SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનધર્મને શિક્ષણમાં તેનું અવગાહન સુધાબહેન ખંઢેરિયા ધાર્મિક શિક્ષણ જરૂરી છે; પણ પુસ્તકો કે વાંચન દ્વારા શક્ય નથી. શિક્ષકો ધાર્મિક જીવન જીવીને જ શિક્ષણ આપી શકે. ધાર્મિક શિક્ષણ એટલે સંપ્રદાયનું શિક્ષણ નહિ, ધર્મમય જીવન જેમાં જીવનના મૂળભૂત પાયાના સિદ્ધાંતો જ સર્વકાલીન છે, તેનો જીવનમાં વિનિયોગ કરવો તે. જ્યાં સુધી ધર્મમય જીવન ન હોય, વાણી-વર્તન તન-મન આત્મા દ્વારા સુસંગત ન હોય તેવા જીવનનો પ્રભાવ પડે. શિક્ષક શિખવે જુદું, માને જુદું, બોલે જુદું ને વર્તનમાં જુદું વલણ હોય તે માત્ર વાણીનો બગાડ જ છે, તો પ્રભાવક ન બને. માનવજાતિના વિકાસમાં બધાં ધર્મોએ દરેક સમયે સમયે ફાળો આપ્યો છે તેથી મારો ધર્મ શ્રેષ્ઠ, અન્ય ઉતરતા’ તેવો ભાવ ઉપયોગી થતો નથી અને ધર્મ સમભાવમાંથી સહિષ્ણુતા પ્રગટે છે. કારણ કે પ્રેમ, કરુણા, માનવતા, સત્ય, સંયમ, નેકી જેવાં પાયાના સનાતન સત્યોનો બધાં જ ધર્મમાં સ્વીકાર છે. માત્ર દરેક ધર્મ કોઈ એક વસ્તુ પર વધુ પ્રાધાન્ય આપે છે, કોઈ બીજા ઉ૫૨. આ વસ્તુ સમજાવી પડશે. શિક્ષણનો હેતુ વાંચન, ગણન, લેખન અને મનન જ માત્ર નથી, શિક્ષણ તો કેળવણી છે કે જેમાં વર્તન દ્વારા વ્યક્તિનું પરિવર્તન કરવાનું છે. એવી વ્યક્તિ જ સમભાવી, સહિષ્ણુ, સત્યપંથી અને સંયમિત જીવન જીવી શકે એટલે કે ઉત્ક્રાંતિ દ્વારા જેમ મનુષ્યમાંથી પશુત્વ ઘટતું ગયું ને * જૈનદર્શનમાં કેળવણી વિચાર માનવી અને આજના પૂર્ણમાનવમાં રૂપાંતર થતું ગયું. તેવી જ શિક્ષણ દ્વારા તેની બુદ્ધિને સતેજ કરવી, સમજણ કેળવે અને જે શીખે તે જીવનમાં આચરે તે મૂળભૂત શિક્ષણનું કાર્ય છે. એક સામાન્ય બાળકમાંથી ક્રમશઃ પરિપક્વ બુદ્ધિમાન, સશક્ત ને સંસ્કૃત માણસનું સર્જન શિક્ષણનું કર્તવ્ય છે. મૂળભૂત હેતુ ચારિત્ર્યનિર્માણ કરવું ને સરિત્રવાન વ્યક્તિની સમાજને, રાષ્ટ્રને અને વિશ્વને ભેટ આપવી એ શિક્ષણનું મહત્ત્વનું કાર્ય હોવું જોઈએ. શારીરિક, માનસિક, સાંવેગિક ને આધ્યાત્મિક રીતે તેને સુયોજિત વિકાસ કરવો જેથી એક સમતોલ વ્યક્તિ બની શકે. દરેક વસ્તુને જુએ, સાંભળે, પરખે અને તેને અપનાવે તેવી તાલીમ શિક્ષણ આપે છે. બીજી રીતે તેને શીખવાની પ્રક્રિયા શીખવાડે છે. આજનું વાતાવરણ જુદું છે. માત્ર ધનોપાર્જન સુખ-સગવડો ને પદપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની કેળવણી થઈ રહી છે. સ્પર્ધા, હુંસાતુંસી, નિજસ્વાર્થ યેન કેન પ્રકારે લક્ષ્ય હાંસલ કરવું તે હોશિયારી ગણાય છે. પરિણામે વ્યક્તિમાં ખામી, ઊણપ રહે છે. એક અધૂરા, વિરોધી માણસનું સર્જન થાય છે; જે કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ માટે નકારાત્મક બની રહે છે. આક્રમકતા, તનાવ, અશાંતિ સ્વાભાવિક બને છે. જે છે તે સાંપ્રત સમાજમાં બધા સમજે છે, પરંતુ ઉપાય મળતો નથી. SYSTEM બદલી શકાતી નથી. બહારથી કરેલા કાનૂનો, પ્રતિબંધો, નિયમો, આકર્ષક પ્રભાવક લાલચ કે ઈનામ પણ અસરકારક નથી બની શકતા કારણ કે જેમ ઈમારતમાં પાયાની મજબૂતાઈ જ ઈમારતને જાળવે છે તેમ જીવનના પાયાના મૂલ્યો શિક્ષણ ૫
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy