SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર ‘આગારેહિં’ ને બદલે ‘આગોરેહિં’, ‘સંતાણા’ ને બદલે ‘સંતાણાં’, ‘સયં સંબુધ્ધાણં’ ને બદલે ‘સયં સંબુધ્ધાણું’. એ જ રીતે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજયસ્વામીનો મોક્ષ ચંપાપુરીમાં થયો છે, પરંતુ તેમના વિશેની માહિતી ખોલતા મોક્ષના સ્થળ તરીકે શિખરજી લખ્યું છે અને અંદર વિસ્તારથી વાંચતા ચંપાપુરી લખેલ છે. આમ, મહત્ત્વની બાબત એ પ્રમાણભૂતતા છે. રજૂ થયેલાં મંત્રો, વિચારો કે કથનોની પ્રમાણભૂતતા ચકાસવામાં આવતી નથી. પરિણામે ઘણી અધકચરી માહિતી મળે છે. બીજો પ્રશ્ન સાંપ્રદાયિકતાનો છે. જો મૂળ ધર્મને બદલે સાંપ્રદાયિકતાનો પ્રચાર થાય તો મૂલ્યોનું શિક્ષણ ન મળે. જૈન ધર્મની ઘણી માહિતી નેટ પર ઉપલબ્ધ છે. મહારાજસાહેબોનાં પ્રવચનો, સ્તવનો આવે છે, પણ કોઈ ગંભીર ચર્ચા જોવા મળતી નથી. સાંપ્રત પ્રશ્નોની ચર્ચા થાય તો ઘણી સમસ્યાઓનો ઉકેલ મળે. જૈન ધર્મના શિક્ષણ માટે સ્પષ્ટ રૂપરેખા પડવી જોઈએ અને ક્વીઝ, ચિત્રો, ગ્રાફ વગેરે જેવાં સાધનો દ્વારા તેને અમલમાં મૂકી શકાય. એના સમાજને શિક્ષિત કરી શકાય. ખરેખર તો આપણે એ જાણવું જોઈએ કે ઈન્ટરનેટ પર કઈ માહિતી છે ? તે માહિતી કોણ મૂકે છે અને તેનો હેતુ શો છે ? કેટલા લોકો અને કયા પ્રકારના લોકો આનો ઉપયોગ કરે છે ? કેટલા સમયના અંતરે અને કયા માધ્યમનો ઉપયોગ કરે છે ? સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધાનો ઉપયોગ કરનારા પર શું અસર થાય છે, એ જાણવું મુશ્કેલ છે. ઈન્ટરનેટ પર આ બધી વેબસાઈટ અને યૂ-ટ્યૂબ પર મૂકવામાં આવતા વીડિયોમાં વાંધો નથી, કારણ કે એમાં ઉચ્ચારશુદ્ધિ અને ભાષા જળવાય છે. - ૧૨૪ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન સ્તવનો, આરતી, મંગલ દીવો આજે તમને યૂ-ટ્યૂબ પર મળે છે. અશક્ત વ્યક્તિ, વૃદ્ધો કે આંખની તકલીફવાળા માટે આશીર્વાદરૂપ છે, પરંતુ તેના પર મુકાતા લિખિત શબ્દ માટે ચોકસાઈ જરૂરી છે. આવા ઘણાં નકારાત્મક પાસાં હોવા છતાં આ માધ્યમ અનેક ક્ષમતાઓ ધરાવે છે તે વાત નિઃશંક છે. એ ક્ષમતાઓનો વિકાસ સાધીને જુદી જુદી દિશાઓમાં ઉડ્ડયન કરવાનું છે. (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પ્રીતિબેને ‘સમૂહ માધ્યમોના વિકાસ' વિષય પર પી.એચ.ડી. કરેલ છે. ગુજરાત સમાચારમાં તેમની લોકપ્રિય કોલમ પ્રગટ થાય છે. તેઓ ગુજરાત વિશ્વકોશ સાથે જોડાયેલા છે.) ૧૨૫
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy