________________
333333333333138888888888ses વિકાસ થાય ને બીજો ગુણ અલ્પ પ્રમાણમાં જ ખીલ્યો હોય તો ઉચ્ચત્તમ સ્થિતિમાં પહોંચી શકાય નહીં, તેમ જરૂર કહી શકાય કે સાચું જ્ઞાન તો એ જ કે જેમાંથી ચારિત્ર આપોઆપ પ્રગટે અને તે શ્રદ્ધાથી ભીનું પણ બને તે જ રીતે ચારિત્ર વિશે પણ કહી શકાય કે જ્ઞાન વિના એમાં કુશળતા આવે નહીં, વ્યવસ્થા આવે નહીં. તેના પરિણામો કલ્પી શકાય નહીં અને આવા ચારિત્ર સાથે જો શ્રદ્ધાનો ભાવ ન હોય તોમ તેમાં અભિમાન અને ઉગ્રતા આવી જાય. શ્રદ્ધા બાબતમાં એથી વિશેષ દાવો થઈ શકે, ભક્તે (શ્રદ્ધાશીલે) પોતાનું સર્વ સમર્પણ કરી દીધું હેય એટલે કુદરતના નિયમ અનુસાર તેનાં કર્મો ચાલ્યા જ કરે. અને કુદરતના અનુગ્રહથી તેને જ્ઞાન પણ મળતું રહે. સર્વ સમર્પણનો ભાવ એ જ તો જ્ઞાનની મોટી નિશાની બની જાય. આવા પ્રકારે વિશાળ અર્થ કરીએ તો કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ સામાન્ય રીતે જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધાનો જે અર્થ કરવામાં આવે છે અને સામાન્ય માનવી કોઈ પણ ગુણની વિશેષતા જોઈ જે રીતે ખેંચાય છે તેનો જો વિચાર કરીએ તો એમ લાગે કે કોઈ પણ એક ગુણના વિકાસમાં સર્વસ્વ આવી જતું નથી. તેમ તેથી ઉચ્ચત્તમ સ્થિતિએ પહોંચી શકાતું નથી.
માનવીના દેહમાં જુદાં જુદાં અંગો છે અને જ્યાં સુધી જીવનશક્તિ હોય છે ત્યાં સુધી દરેક અંગમાં ઓછા-વત્તા પ્રમાણમાં શક્તિ પણ રહેલી હોય છે. પરંતુ આદર્શ અને નીરોગી શરીર તો તે જ કહેવાય કે જેનાં સર્વ અંગો શક્તિશાળી અને ચપળ હોય. જ્ઞાનેન્દ્રિયોમાં એક તીવ્ર અને બીજી નબળી હોય તો એ ખામી ગણાય. એ જ રીતે કર્મેન્દ્રિયોમાં પણ સારી રીતે શક્તિવિકાસ થયેલો હોવો જોઈએ. આત્માની - હૃદયની શક્તિઓની પરીક્ષા જ્ઞાન, ભક્તિ અને કર્મ દ્વારા કરીએ તો એ ત્રણેના વિકાસની એકસરખી જરૂર છે એમ સમજવામાં મુશ્કેલી ન આવે.
જ્ઞાન, કર્મ અને ભક્તિને વિશાળ નહીં અને મર્યાદિત અર્થમાં લઈએ અને એમાંના કોઈ એક જ ગુણનો વિશિષ્ટ વિકાસ જેણે સાધ્યો હોય, એવી વ્યક્તિનું અવલોકન કરીએ તો તેના વ્યક્તિત્વમાં રહેલી ખામીઓ દેખાઈ આવ્યા લિના રહેશે જ નહીં. જે જ્ઞાનમાંથી કર્મ ન નિપજે એટલે કે સમજ્યા પછી જે કાંઈ રહે નહીં તે દંભી કે મિથ્યાભિમાન બની જવાનો ડર છે. એ જ રીતે કર્મમાં જ
૨૦
333333333333 14 79 FR 3333333333ssis રચ્યોપચ્યો રહેનારો મહત્ત્વાકાંક્ષી અને રાજસી વૃત્તિને પોષનારો બની જાય. ભક્તિની સાથે જ્ઞાન અને કર્મ ન હોય તો જડતા અથવા વેવલાઈ આવ્યા વિના રહે નહીં. જ્ઞાનને વિશુદ્ધ કરવા અને ઉપયોગમાં લેવા કર્મની જરૂર છે. નમ્રતા વિના જ્ઞાન મળે નહીં, તેની તૃષા જાગૃત રહે નહીં અને એ નમ્રતા માટે ભક્તિનો ગુણ આવશ્યક છે. કર્મની પાછળ જ્ઞાનનું બળ ન હોય તો માનવીને ગમે ત્યાં ફેંકી દેનરો ઝંઝાવાત એમાંથી પેદા થાય. જ્ઞાન-ભક્તિ વિનાનું કર્મ અભિમાન અને અનેક પ્રકારની અપેક્ષાથી ભરેલું હોય. ભક્તિની સાથે જો જ્ઞાન અને કર્મ ન હોય તો અંધશ્રદ્ધાનો જ વિકાસ થાય અને મૂર્ખાઓ અને ધૂતારાઓથી આ દુનિયા ઊભરાઈ જાય. વ્યક્તિ અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેય ગુણોના પ્રમાણસર વિકાસની આવશ્યકતા છે. (પરમ પૂજ્ય ગુરુદેવ તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના હસ્તાક્ષરમાં લખાયેલ ચિંતનસભર વચનો)
૧