SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર ત્યાં બંધન શું જાય? સાધનામાર્ગે સાધનશુદ્ધિનું સાતત્ય રહે તો જ બંધન છૂટે. સાધકે સાધનને લેશમાત્ર દુષિત ન થવા દેવું જોઈએ, તો જ તે સાધનામાં આગળ વધી શકે. મુક્તિ લક્ષે સ્વીકારાયેલ સાધન દુષિત થાય તો સાધન જ બંધનરૂપ બની જાય. આસક્તિ પ્રમાદ કે શિથિલાચાર સાધનને દુષિત કરી શકે. પાંચસો શિષ્યોના વડા મંગુ આચાર્ય તપશ્ચર્યાને સાધનાનું મુખ્ય સાધન ગમ્યું. આયંબિલ ઉપવાસથી માસક્ષમણ સુધીની તપશ્ચર્યાની શૃંખલા રચાણી. અમને પારણે અઠ્ઠમતપની આરાધના ચાલી, પરંતુ પારણાના દિવસે સ્વાદિષ્ટ આહાર લેવાની શરૂઆત થઈ. વિવિધ વ્યંજનો દ્વારા પારણામાં આહારની આસક્તિ પરાકાષ્ઠાએ પહોંચી. વિહારમાર્ગે પારણામાં વધુ પડતો આહાર લેવાથી અજીર્ણ થતાં આહારની તીવ્ર આસક્તિમાં કાળધર્મ પામ્યા. અણ આહારપદની પ્રાપ્તિ માટે તપસાધનાને સાધન બનાવી તપસાધનાના આગળ વધતા આ તપસ્વી પર આહારસંજ્ઞાએ અતિક્રમણ કર્યું. સાધન દુષિત બની ગયું. કરી સાત્ત્વિક સહચિંતન થઈએ, પણ દોષના ભાગીદાર બનીએ અને મુનિશ્રીએ સાધનશુદ્ધિની માર્મિક વાત સમજાવી, જેથી કોલકાતાના તમામ જૈન સંઘોએ સાથે મળી કાર્ય પાર પાડ્યું.. ધાર્મિક કાર્યો, કાર્યક્રમો કે અનુષ્ઠાનો માટે જો સંતો અયોગ્ય વ્યક્તિનું ધન દાન માર્ગ સ્વીકારશે તો તે અયોગ્ય વ્યક્તિને સંતે સામાજિક પ્રતિષ્ઠા આપવી પડશે અને ધર્મસ્થાનકોમાં અયોગ્ય ધનિકોને પ્રતિષ્ઠા મળશે. ધર્મસત્તા પર ધનનું આધિપત્ય સ્વીકારી ન જ શકાય. બાહ્ય વ્રતધારી અનેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના ન્યાયસંપન્ન વૈભવમાંથી દાનની ગંગા વહાવી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે અને ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર તેમનાં ધન્ય નામ આલેખાયાં છે. અહીં કહેવાનો આશય એ નથી કે ધર્મશાસનમાં ધનિકોને દાનવીરોને સન્માન આપવું નહિ. દાનવીરનું સન્માન એ ત્યાગ તથા દાનભાવનાનું સન્માન છે, પણ અહીં સાધનશુદ્ધિને વિસારે પાડવાની નથી. મહારાષ્ટ્રમાં મનમાડ નજીકના ગામમાં એક ધ્યાનયોગી જૈન સંતનો આશ્રમ છે. ત્યાં દાન દેનારની આવક ન્યાય/નૈતિક સોત દ્વારા જ છે તે જાણી લેવામાં આવે છે. વળી દાન દેનાર વ્યક્તિ સપ્તવ્યસન, રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગી હોય તો જ દાન સ્વીકારવામાં આવે છે. સંતના આ નિયમમાં ન્યાયસંપન્ન, વૈભવ અને સાધનશુદ્ધિની વાત અભિપ્રેત છે. વ્યાવહારિક જીવનમાં, ધર્મ ક્ષેત્રમાં જેમ સાધનશુદ્ધિની આવશ્યકતા છે તેમ અધ્યાત્મ ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં સાધનશુદ્ધિ અનિવાર્ય છે. સાધનાનું અંતિમ લક્ષ મુક્તિ છે. મુક્તિના લક્ષને સાધ્ય કરવા માટે સંસાધન જરૂરી છે. અસતુ, તત્ત્વો-કર્મથી બંધાયેલા આત્માને સત્ સાધન દ્વારા કરાયેલી સાધના જ છોડાવી શકે. ગુરઆજ્ઞાથી, સ્વવિવેક દ્વારા સાધન શુદ્ધ છે કે નહિ તે જાણી શકાય અને પછી તે માર્ગે જઈ શકાય. સર ભક્તિ રહસ્યના ૧૭મા દોહરામાં યુગપુરુષ શ્રીમદ્જીએ વાતને માર્મિક રીતે સમજાવી છે : સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સત્સાધન સમજ્યો નહિ - ૧૫ - પાંચસો શિષ્યો વ્યથિત હૈયે ગુરજીના નશ્વર દેહની અંતિમક્રિયા કરી આગળ વધ્યા. બીજે દિવસે વહેલી પરોઢે વિહારયાત્રા શરૂ કરી. થોડે આગળ જતાં દૂરથી એક વૃક્ષમાં ઝબકારા દેખાવાની સાથે કાંઇક અવાજ આવતો સંભળાયો. શિષ્યો આગળ વધતા વૃક્ષ નજીક આવતા તેમને એક વિશાળકાય જીભ લબકારા લેતી દેખાઈ. શિષ્યવૃંદ આ જોઈ સ્તબ્ધ બની ઊભું રહ્યું. અવાજ આવ્યો, “હે મારા વહાલા શિષ્યો, આ જીભ તમારા ગુરૂની છે, એ હું જ છું. હું સર્વને એટલું જ કહેવા માગું છું કે આહાર સંજ્ઞાની તીવ્ર આસક્તિને કારણે હું આ ભયંકર જીભવાળો વ્યંતર દેવ બન્યો છું. તમે સૌ આહારની આસક્તિથી ચેતજો.” અહીં દુષિત સાધન બંધન બની ગયું. ભવદેવે સંયમને સાધનાનું સાધન બનાવ્યું હતું જે ગુરઆના વિના અને સમજણ વિનાનું હતું, તેથી સંયમ તજવાની તૈયારીમાં હતા. સાધન દુષિત થવા જઈ રહ્યું હતું. પૂર્વપત્નીએ જાગૃત કરી સંયમમાં સ્થિર કર્યા. બાહુબલીના અહંકારે ધ્યાનસાધનાના સાધનને દુષિત કર્યું. બહેન બ્રાહ્મી અને સુંદરીએ જાગૃત કરી સાધનશુદ્ધિની પ્રેરણા કરી. ભૌતિક સુખ કે વેરભાવ કે બદલો લેવાની ઇચ્છાથી સાધનામાર્ગે આગળ વધતા સાધકનું સાધન જ બંધનમાં પરિણમે છે. આ પરથી આપણે સાધનશુદ્ધિની ૧૪૬
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy