________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર આસપાસ કે સાંજે ૬.૩૦ ની આસપાસનો સમય મળે. આવી પરિસ્થિતિને કારણે કોઈ રાગ કે સંગીતનો ખ્યાલ ન હોય એવા ગાયકોનાં ભજન તમારે સાંભળવા પડે છે. કેટલાક થોડુંક ધાર્મિક વ્યાખ્યાન કરીને પછી પોતાની સેવાભાવી પ્રવૃત્તિનાં ગુણગાન દર્શાવીને દર્શકો પાસે સેવાકાર્ય માટે ફંડફાળાની માગણી કરતા હોય છે. ક્યારેક વ્યાસપીઠ પરથી ધાર્મિક વ્યાખ્યાન પ્રસારિત થતું હોય છે. અને નીચે કોઈ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનનું વિજ્ઞાપન હોય છે. કોઈ સ્વામીજીની પાટ પર કે આગળ મૂકેલા ટેબલ પર જ આ વિજ્ઞાપન લટકતું હોય છે. સાથોસાથ પશ્ચાદભૂમાં પણ એ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનની મોટી જાહેરખબર ચમકતી હોય છે. આનું પરિણામ એ આવ્યું છે કે ઘણી ધાર્મિક ચૅનલો ચાલતી હોવા છતાં એ ધર્મસંસ્કારો આપવામાં ઓછી પ્રભાવક બની રહી છે.
આત્મસાધનામાં ડૂબેલી કે ધર્મશાસ્ત્રોનું ગહન જ્ઞાન ધરાવતી વ્યક્તિની વાત આ ચૅનલ પરથી પ્રસારિત થવી જોઈએ. વળી ચૅનલ પર રજૂ થતું સીધેસીધું ઉપદેશાત્મક પ્રવચન દર્શકની કોઈ જિજ્ઞાસાને સંતોષતું નથી. ક્યારેક તો એ સાવ કંટાળાજનક લાગે છે. એમાં વળી સંતોનું થતું સન્માન કે સંતો દ્વારા થતું સન્માન દર્શકોને માટે કશા કામનું હોતું નથી. એ સંસાર છોડીને આવી હોવાથી એને પોતાના પ્રભાવ કે પ્રતિષ્ઠા વધારવાનો કોઈ ધખારો હોતો નથી. કહેવાયું છે કે, “સંત સ્વભાવ વ્યક્ત કરે અને સંસારી પ્રભાવ વ્યક્ત કરે.’ પરંતુ આ ધાર્મિક ચેનલોમાં સંતો ખુદ માયાનો ત્યાગ કરવાનું કહે છે અને છતાં પ્રસિદ્ધિનો ત્યાગ કરી શકતા નથી.
આમ, ધાર્મિક ચૅનલમાં આર્થિક કારણોસર પણ સારા કાર્યક્રમો આપી શકાતા નથી. ચૅનલ ચલાવવા માટે એણે મૌલિક કાર્યક્રમોનું નિર્માણ કરવું પડે, પરંતુ એટલી નાણાંકીય સધ્ધરતા એની પાસે નથી. આથી ઘણી વાર અગાઉ
જૈનદર્શનમાં કેળવણી વિચાર થયેલા કાર્યક્રમોની ઉપલબ્ધ વીડિયો લઈને પણ આ ચૅનલોમાં દર્શાવવા આવે છે. ક્યારેક તો કોઈ ઘરમાં થતો નાનો ઉત્સવ હોય તો પણ “રાષ્ટ્રીય’ અને ધાર્મિક' દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે !
આવી ધાર્મિક ચેનલ ચલાવનારાઓને આર્થિક પીઠબળ પૂરું પાડવાની જવાબદારી ધાર્મિક સંસ્થાઓએ લેવી જોઈએ. જે સંસ્થાઓ આજે ધર્મના સંસ્કારોની વાત કરે છે અને ધર્મ-સંસ્કારોના પ્રભાવ માટે પ્રયત્ન કરે છે એવી સંસ્થાઓએ આવી ચૅનલોને મૌલિક કાર્યક્રમો માટે આર્થિક સહયોગ આપીને ઉત્તેજન આપવું જોઈએ. આવા કાર્યક્રમો દર્શાવીને જ પ્રજામાં ધર્મતત્ત્વની સાચી જિજ્ઞાસા જગાડી શકાય.
ટેલિવિઝન પર આવતાં પ્રવચનોથી કેટલોક લાભ જરૂર થાય છે. વહેલી સવારે જેઓને ધાર્મિક વ્યાખ્યાન સાંભળવાં હોય છે તેઓને આવાં વ્યાખ્યાન સાંભળવા મળે છે. ધાર્મિક ઉત્સવોમાં જાતે સામેલ નહીં થઈ શકનારાને પણ ટેલિવિઝન દ્વારા એનો અનુભવ પામવા મળે છે. એ જ રીતે કેટલાક જ્ઞાની સંતોની વાણી પણ સહુને ઉપલબ્ધ થાય છે. પૂ. મોરારિબાપુ, આચાર્ય મહાપ્રજ્ઞ, શ્રીશ્રી રવિશંકર, પૂ. નમ્રમુનિજી મહારાજ, આ. રત્નસુંદરવિજયજી, પૂ. રાકેશભાઈ ઝવેરી જેવાનાં પ્રવચનો કે રામદેવ બાબાનાં યોગાસનોનો લાભ મળે છે. ધાર્મિક ચેનલોનું આ જમાપાસું છે.
ટેકનોલોજીના ઘણા બધા લાભની વચ્ચે મૂળભૂત પ્રશ્ન માહિતીની પ્રમાણભૂતતાનો છે. ઈન્ટરનેટ પર મળતાં ‘સામાયિક સૂત્ર’ ના પુસ્તકમાં તેના ગુજરાતી અર્થ સાથે અંગ્રેજીમાં પણ એનો અર્થ સમજાવવામાં આવ્યો છે તેથી આજની પેઢી તેનો અર્થ તો સમજશે, પણ મૂળ પાઠમાં ઘણી ભૂલો રહેલી છે. એમાંથી બે-ત્રણ જોઈએ.
- ૧૨૨ -
૧૨૩