________________
જ્ઞાનધારા
રહ્યો છે. ગુરુના મુખ પર સ્મિત-હાસ્ય છે. સાધુસમુદાય તથા સંઘ આ અલૌકિક દશ્ય મૌન તથા વિસ્મીત ભાવે નિહાળી રહ્યા છે. આમ ને આમ થોડીક ક્ષણો વીતી ગઈ જે મહામૂલી ક્ષણો હતી.
ત્યાં વિરાટ વ્યક્તિત્વના માલિક એ ગુરુ વામનને નાદાન બાળક તરફ ઝૂકે છે અને બે હાથેથી પ્રેમથી ઊભો કરે છે. ગુરુ શિષ્યની આંખો મળે છે. વાત્સલ્યભર્યાં નયનોએ ગુરુ-શિષ્ય વચ્ચે મૈત્રીનો સેતુ રચી દીધો છે. રતિલાલ ગુરુને ભેટી પડે છે. ખભા પર માથું નાખી ગુરુપ્રેમના ઘૂંટ પીવે છે. કેવું છે આ ગુરુ-શિષ્યનું મધુર મિલન.
પ્રાણગુરુએ રતલાલની પ્રતિભાને પારખી લીધી. ઝવેરીએ હીરાને પારખી લીધો. હવે તો અંતરથી અંતર મળી ગયાં છે એટલે બહારના અંતરનું અંતર જણાતું
નથી.
એક વખત ગુરુપ્રાણ રતિલાલને કહે છે, “હે વત્સ ! હું આ ગામમાં લોકો માટે નથી આવ્યો પણ મારા ઋણાનુબંધ છે. તેને પરમ પંથે પ્રયાણ કરાવવા આવ્યો છું.
એક તરફ ઘરમાં રિતલાલના મુખમાં ગુરુપ્રાણ તમે મારા પ્રાણનું રટણ છે તો બીજી તરફ ઉપાશ્રયમાં ગુરુપ્રાણના મનમાં રતિલાલના આત્માનું અવલોકન ચાલુ છે અને જેવી સવાર પડી રિતલાલ કહે છે મા...મા... હું જાઉં છું. બેટા! આટલી વહેલી સવારે ક્યાં જાય છે ? રતિલાલ ! હું મારા ગુરુપ્રાણ પાસે જાછું છું. બેટા ! જા ખુશીથી
..
રતિલાલ : હું કાયમ માટે જાઉં છું. મારે ટેમ્પરરી નથી જવું. ગુરુપ્રાણ વહેલી
સવારે વિહાર કરી ભેંસાણ પહોંચી ગયા.
રતિલાલ ઉપાશ્રયે જાય છે તો ઉપાશ્રય ખાલી જોયો. તેનું મન બેબાકળું થઈ ગયું. પૃછા કરતાં ખબર પડી કે ગુરુદેવ ભેંસાણ ગયા છે. રતિલાલ ભેંસાણ તરફ જવા ઉપડચા. એ તો દોડવા લાગ્યો ને ૧૪ કિ.મી. કાપી નાખ્યા. તે જ્યારે ભેંસાણ પહોંચ્યો ત્યારે ઉપાશ્રય આખો ભરેલો હતો ને પ્રવચન ચાલુ થઈ ગયું હતું.
ગુરુપ્રાણનો સિંહનાદ ગુંજી રહ્યો હતો. ગુરુદર્શનમાં મગ્ન રતિલાલ જોયા કરે છે ને ગુરુપ્રાણે પણ શિષ્યને જોઈ લીધો ને પ્રવચનની ધારા બદલાઈ ગઈ, જે સાંભળી રતિલાલનો વૈરાગ્ય દઢ બની ગયો. હવે તો મજીઠીયો રંગી લાગી ગયો છે. ગુરુપ્રેમ અનુભવ્યા પછી મા-બાપના પ્રેમમાં સ્વાર્થની ગંધ આવે છે. હવે આ સ્વાર્થભર્યા
સંસારમાં એક દિવસ એક યુગ જેવડો લાગે છે. મારે સંસાર જોઇતો જ નથી એવો દૃઢ સંકલ્પ કરી લીધો. રતિલાલનું સંકલ્પબળ બચપણથી જ ઘણું હતું, જે બળ તેઓશ્રીના
e
33333333333
14 de fer 3333333333SISIS છેલ્લા શ્વાસ સુધી રહ્યું. પ્રવચન પછી રતિલાલ ગુરુપ્રાણ પાસે પહોંચે છે. ગુરુપ્રાણે તેની પાત્રતા પિછાણી લીધી છતાં ચકાસણી કરી જોઈ. ગુરુપ્રાણ : અરે તું વાવડીથી અહિંયા....?
રતિલાલ : હા ગુરુદેવ ! આ જ તો મારું સ્થાન છે. ગુરુપ્રાણ : મારી પાસે કેમ ?
રતિલાલ : આપના સિવાય આ જગતમાં મારું કોઈ નથી.
ગુરુપ્રાણની આંખો રતિલાલના ભાવોને સ્વીકાર કરે છે અને એક અમીભરેલી કૃપાદિષ્ટ રિતલાલ પર પડે છે.
ગુરુપ્રાણ વિચારે છે, ચાલો આની પ્રેમદીક્ષા થઈ ગઈ. હવે સંયમ દીક્ષાનાભાવ જાણવા જરૂરી છે.
ગુરુદેવે તે પણ ચકાસી જોયું. સંસાર અને સંયમનાપૂર્વક કહ્યું ગુરુદેવ, આપની આજ્ઞા એ જ મારો સંયમ છે. આપનું સ્મરણ એ જ મારો શ્વાસ ને પ્રાણ છે. આપના ચરણની સેવના એ જ મારું આચરણ છે, એ જ ચારિત્ર છે અને આપનો એક એક શબ્દ મારા માટે બ્રહ્મવચન છે.
રતિલાલના મનોભાવ જાણી ગુરુપ્રાણ તેમને પરમ માર્ગની પ્રેરણા આપે છે અને રતિલાલની મોક્ષયાત્રા શરૂ થઈ જાય છે.
ગુરુદેવ ! હવે શીઘ્રાતીશિઘ્ર મારો સ્વીકાર કરો. મને હવે જલદી સંયમ મંત્ર પ્રદાન કરો. મારું મન પ્રભુવીરના માર્ગે ચાલવા તડપી રહ્યું છે. હવે એક ક્ષણ પણ મારું તન આવેશમાં રહી શકતું નથી. મને આજે જ સંયમ ધર્મમાં સ્થિત કરો. હવે રતિલાલ તલસી રહ્યો છે. તેનો તલસાટ જોઈ ગુરુદેવ દીક્ષાની તૈયારી કરે છે. સૌરાષ્ટ્રના સંઘોમાં વાત ફેલાતાં દરેક સંઘો વિનંતી માટે આવવા લાગ્યા. અંતે પ્રભુ તેમનાથની પાવનભૂમિ ઉચાગઢ ગિરનારની તળેટી ને જૂનાગઢમાં દીક્ષા નક્કી થઈ.
ગુરુપ્રાણ
પાસે પ્રથમ જ દીક્ષા. પટ્ટધર શિષ્ય જેથી સાધુસમુદાય અને જૂનાગઢ શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ હતો. એક રાજકુમારની દીક્ષા થાય તેવો દિવ્ય ને ભવ્ય મહોત્સવ શરૂ થયો.
વિ.સં. ૧૯૮૯માં ફાગણ વદ પાંચમ ને ગુરુવારે શુભ મુહૂર્તો રૈયાણી કુળનો દીપક વૈરાગી રતિલાલે પ્રભુવીરના માર્ગે ક્રૂરતાપૂર્વક પ્રયાણ કરી રહ્યો છે. મહાભિનિષ્ક્રમણ માટે જૂનાગઢ ગામના ઉપાશ્રયને આંગણે હાથી ઝુલવા લાગ્યો. દિવ્ય ને ભવ્ય હાથીની અંબાડી પર રાજકુમારના વેશને પાઘડીથી સુસજ્ય વૈરાગી રતિલાલનો વરઘોડો
૧૦