SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન ૨૦ સૂક્ષ્મતા આત્મમાર્ગની દ્યોતક અધ્યાત્મ સાધનામાં આગળ વધવા માટે આપણે પ્રાર્થના કરવાની છે કે, હે પ્રભુ! મારી કાયાની સ્થિરતા અને મનની એકાગ્રતામાં મને સહાય કરજો. અનુભવીજન કહે છે કે, જ્યાં સુધી શરીર સ્થિર અને મન એકાગ્ર ન થાય ત્યાં સુધી અધ્યાત્મ પરિપક્વતાના માર્ગે પ્રગતિ થઈ શકતી નથી. એક મિત્ર રસ્તામાં મળી ગયા. એમણે પૂર્ણ“હમણાં ખાસ્સા સમયથી દેખાતા નથી? પેલા તો તમારા પ્રમુખસ્થાને વર્ષમાં બે-ત્રણ પ્રવચનમાળા થતી. હવે તો એ વ્યાખ્યાનમાળામાં પણ તમે દેખાતા નથી.” "દોસ્ત, પ્રમુખસ્થાન ઘણાં વર્ષ નિભાવ્યું. ગુરુકૃપાએ હવે અંતર્મુખ થવાના ભાવ જાગ્યા છે." એમના આ જવાબે મારામાં ચિંતનની ચિનગારી ચાંપી દીધી. અનંત સંસારના આ પરિભ્રમણને કારણે આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. ઇન્દ્રિયો અને મનમાં નિરંતર ઊઠતી અનેકવિધ વૃત્તિઓ ઉછાળા માર્યા કરે છે. મન અને ઇન્દ્રિયો સતત બાહ્ય વિષયોમાં ભટકે છે. આ ઉછાળા શાંત પડે તો અંતર્મુખી થવાય છે. અંતર્મુખતા ચિત્તની એકાગ્રતા અને શુદ્ધિમાં મદદ કરે છે. અશાંત મન સ્થળ તરફ, ઇન્દ્રિયો, મુગલ-સ્થળમાં સુખ શોધે છે. શાંત અને એકાગ્ર ચિત્તધારા સૂક્ષ્મ તરફ વહ્યા કરે છે. સૂક્ષ્મતા આત્મમાર્ગની યાત્રાનું એકમાત્ર પ્રયોજન છે. ગિરનારની યાત્રામાં એક સ્થળે ઝીણાબાવાની મઢી છે. જાણવા મળ્યું છે ૮૯ કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર કે એક સાધુબાવા અહીં સાધના કરતા હતા. બીજા એક પ્રદેશથી ગિરનારની યાત્રાએ આવેલ સાધુબાવાના એક સમૂહને જાણવા મળ્યું કે આ સાધુને સિદ્ધિ વિરેલી છે એટલે તેઓ જિજ્ઞાસાથી તે સાધુને મળવા આવ્યા. સાધુસમૂહના મુખીએ પૂછ્યું કે, “આટલાં વર્ષની સાધનાના ફળરૂપે તમને શું સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?” “કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા હું સાધના કરતો નથી. આ સાધના દ્વારા હું આત્માની નજીક પહોંચવાનો પુરુષાર્થ કરું છું અને તે ચાલુ છે, એટલું કહેતા સાધકબાવાનો દેહ નાનો થઈ ગયો. જોતજોતામાં એનું શરીર એટલું ઝીણું થઈ ગયું કે મુખીબાવાના હાથમાં રહેલી ચલમના એક મુખમાં તે પ્રવેશી ગયા અને બીજા મુખમાંથી બહાર નીકળી ગયા અને ક્ષણોમાં તે હતા તેવા જ કદાવર સ્વરૂપના બની ગયા. સાધુબાવાનું વૃંદ સ્તબ્ધ બની ગયું અને તેમણે આ સાધુબાવાને ઉદ્દેશીને હર્ષાવેશમાં એકઅવાજે ‘ઝીણાબાવાની જે' કહી ગિરિ પર્વતના વાયુમંડળમાં ઝીણાબાવાના જયજયકારનો નાદ ગુંજતો કરી દીધો. આપણે જાણતા નથી આ દંતકથા કે ઉપનયકથા હોઈ શકે પરંતુ 'ઝીણા’ થવામાં સૂક્ષ્મતાની વાત અભિપ્રેત છે. બુદ્ધિ સ્થળનો પણ વિચાર કરી શકે. કોઈક વસ્તુની પ્રાપ્તિ માટે બુદ્ધિ વ્યભિચારી પણ બની શકે. અંતર્મુખતા અને ચિત્તની એકાગ્રતા બુદ્ધિનું પ્રજ્ઞામાં પરિણમને કરાવશે. પ્રજ્ઞાની પવિત્રતા સૂક્ષ્મમાં જશે અને તે આત્મમાર્ગની ધોતક બનશે. હે પ્રભુ! મારી ખીચડી કયારે પાકશે? ગુરુ-શિષ્ય એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. સાંજ પડી ગઈ એટલે ગામની સીમમાં મંદિરમાં રાતવાસો કરવા રોકાયા. શિષ્ય મંગાળો માંડ્યો અને ખીચડીનું આંધણ મૂક્યું. મગદાળ-ચોખા (ભાત) નાખ્યાં. શિષ્યને ભૂખ લાગી છે. ખીચડી જલદી થતી નથી. અધીરાઈથી શિષ્ય પૂછે છે, ગુરજી ખીચડી ક્યારે પાકશે ? ગુરુ એક સાખીમાં જવાબ આપે છે - ‘જબ લગી ટીબી ઉષ્ણ, તબ લગી સીઝી નહિ, સીઝી તો તબ ાની યે, નાચત કુદત નાંહિ, (મકા ખોજી ખોજ લે. - સ. ધોળકિયા) સંત મેકણ બે આંતરવૃત્તિઓને ગ્રામ્ય ભાષામાં ખૂબ સુંદર રીતે સમજાવે * ૯૦ -
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy