________________
શ્રી બહષભદેવ પ્રભુની સહજ તપશ્ચર્યા અને આહાર દાનનો મહિમા
- ડૉ. રેખા વોરા (ડૉ. રેખાબહેને ભકતામર સ્તોત્ર પર શોધનિબંધ લખી Ph.D. કરેલ છે. તેમનો ભગવાન ઋષભદેવ પર એક સુંદર ગ્રંથ પ્રગટ થયો છે. એક્યુપ્રસર, ધ્યાન, યોગ વિ. વિષયોમાં ખૂબ જ રસ ધરાવે છે).
આત્મા જ્યારે મોક્ષગતિને પામે છે ત્યારે સિદ્ધશિખર પર બિરાજમાન થાય છે. આ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરવી તે કોઈ આકસ્મિક ઘટના નથી. આ સિદ્ધત્વને પામતા પહેલાં તેમના પૂર્વભવો કેવા હોય છે ? તેમણે કેવી તપ-સાધના કરી હશે ? તે જાણવું પણ આવશ્યક છે, કારણ આત્મા કેવી રીતે અને કયા પ્રકારે ઉર્ધ્વગામી બને છે તે તેમના પૂર્વભવો પરથી જાણી શકાય છે.
અનેક ગ્રંથોએ શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વના બાર ભાવોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીં આપણે તે ભવની વિશેષતા જ જોઈશું. (૧) ધન્ના સાર્થવાહનો પ્રથમ ભવ : આ ભવમાં ધના સાર્થવાહના જીવે સુપાત્રદાન
કર્યું. ફળસ્વરૂપે સમ્યકત્વ પ્રાપ્ત થયું. (૨) ઉત્તર કુરુક્ષેત્રમાં મનુષ્ય એ બીજો ભવ. (૩) સૌધર્મ દેવલોકમાં ત્રીજો ભવ. (૪) મહાબલ વિદ્યાધર તરીકે ચોથો ભવ : પ્રથમ ભવમાં આ જીવ સમ્યકદર્શન
રૂપી આધ્યાત્મિક વિકાસ સુધી જ પહોંચ્યો હતો. તે જીવ આ ભવમાં ચોથા
ગુણ સ્થાનથી આગળ વધી છઠ્ઠા-સાતમા ગુણ સ્થાનકે પહોંચ્યો. (૫) લલિતાગદેવ પાંચમો ભવ. (૬) વાજંઘ છઠ્ઠો ભવ. (૭) યુગલ સાતમો ભવ. (૮) સૌધર્મ ક૯૫માં દેવ તરીકે આઠમો ભવ. (૯) છવાનંદ વૈદ્ય નવમો ભવઃ ચારિત્ર્યધર્મ અંગીકાર કર્યો. (૧૦) અમૃત દેવલોકમાં દસમો ભવ. (૧૧) વજુનાભ અગિયારમો ભવ. આ ભવમાં ચારિત્ર ધર્મ અંગીકાર કરી અરિહંત,
GSSSSSWeet તપ તત્ત્વ વિચાર Beggetteetogetstee
સિદ્ધ, વીસ સ્થાનકોની આરાધના કરી અને તીર્થંકર નામ કર્મ ધારણ કર્યું. (૧૩) સવાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે બારમો ભવ. (૧૩) શ્રી ઋષભદેવ પ્રભુનો અંતિમ ભાવ :
- વર્તમાન ચોવીસીના ત્રીજા આરાના (સુષમ-દુષમ) જ્યારે ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ, ૭ માસ અને ૧૫ દિવસ બાકી હતા ત્યારે જેઠ વદ -૨ના શુભ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સવાર્થસિદ્ધિ વિમાનમાંથી ચવી ધન્ના સાર્થવાહનો (૧૩મો ભવ ઋષભદેવનો) છવ જમ્બુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રની અયોધ્યાનગરીમાં અંતિમ ફુલકર નાભિરાજાની રાણી મરુદેવીની કુક્ષિમાં વન થયું.
- ગર્ભધારણના ૯ મહિના અને ૭ દિવસ બાદ ચૈત્ર વદ-૮ના સુપ્રભાતે સૂર્યોદય સમયે શુભ મુહૂર્તમાં શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ થયો. શ્રી ઋષભદેવ તો જન્મ થતાં જ ત્રણેય લોક પ્રકાશિત થઈ ગયા. ક્ષણમાત્ર માટે નારકી, તિર્યંચ ઈત્યાદિ જીવો પણ શારીરિક-માનસિક પરિતાપમાંથી મુક્ત થઈ ગયા. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. આ પહેલાની ચોવીસીના અંતિમ તીર્થકર શ્રી સંપતિનાથજી પ્રભુના નિર્વાણ બાદ ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ બાદ શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ થયો.
જ્યારે યુગલિયા યુગનો અંત થયો અને સામાજિક યુગનો પ્રારંભ થયો, સમાજના તે આદિમ યુગમાં શ્રી ઋષભદેવ પ્રભુએ જે જૈન ધર્મ અનાદિ હતો પણ જેનો લોપ થઈ ગયો હતો તેને અવસર્પિણી કાળમાં પુનઃ પ્રારંભ કર્યો. સાથે સાથે સંયમધર્મની પણ શરૂઆત કરી.
પ્રથમ રાજા શ્રી ઋષભદેવ કુમાર અવસ્થામાં ૨૦ લાખ પૂર્વ વર્ષ રહ્યા અને ગૃહસ્થ દશામાં ૬૩ લાખ પૂર્વ રહી સમાજ અને રાષ્ટ્રના પ્રથમ સૂત્રધાર તરીકે ન્યાયપૂર્વક રાજ્યનું સંચાલન કર્યું.
શ્રી ઋષભદેવનું આયુષ્ય એક લાખ પૂર્વનું વર્ષ બાકી હતું તેવામાં તેમનો જન્મદિવસ આવ્યો. દિગમ્બર ગ્રંથ હરિવંશપુરાણ, પઉમચરિયું ઇત્યાદિ ગ્રંથ અનુસાર પ્રભુના જન્મોત્સવ નિમિત્તે નૃત્યનાટિકાનું આયોજન થયું. નૃત્યનાટિકા દરમ્યાન નીલાંજના નામની દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સૌધર્મેદ્ર તુરત જ તેના જેવી જ દેવીને ઉપસ્થિત કરી દીધી, પરંતુ પ્રભુ આ બધો ભેદ પારખી ગયા. ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન કરનારું આવું દશ્ય જોતાં પ્રભુ અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન કરવા લાગ્યા. વૈરાગ્યની ભાવના ભાવવામાં લીન થઈ