________________
% E
6
E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@
@
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
જૂનાગઢની બજારોમાં ફરતો ફરતો સભામંડપમાં આવ્યો. વૈરાગી અંબાડી પરથી ઊતર્યા. વડીલ બંધુએ તેડી સ્ટેજ પર બેસાડ્યો ને મા-બાપની આંખમાં અનરાધાર આંસુ છે ત્યારે ભાઈ રતિલાલની આંખમાં સંયમ ભાવનો ઘૂઘવાતો સાગર છે. અલંકારો ઉતારી વેશ પરિવર્તન કરી રતિલાલ બધા વચ્ચે આવ્યો ને ‘કરેમિ ભંતે'ના પાઠનું ઉચ્ચારણ થયું ત્યારે પૂરો રૈયાણી પરિવાર રડી રહ્યો હતો. થયું કે બસ દીકરો હવે હાથથી ગયો. હવે રતિલાલ ભાઈમાંથી પૂ. રતિલાલજી મહારાજ બની ગયા.
રતિલાલજી મહારાજ સાહેબ હવે ગુરુકુળવાસમાં રહેતા. જ્ઞાનાર્જન કરવા લાગ્યા. ગુરઆજ્ઞા એ જ તપ અને ગુરૂઆશા એ જ ધર્મ માની સંયમ જીવન વ્યતીત થવા લાગ્યું. નવદિક્ષિત મુનિરાજ ગુની આજ્ઞાને જ સર્વસ્વ માનીને સંમય તપ સાધનાનો પ્રારંભ કરવો છે તેવું ઇચ્છતા હતા. તેથી એક દિવસ ગુરુ સમક્ષ પોતાના ભાવો પ્રગટ કર્યા કે હે ગુરુદેવ ! આપની આજ્ઞા હોય તો માત્ર શાસ્ત્ર સ્વાધ્યાયના લક્ષે મૌન તથા તપ સાધના કરવાની ઇચ્છા છે. નવદિક્ષિત પઢને મેં લગ જાય તેવું દરેક ગુર ઇચ્છતા હોય છે. ગુરુમાણે આજ્ઞા આપી ને દીક્ષાના બીજા વર્ષથી મુનિરાજ મૌન સાથે શાસ્ત્રાભ્યાસમાં તલ્લીન બની ગયા.
એકાંતમાં બેસી શાસ્ત્ર કંઠસ્થ કરવા લાગ્યા. પાઠ દેવા ને લેવા પૂરતું જ ગુરુ સાથે બોલવું તે સિવાય મૌન લોક-સંસર્ગથી દૂર રહેવાની દષ્ટિએ વિહારમાં ક્યાંક એકાંત ન મળે તો દિવાલ તરફ મોઢું રાખી અભ્યાસરત બની જતા હતા. કોઈને દર્શન કરવાં હોય તો દૂરથી કરે. નજદીક કોઈએ આવવાનું નહીં. આ રીતે એકાંતર ઉપવાસની સાથે અભ્યાસ જેથી અન્ય વિચારોને અવકાશ જ ન હતો. આ રીતે નવ વર્ષ સતત મૌન સાધના સાથે અભ્યાસ ચાલ્યો, જેમાં ૧૯ આગમો કંઠસ્થ ક્યા. કર્મગ્રંથનો અભ્યાસ કર્યા પછી વિશેષ અભ્યાસ માટે મૌનથી મુક્ત બની દિગંબર, શ્વેતાંબરનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કેટલાય ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો જેમાં તર્કશાસ્ત્ર નય, નિક્ષેપ પ્રમાણ મીમાંસા જેવા કઠીન ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત ગ્રામર પણ જાણ્યા. આ રીતે દીક્ષાના પ્રારંભથી અંત સુધી જ્ઞાનોપાસનાની ભાવના બની રહી.
વરસી તપની સાથે સાથે પાણીનો પણ ત્યાગ હતો. ૧૯ વરસનો વરસીતપ અને તેની સાથે પાણીનો ત્યાગ, ઉપવાસ ચૌવિહાર કરે ને પારણાને દિવસે છાશની પરાશ પીવે. તેમાં અઠ્ઠમના ત્રણ અને છઠ્ઠના ત્રણ વરસીતપ કર્યા, એમ ૨૨ (બાવીસ) વરસી તપ ક્ય.
૧૧)