SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર છે. સદ્વ્યવહાર અને સવૃત્તિ જન્માવવાનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં શિક્ષકો દ્વારા જીવનની સાચી દિશા પ્રાપ્ત થાય છે અને દેશનું જ્ઞાન થાય છે. દેશ-સમાજ-કુટુંબ અને પરિવાર પ્રત્યે પ્રેમભાવના જાગવાના પાઠ ભણવા મળે છે. માનવતા, સહનશીલતા અને સંવેદનશીલતાનું ભાન પાઠશાળા કરાવે છે. પરાધીનતા, પરવશતા અને ભયભીતતાથી મુક્ત કરાવતો સદાચાર એ પાઠશાળાની કેળવણીનો પ્રાણ છે; પ્રાપ્તિ છે. સ્વસ્થ મનસ્થિતિ અને પ્રસન્નતા ધારણ કરવાની ચાવીઓ પાઠશાળાના માધ્યમથી જ પ્રાપ્ત થાય છે. યોગ્ય રીતે સંપત્તિનું સર્જન અને સંપત્તિ દ્વારા સુકૃત કાર્યોનું જ્ઞાન પાઠશાળામાં જ કેળવણીથી પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં કેળવણી પ્રાપ્ત કરવાથી સત્કાર્યો અને પુણ્યધર્મના ભાવો અનાયસે જ પ્રાપ્ત થાય છે. સંસ્કારિતા, શાલીનતા, સુંદરતા અને સદાચારિતાના ભાવોનું આરોપણ પાઠશાળામાં જ થાય છે. પાઠશાળામાં કેળવણી મેળવેલ બાળક-બાલિકાનું વિધર્મી પ્રત્યેનું ખેંચાણ કે આકર્ષણ નહીંવત્ હોય છે; ‘લપસી જવાનું જોખમ' ઘટી જાય છે. પોતાના શાસનનો વૈભવ જોયો હોય તે અન્યોથી આકર્ષાય નહીં તે સ્વાભાવિક છે. સદ્ગુણો, સુબુદ્ધિ અને સાચા નિર્ણયો લેવાનું સામર્થ્ય પાઠશાળામાં ભણવાથી પ્રાપ્ત થાય છે. નિરર્થક વહી જતાં સમય, શક્તિ અને સંપત્તિ બચાવવાનું જ્ઞાન પાઠશાળામાંથી પ્રાપ્ત થાય છે. સાચી સ્વાધીનતા આત્મ સન્માન અને સ્વતંત્રતાના પાઠ પાઠશાળામાંથી શીખવા મળે છે. જૈન ધર્મ દર્શનની સંસ્કૃતિ, ઈતિહાસ, ગૌરવ અને મહત્તા વિષયે પાઠશાળામાંથી જ્ઞાન મળે છે. જડ પ્રત્યેનો રાગ અને ચેતન પ્રત્યેનો દ્વેષ મિથ્યાત્વ છે તે જ્ઞાન સર્વ પ્રથમ પાઠશાળામાંથી જ પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં જવાથી અજ્ઞાનતા, મૂર્ખતા, જડતા, દુરાગ્રહાદિ દોષોનું નિવારણ થાય છે અને સદ્ગુણો પ્રગટે છે. જૈનદર્શનમાં કેળવણીનો જૈનદર્શનમાં કેળવણી વિચાર વિચાર કરવાથી, પાઠશાળાના માધ્યમથી જ્ઞાન ઉપાસના, ધ્યાન ક્રિયા, તપગુણ અને ત્યાગભરી સાત્ત્વિક વૃત્તિઓ જાગૃત થાય છે. પાઠશાળામાં જવાથી અધ્યાત્મનો આસ્વાદ અને આત્મજ્ઞાનની ભૂખ જાગે છે; અંતરની નિર્મળતા અને ચિત્તની વિશુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પાઠશાળામાં જ્ઞાનદશા, યોગદશા અને ભાવદશાનો બોધ અપાય છે. પાઠશાળાનું જ્ઞાન સર્વકર્મબંધનના આવરણોથી મુક્ત થવાની બુદ્ધિ જગાડે છે; વિરતિભાવમાં વૃદ્ધિનું કારણ બને છે. પાઠશાળામાં પ્રાપ્ત થયેલ મિત્રસંબંધો આજીવન કલ્યાણમિત્રો બની રહે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજા માટે અનુકંપિત રહે છે. આ સર્વે અનુભૂતિ થયેલ બાબતો છે. માનવીય જીવનની શ્રેષ્ઠ શિલ્પશાળા એટલે જૈનધર્મદર્શનમાં કેળવણી વિચારનો પાયાનો આધારસ્તંભ એવી પાઠશાળા. અનેક પૂર્વાચાર્યો અને શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકા અને અનેક સાધુ-સાધ્વી ભગવંતોના હૃદયમાં વિરતિ-પ્રવજ્યા ધારણા કરવાના ભાવોની જન્મભૂમિ એટલે પાઠશાળા. (ભાવનગર સ્થિત ચેતનભાઈ જૈન દર્શનના અભ્યાસુ છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં અવાર નવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે. ભાવનગર જૈન આત્માનંદ સભા ગ્રંથાલયના સંચાલન સાથે સંકળાયેલા છે.) ૮૩
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy