SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન સાધનશુદ્ધિના પ્રયોગવીર દરેક વ્યક્તિને જીવનમાં કંઈ મેળવવાની, કશુંક પામવાની કે કોઈક લક્ષે પહોંચવાની તમન્ના હોય છે. એ ઝંખનાની તૃપ્તિ અર્થે તેની ગતિ અને પુરુષાર્થ સતત હોય છે. આપણું લક્ષ એક હોય, પણ એ લક્ષે પહોંચવાના માર્ગો, રસ્તાઓ એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. આપણું સાધ્ય એક હોય, પણ એ સાધ્યને સાધવા માટેનાં સાધનો અનેક પણ હોઈ શકે. વિવિધ સાધનોમાંથી એકની પસંદગી કરી આપણે લક્ષ પ્રતિ પ્રયાણ કરીએ. આમ જીવનનાં દરેક ક્ષેત્રમાં અને જીવનના પ્રત્યેક તબક્કામાં સાધ્ય પામવા, લક્ષે પહોંચવા સાધન અનિવાર્ય છે. - વ્યાવહારિક અને ભૌતિક જીવન, ધાર્મિક અને અધ્યાત્મ જીવનમાં સાધનની અનિવાર્યતા દેખાઈ આવે છે. યુગપુરુષ શ્રીમદ્જીએ એક પંક્તિમાં કહ્યું છે કે, “સાધન સૌ બંધન થયાં..." સાધન તો સાધ્ય સિદ્ધ કરવા માટે છે, લક્ષે પહોંચવા માટે છે, તો આ સાધન બંધન કેમ બને ? સાધનની ખોટી પસંદગી થઈ હોય, સાધનામાં અશુદ્ધિ હોય તો એ જ સાધન બંધન બની જતું હોય છે. વ્યાવહારિક જગતમાં નિષ્પક્ષ, તટસ્થ, શાણા માણસ અથવા અનુભવી વડીલની સલાહ લઈ વિવેકસહ સાધનની પસંદગી થાય તો તે સાધન દ્વારા સાધ્ય સરળતાથી ૧૪૩ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર પામી શકાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં શાસ્ત્ર સમ્મત, ગુરઆજ્ઞાસહ સાધનની પસંદગી કરવામાં આવે તો લક્ષપ્રાપ્તિ સહજ બને. વ્યવહારિક જીવનમાં આપણને માત્ર બેંક બેલેન્સ વધારવું છે તેવું નથી. સાથેસાથે આપણું લક્ષ પદ અને પ્રતિષ્ઠાની તિજોરી ભરવાનું પણ હોય છે. પદ અને પ્રતિષ્ઠા સાધ્ય કરવા કાવા, દાવા અને પ્રપંચ જેવાં સાધનોનો ઉપયોગ, રાગદ્વેપ અને પરિણામે કર્મબંધન. ધર્મ ક્ષેત્રમાં સાધનશુદ્ધિને કેટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે તે વિચારવું રહ્યું. ઉપાશ્રય, મંદિર, આશ્રમ કે ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીમંડળ ગમે તે ધનવાન વ્યક્તિનું ધન સંસ્થા માટે દાનરૂપે ગ્રહણ કરી અને જો એ વ્યક્તિના વિચારો કે સ્વભાવ બરાબર ન હોય તો તે ટ્રસ્ટીમંડળને સંસ્થામાં પોતાનું ધાર્યું કરાવવા દબાણ લાવશે. પછી તે કાર્ય ધર્મ શાસનના નિયમ વિરદ્ધ પણ હોઈ શકે. અહીં ટ્રસ્ટીના કામની સ્વતંત્રતા પર બંધન આવી જશે અને ધનનું આ સાધન બંધનરૂપ બની જશે. વર્ષો પહેલાં મુનિ શ્રી સંતબાલજીનું ચાતુર્માસ કોલકાતા હતું. એ સમયમાં કોલકાતામાં કાલીમાતાને પ્રસન્ન કરવા પશુબલી દ્વારા પૂજા કરવાનો રિવાજ હતો. બંગાળના ઘણા વિસ્તારોના લોકોને કાલીમાતાની પશુબલી દ્વારા પૂજામાં વિશ્વાસ હતો. સંતબાલજીએ એ વિગત જાણી. જીવદયા તો જૈનોની કુળદેવી છે તેથી જૈન સંતનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે જૈનાના વિવિધ સંઘો અને જીવદયામાં માનનારા અન્ય હિન્દુઓની એક કમિટી બનાવી અને આ અંગે જાગૃતિ લાવી પશુબલીના નિષેધનું આંદોલન કરવા ઠરાવ્યું. આંદોલનની આ પ્રક્રિયા-પ્રચારનો સમગ્ર પ્રાંતનો ખર્ચ એક લાખ થશે એવું નક્કી થયું. એક લાખ રૂપિયા તે સમયમાં ખૂબ જ મોટી રકમ ગણાય. બીજે દિવસે બે ભાઈઓ મુનિશ્રી પાસે આવ્યા ને કહ્યું કે, એક વેપારી આંદોલન-પ્રચાર વગેરેનો પૂર્ણ ખર્ચ રૂપિયા એક લાખ દાનમાં આપવા તૈયાર છે. આપણે પ્રથમ સભામાં તેનું સન્માન કરવાનું રહેશે. મુનિશ્રીએ જણાવ્યું કે એ વેપારીનો મને પરિચય આપો અને તેને શેનો વેપાર છે તે મને કહો, તો તે ભાઈઓએ જણાવ્યું કે તે મટન-ટેલોનો વેપારી છે અને પાડોશી દેશો દ્વારા માંસની છૂપી નિર્યાત દ્વારા ખૂબ ધન કમાય છે. | મુનિશ્રીએ કહ્યું કે, આવા ધનનું દાન આપણે સ્વીકારી ન શકીએ. અનૈતિક માર્ગે આવેલ ધનનો આપણે આ કાર્યમાં ઉપયોગ કરીએ તો આપણે સફળ તો ન જ
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy