________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
૧૦: શ્રી શીતળનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આપણા ભરતક્ષેત્રમાં મલયદેશમાં ભદ્રિલપુર નામનું નગર હતું. આ નગરના રાજા દેટરથ હતા અને તેમને નંદા નામની પટરાણી હતી. વૈશાખ વદ ૬ના, પૂર્વાષાઢા નક્ષત્રમાં, પ્રશ્નોત્તર દેવનો જીવ દેવલોકથી ચ્યવીને, નંદાદેવીની કુક્ષિમાં અવતર્યો. શ્રી શીતળનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુના ચ્યવનથી બધે આનંદ પ્રસરી ગયો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં મહા વદ ૧૨ના પૂર્વાષાઢા. નક્ષત્રમાં, શ્રી વત્સના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે પિતાનું તપ્ત થયેલું અંગ, નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું. જગતના તાપને હરનાર પ્રભુ, હોવાથી એમનું નામ શીતળનાથ રાખ્યું.
યૌવનકાળે શીતળનાથના અનેક કુલીન કન્યાઓ સાથે વિવાહ થયા. તેઓ ૨૫,૦૦૦ પૂર્વના થયા. ત્યારે રાજ્યાભિષેક થયો અન ૫૦,૦૦૦ પૂર્વ રાજયનું પાલન કર્યું.
પ્રભુની દીક્ષાઃ શીતળ રાજાનું મન સંસારથી વિરકત થતાં ‘ચંદ્રપ્રભા' નામની શિબિકામાં બિરાજી, સહસ્રામવનમાં પધાર્યા. અને મહા વદ ૧૨ના, ૧,૦૦૦ રાજવીઓ સાથે છઠ્ઠ તપ કરીને, દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે રિઝનગરમાં, પુનર્વસુ રાજાને ઘેર ખીરથી પારણું થયું. ત્રણ માસ પર્યત પ્રભુ વિચરતા. રહ્યા અને પુનઃ ઉધાનમાં પધાર્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ કાયોત્સર્ગ ધ્યાનમાં, સ્થિર થતાં પિપલ વૃક્ષ નીચે પોષ વદ ૧૪ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે બેસી. પ્રભુએ સંવરભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી. આ સંસારમાં બધા પૌગલિક પદાર્થો, વિવિધ પ્રકારની દુ:ખોનાં કારણ છે, ક્ષણિક છે- પૌગલિક રુચિ જ આમ્રવનું મૂળ અને દુઃખનું સર્જક છે અને આમ્રવનો નિરોધ
કરવો તે સંવર છે. સંવર, અંતે સુખોના ભંડાર રૂપે મોક્ષ પ્રાપ્ત કર
કરવાનું સાધન છે. ક્ષમા-સહનશીલતાથી ક્રોધનો આસ્રવ રોકવો જોઈએ. નમ્રતાથી માનનો, સરળતાથી માયાનો અને નિસ્પૃહતાથી લોભનો. આ રીતે ચાર પ્રકારની સંવરમય
સાધનાથી સંસારના સૌથી મોટા આસ્રવો અટકી જાય છે. Proof પ્રભુની પ્રથમ દેશનામાં અનેક ભવ્યાત્માઓએ સર્વ
વિરતિરૂપ શ્રમણધર્મ સ્વીકાર્યો અને અનેક દેશવિરતિ શ્રાવક 22 બન્યા. પ્રભુના શાસનમાં પદ્મના આસનવાળો બ્રહ્મ નામનો
યક્ષ શાસનદેવ બન્યો. મેઘના વાહનવાળી અશોકા નામની દેવી શાસનદેવી બની. સુલસા કે સુપશા પ્રથમ સાધ્વી પ્રવર્તિની બની. મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા વિચારી રહ્યા.
પ્રભુનું નિર્વાણઃ નિવાર્ણકાળ સમીપ આવતાં પ્રભુ, સમેતશિખર ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી વૈશાખ વદ ૨ના પ્રભુ નિર્વાણ પામ્યા. બધું મળીને એક લાખ પૂર્વનું, આયુષ્ય હતું. શ્રી શીતળનાથ ભગવાનનું શાસન પ્રાયઃ અંતિમ પા પલ્યપર્યત વિચ્છિન્ન રહ્યું. પશ્ચાત્ શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ ધર્મધુરા શરૂ કરી.