SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન ૧૫ શ્રીમદ્ રાજચંદ્રજી અને જેને સંતો શ્રી યુગપુરુષ શ્રીમદ્જીનો જન્મ કૃષ્ણભક્ત કુટુંબમાં થયો, પરંતુ જૈનોના પ્રતિક્રમણ સૂત્રમાંનો ક્ષમાનો ભાવ તેમના અંત:તલને સ્પર્શી ગયો અને જૈન દર્શન પ્રતિ રુચિ થઈ. આ રુચિને કારણે જ તેમનાં લખાણોમાં ઠેરઠેર તેમણે મહાવીરધર્મનો મહિમા કર્યો છે, એટલું જ નહિ, તેમણે આત્માનુરાગી વીતરાગ ધર્મને ઉજાગર કરવાનો સમ્યક પુરુષાર્થ કર્યો છે તે એમનાં જીવન-કવનનાં દર્શનમાં પ્રતીત થયા વિના રહેતું નથી. એ જ કારણે આત્મધર્મમાં માનનારા ઘણા મુમુક્ષો સાધુચિરત ગૃહસ્થો અને મુનિઓ એ કાળમાં શ્રીમદ્જી પ્રત્યે આકર્ષાયા હતા. તેમાં લલ્લુજી મહારાજ, મુનિ શ્રી દેવકરણજી, ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી પોપટલાલ, શ્રી અંબાલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી કૃષ્ણદાસ, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી પ્રાણજીવનદાસ વગેરે. ત્યાર પછી પણ જૈન સંતો અને સાધુચરિત પુરુષોને શ્રીમદ્જી પ્રતિ સતત આકર્ષણ રહ્યું. વર્તમાને કેટલાંક જૈન સંત-સતીઓ અને સાધુચરિત ગૃહસ્થો, વિદ્વાનો અને મુમુક્ષો શ્રીમદ્જીને પૂજ્યભાવે જુએ છે, એટલું જ નહીં, તેમને માટે શ્રીમદ્ રાજચંદ્રજીનું પાવન જીવન-કવન સંશોધનનો વિષય બની ગયાં છે. તેમનું આ સંશોધન સ્વ-પર માટે કલ્યાણકારી બની ગયું. મુનિ શ્રી સંતબાલજીના અંતેવાસી સંતસાથી દુલેરાય માટલિયાએ નોંધ્યું છે કે, જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી અને પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ એ નામથી જોઈએ તો ત્રણ અલગઅલગ વિભૂતિઓ હતી, પરંતુ એ ત્રણેનાં જન્મ અને કાર્ય એક જ મિશન (હેતુ) માટે હતાં. નામથી ભલે ત્રણ ગણાય, પણ અનેકાંતવાદ, સત્ય, અહિંસા અને અપરિગ્રહનું તેમનું મિશન એક હતું. શ્રીમદ્રજીનું મિશન - “યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અરશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે. સત્યધર્મથી જ સાચું સ્વ પર શ્રેય એકીસાથે સાધી શકાય, સર્વસંગ પરિત્યાગી જૈન નિગ્રંથ મુનિ બનીને પોતાના દેથી સત્યધર્મનો ઉદ્ધાર કરવાના હતા, પરંતુ તે કાળ પહેલાં જ તેમનું અવસાન થયું. આખા જગતના ઉદ્ધાર માટે તેઓ મુનિપણું ઇચ્છતા હતા. એક પ્રસંગે તેમણે મુનિ દેવકરણ સાથેના વાર્તાલાપમાં કહેલ કે મુનિનું જીવન જગહિતાર્થે છે. શ્રીમદ્જી આખાય જગતમાં સત્ય, અહિંસા કે દયા અને અપરિગ્રહના ગુણોને જગતમાં પ્રતિષ્ઠિત કરવા માગતા હતા. એમના અવસાન પછી આ કામ પ્રત્યક્ષ વ્યવહારમાં ગાંધીજીએ ઉપાડી લીધું શ્રીમજીની કાર્યવાહીને ધર્મની વ્યાસપીઠ પર આગળ ધપાવવાનું પાત્ર કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ બને છે જે ગુજરાત દ્વારા ભારતની ધર્મવ્યાસપીઠ પર અજોડ કાર્ય કરી જાય છે. તેઓ શ્રીમજીની વાડાબંધીવિરોધી હિલચાલના અને માનવતાના સફળ પુરસ્કર્તા બને છે. સંવત ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજના અંજાર ગામે થનાર પોતાની સાધુ દીક્ષા માટે એ દીક્ષાર્થી જતા હતા ત્યારે એમને મોરબીમાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં દર્શન થયાં હતાં. ‘સંતશિષ્યની જીવનસરિતા' પુસ્કતના પૃષ્ઠ નંબર ૪૩ પર આ પ્રસંગાલેખનમાં આ રીતે નોંધાયું છે કે, ‘નાગરદાસભાઈ (નાનચંદ્રજી મહારાજ સાહેબ)ના હૃદયમાં શ્રીમદ્ માટે સદ્ભાવભર્યો સુવિચારણાનો ચમકારો જાગી ઊઠ્યો અને પોતાના સર્વસંગ ત્યાગના ભાવિજીવન માટે અમીટ છાપ મૂકી ગયો.” - મહાત્મા ગાંધીજીની રાજનીતિની કાર્યવાહી અને નાનચંદ્રજીની ધર્મ-નીતિની કાર્યવાહી આ બન્ને પાત્રની કાર્યવાહી પુનઃ પુનઃ વિચારણીય બની રહે છે, કારણકે શ્રીમદ્ રાજચંદ્ર પોતાના દેહે સત્યધર્મનો ઉદ્ધાર જગત જીવો પ્રત્યેના પરમકારુણ્યમય ભાવથી અને સદ્ધર્મની ભક્તિથી ઇચ્છતા હતા. પૂ. સંતબાલજીના ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે એમના આગમજ્ઞાન અને સ્વાનુભવથી સ્પષ્ટ જોયું કે ભગવાન મહાવીરની આજ્ઞાનો નિશ્ચય પરમાર્થ કે તાત્ત્વિક
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy