તેથી તથા પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો દોહદ થયો હતો. તેથી બાળકનું નામ ચંદ્રપ્રભુ રાખવામાં આવ્યું. મહાસેન રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવ ઉજવ્યો.
યૌવનવયમાં પ્રભુનો વિવાહ થયો. ચંદ્રપ્રભુકુમારને પિતાએ રાજગાદી સોંપી. પ્રભુએ રાજ્યસંપદા ભોગવી, રાજ્યનો ઉત્તમ પ્રકારે વહીવટ કર્યો અને લોકોમાં ખૂબ આદર મેળવ્યો.
૧૫૦ ધનુષ્યની કાયાવાળા પ્રભુએ અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. સાડાછ લાખ અને ચોવીસ પૂર્વ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયાં. લોકાંતિક દેવોની વિનંતીથી પ્રેરાયેલ પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.
પ્રભુની દીક્ષા: દીક્ષા સમયે પ્રભુ “મનોરમા' નામની શિબિકામાં આરૂઢ થઈ ઉધાનમાં પધાર્યા. પોષ વદ ૧૩ના ૧૦૦૦ રાજવીઓ સાથે દીક્ષા અંગીકાર કરી. પ્રભુને ત્યાં જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષાને બીજે દિવસે પદ્મખંડ નગરમાં, સોમદત્ત રાજાના ગૃહે ખીરથી પારણું થયું. મૌનધારી એકાકી પ્રભુ છદ્મસ્થપણે ૩ માસ વિચરતા રહ્યા.
દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વાભિમુખ બેસી કર મધુરી દેશનાનો પ્રારંભ કર્યો. અશુચિ ભાવનાને વર્ણવતી.
પ્રભુની વૈરાગ્યપ્રેરક દેશના સાંભળી અનેક આત્માઓએ
સર્વવિરતિ-દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. ચતુર્વિધ સંઘની 4th સ્થાપના થઈ. દત્ત વગેરે ૯૩ ગણધરો પ્રભુના થયા. રૂon હંસવાહનવાળો વિજય નામે યક્ષ અને હંસના(વરાલિકા)
વાહનવાળી ભ્રકુટી (જવાલા) નામે શાસનદેવી પ્રભુના 19 શાસનમાં અધિષ્ઠાયક તરીકે થયાં.
પ્રભુનું કેવળજ્ઞાનઃ વિચરતાં-વિચરતાં પ્રભુ પુન: સહસ્ત્રાવનમાં પધાર્યા. ફાગણ વદ ૭ના અનુરાધા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે. સિંહાસન ઉપર બેસી પ્રભુએ અશુચિભાવનાને વર્ણવતી ધર્મદેશના આપી. મનુષ્ય પણ અશુચિમય ક્ષણિક શરીર સાથે સ્નેહ કરે છે. તે શરીર જ તેના માટે બંધનરૂપ છે. રસ, રૂધિર, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડાં અને વિષ્ટા વગેરે અશુચિના સ્થાનમાં- સ્થાનવાળા દેહમાં પવિત્રતા કયાં છે? આવો વિચાર કરવાથી મોહ-મમત્વ ઘટે છે.