________________
#SPG #SWEESE%E%6E%66%46%
96%88 એક લોકોત્તર તપસ્વી
- પરમ દાર્શનિક પૂ. જયંતમુનિ - પેટરબાર સૌરાષ્ટ્ર કેસરી પ્રખર પ્રવક્તા ગુરુદેવ પ્રાણલાલજી સ્વામીના પ્રધાન શિષ્ય ઉગ્રતપસ્વી જે ઓ આજે “તપસમ્રાટ”ની પદવી પામ્યા છે તેઓશ્રીની મૌન સાધના તપ આરાધના એક વિશિષ્ટ ચમત્કારી પ્રકરણ બની ગયું છે. જ્યારે તેમના તપસ્વી જીવન ઉપર દષ્ટિ પાત કરીએ ત્યારે તેમની બહમની તપ આરાધના, મૌન સાધના એક અનોખી પ્રતિભા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં થોડા શબ્દોમાં તેમની ઉત્તમ સાધનાને આલેખી લેવી તે સાધારણ કક્ષાનો વિષય નથી, છતાં પણ અમારા અનુભવમાં તેમનું જે સ્પષ્ટ ચિત્ર દષ્ટિગોચર થાય છે અને એક ગુના શિષ્યના નાતે લઘુસાધુભ્રાતા તરીકે અમારા મનદર્પણમાં તેમનું જે પ્રતિબિંબ છે તેને સાથે રાખીને જૈન ધર્મના તપ વિજ્ઞાન માટે યથાસંભવ આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. - જે બહુમુખી ગ્રંથ “તપસમ્રાટ'ને અર્પણ કરવા માટે વિશેષ આયોજન થયું છે, આ ગ્રંથમાં “જૈન તત્ત્વજ્ઞાનમાં તપશ્ચર્યાનું શું સ્થાન છે તે વિશે પણ પ્રકાશ પાડવા માટે સંપાદકની પ્રાર્થના છે. તો “તપસમ્રાટ"ને નજર સામે રાખીને ભગવાન મહાવીરના શાસનમાં તપના કેટલાં પાસાં છે તે “નય'ના આધારે અહીં આપણે તપ ઉપાસનાને ન્યાય આપવા માટે પ્રયાસ કરીશું. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ભગવાન મહાવીરે તપ સંબંધમાં કોઈ આગ્રહ ઉપસ્થિત કર્યો નથી તેમજ ગમે તે રીતે કોઈ તપને અનુસરે તો તે “તપ” વસ્તુત: તપ ન હોવાથી કલ્યાણકર નથી સ્પષ્ટ જણાવ્યું છે. જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે "नो इह लोगठयाह तवमहिठिज्झा, ना पर लोगडियाण तव महिट्रिज्जा, ना कित्ती वन्न सह सिलोगठियाण तण मिहिट्रिज्जा नन्नाथ निज्जर ठियाए तब महिद्विज्जा" અર્થાત્ આ લોકની કામના માટે તપ ન કરે, પરલોકના સુખ ભોગવવા માટે તપ ન કરે. કીર્તિ, સન્માન કે ગ્લાધા-પ્રશંસા માટે તપ ન કરે. ફક્ત તપ કરે તો કેવળ નિર્જરા અર્થે તપ કરે. આટલો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી સમજી શકાય છે કે તપ માટે કોઈ આંધળો આગ્રહ નથી. આ જ રીતે તપના પ્રકારમાં પણ કેળવ અનશન કે ઉપવાસને જ તપ માન્યું નથી, પરંતુ બાર પ્રકારનું તપ બતાવીને
%E%
E6E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ સમસ્ત “વિનય માર્ગ''નો અને “જ્ઞાન આરાધના'નો તપમાં સમાવેશ કર્યો છે. તપનું આ વિસ્તૃત અને વિરાટ સ્વરૂપ એ બતાવે છે કે - સાધના કેવળ અનશનથી કે ઉપવાસથી નહીં, પરંતુ બધા પ્રકારના વિકારોને રોકવા તે તપસ્યાનું મુખ્ય લક્ષ છે. “છા વિરોઇeતુ તા: ' મોક્ષશાસ્ત્ર અને બીજા આધ્યાત્મિક ગ્રંથોમાં “ઇચ્છાનો નિરોધ કરવો" તૃષ્ણાને સંકુચિત કરવી. કામનાઓને નિર્બળ કરીને તેનો વિચ્છેદ કરવો તે બધો “તપમાર્ગ' છે.
નિરોધની વિશેષ વ્યાખ્યા : “નિરોધ"નો અર્થ સમજવા જેવો છે. ‘‘ઇચ્છાને રોકવાની નથી પરંતુ તેનું સમીકરણ કરવાનું છે. “રોધ” એટલે અટકાવી દેવું. જ્યારે “નિરોધ'' એટલે વ્યવસ્થિત કરવું. નદીના પ્રવાહને રોકવાથી તો તે વિનાશનું કારણ બની શકે છે, પરંતુ જે નદી બને તટ ઉપર બંને કિનારાની આજુબાજુ નુકસાન કરતી હોય તે નદીના કિનારાને બાંધીને પ્રવાહનનો વ્યવસ્થિત ગમન થાય અથત યોગ્ય રીતે પ્રવાહીત થાય તે “નિરોધ' છે. એ જ રીતે ઇચ્છાઓ ભટકતી હોય અને મન ફાવે તે રીતે અયોગ્ય ઇચ્છા ઉત્પન્ન થતી હોય તો તે ઇચ્છાઓને રોકીને નિયમત: યોગ્ય ઇચ્છા હિતકારી રીતે પ્રર્વતમાન થાય તને ઇચ્છાનો નિરોધ છે. ઇચ્છાને નિયંત્રિત કરવી. નિયમાનુસાર ઇચ્છાનો ઉદ્દભવ થાય. ઇચ્છાને આધીન આત્મા ન થાય, પરંતુ આત્માને આધીન ઇચ્છા રહે. તે ઇચ્છાનો નિરોધ છે. અને આવા - આ પ્રમાણેની ઇચ્છા નિરોધને “તપ” કહેવામાં આવે છે. યોગ શાસ્ત્રમાં પણ ‘‘નિવૃત્તિ નિરોધાવંતુ થો:” એમ કહેવામાં આવ્યું છે. અહીં પણ ચિત્તવૃત્તિનું સમીકરણ કરી યોગ્ય રીતે ચિત્તવૃત્તિ આત્માનુગામી બને તેને "યોગ" કહે છે. આ યોગ પણ એક પ્રકારનું “તપ” છે. અસ્તુ - આટલી વ્યાખ્યા પછી જૈન શાસ્ત્રોમાં તપશ્ચર્યા સંબંધી જે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે તેનું જ ચિંતન કરવામાં આવે તો સમજાય છે કે, આખો “તપ માર્ગ" એક પ્રકારની પરિદ્ધિ છે. અશુદ્ધ સંસ્કારો, અશુભ કર્મના ઉદયમાન પરિણામો અને જીવાત્માની કપાય સાથે જે વળગણા છે તે બધામાંથી ક્રમશ: જીવને મુક્ત કરતાં કરતાં પરમ પરિશુદ્ધિ તરફ લઈ જાય તે યોગ્ય “તૃષ્ણા' પરિધાન તથા શૃંગાર પ્રત્યેની આસક્તિ. જે પ્રાપ્ત છે તેમાં મમતા અને અપ્રાપ્ત છે તેની તૃષ્ણા. આમ આસક્તિ અને તૃષ્ણાની વચ્ચે અનેક ઇચ્છાઓને આધીન થયેલો જીવ જેમ
જ ૨૩)