SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિનયધર્મ શાંત કરવા ક્ષમાગુણ, માનથી મુક્ત થવા વિનયગુણ, માયાના દોષો ટાળવા સરળતા અને લોભના સંસ્કારો તોડવા સંતોષગુણ કેળવવો જરૂરી બને છે. આ માનરૂપી કષાય એ સંસારને ચલાવનારું અને કર્મબંધને બાંધનારું મુખ્ય કારણ છે. તેને તોડવા માટે જ્ઞાનીપુરુષોએ વિનયગુણના પ્રગટીકરણનું મહત્ત્વ સમજાવ્યું છે. પૂ. યશોવિજયજી મહારાજસાહેબ ફરમાવે છે – લેષે વાસિત મન એ સંસાર લેષરહિત મન એ ભવપાર. એ જ અર્થમાં પૂ. હેમચંદ્રાચાર્યજી વર્ણવે છે કે કષાયો અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા એ સંસાર છે અને કષાયો અને ઇન્દ્રિયોને જીતી લઈને પ્રાપ્ત થતી મનની સ્થિતિ એ જ મોક્ષ છે. આપણે શા માટે એટલી સાધના કરીએ છીએ ? શા માટે મંદિરો, ઉપાશ્રયોમાં ધર્મકરણી કરવા જઈએ છીએ ? આખરે તો મનને કલેષોથી મુક્ત કરવા જ ને ? આપણે ચર્ચા તો વિનયગુણની કરવી છે, પરંતુ વિનયગુણ આપણામાં પ્રગટ થવા ન દેનાર જો કોઈ આવરણ હોય તો તે માન-અભિમાન છે. વાદળો ટચાં વિના સૂર્યપ્રકાશ પ્રગટ થાય નહીં તેમ માન-કષાય હટચાં વિના વિનયગુણ પ્રગટે નહીં અને જો વિનયગુણ ન પ્રગટે તો જીવાત્મા કેટકેટલી સિદ્ધિઓથી વંચિત રહી જાય છે તેની સરળ સમજૂતી કવિશ્રીએ પ્રસ્તુત સજ્ઝાયમાં આપી છે અને તેની શરૂઆત જ માન-કષાયથી કરી છે. શ્રી માનની સઝાય : રે જીવ માન ન કીજીયે માને વિનય ન આવે રે વિનય વિના વિદ્યા નહિ, તો ફિમ સમક્તિ પાવે રે રે...જીવ...૧ રે...જીવ... ૩ સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે મુક્તિનાં સુખ છે શાશ્વતા તે કિમ લહીયે મુક્તિ રે રે...જીવ...૨ વિનયવડો સંસારમાં ગુણમાહી અધિકારી રે ગર્વે ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી માન કર્યુ” જે રાવણૅ તે તો રામે માર્યો રે દુર્યોધન ગર્વે કરી અંતે સવિ હાર્યો રે રે...જીવ...૪ સૂકાં લાકડાં સરીખો દુ:ખદાયી એ મોટો રે ઉદયરત્ન ક૨ે માનને દેજો દેશવટો રે ...જીવ...૫ ૧૫૧૦ (વિનયધર્મ reen હે જીવ, તું કોઈ પણ જાતનું અભિમાન ન કર. તેના થકી વિનયગુણ આવતો નથી. ધારો કે જીવાત્માને વિનયગુણ પ્રાપ્ત ન થાય તો શું થાય ? વિનય વિના વિદ્યાપ્રાપ્તિ ન થાય. જ્ઞાનપુરુષો પાસે તું જ્ઞાન-સમજણ મેળવવા જાય ત્યારે વિનીત, વિનયી બનીને જવું જોઈએ. નહીંતર તને સમક્તિની પ્રાપ્તિ કઈ રીતે થશે ? સમ્યક્ જ્ઞાન એટલે તારી સમજણમાં પરિવર્તન, સમ્યક્ દર્શન એટલે તારી ભાવના અને રુચિઓનું પરિવર્તન અને સમ્યક્ ચારિત્ર્ય એટલે તારા આચરણમાં પરિવર્તન નહીં આવે. Real knowledge, Real Faith & Real Actionતો તારી મુક્તિ કેવી રીતે થશે ? આપણે સૌ જીવાત્મા મોક્ષમાર્ગના યાત્રી છે. મુક્તિનું સુખ શાશ્વત સુખ છે. તો ચારિત્ર, દર્શન, જ્ઞાન અને વિદ્યાપ્રાપ્તિ વિના ત્યાં સુધી પહોંચશું કઈ રીતે ? માટે જો સમક્તિની પ્રાપ્તિ કરી શાશ્વત એવા મુક્તિ સુખને પામવું હોય તો સર્વે પ્રકારનાં માન-અભિમાનને ત્યાગી વિનયગુણને વિકસાવવો જ પડશે. આ વિનયગુણ સંસારમાં સૌ ગુણોમાં શ્રેષ્ઠ, વડો અને મહત્ત્વનો છે. એકવાર તેની પ્રાપ્તિ કર્યા પછી પણ જો તેને જાળવી નહીં શકે અને જાણ્યે-અજાણ્યે ક્યાંય પણ મદ, ગર્વ, અભિમાનને વશ થઈ જઈશ તો તારો એ ગર્વ તારા બધા જ સદ્ગુણોને ગાળી નાખશે. કવિશ્રી કહે છે કે, ‘આ હું કહું છું માટે માની લેવાની જરૂર નથી. તું જાતે જ વિચારી જો કે અભિમાની જીવો કેટલું ગુમાવે છે અને વિનયી થયેલા જીવો શું પ્રાપ્ત કરે છે. આગળની પંક્તિમાં કવિશ્રીએ માનને વશ થઈ પોતાનો સર્વનાશ નોતરનારી વ્યક્તિઓનાં રામાયણ-મહાભારતની ઘટનાનાં ઉદાહરણો ટાંક્યાં છે. સોનાની લંકા ધરાવનારા બુદ્ધિમાન રાવણે સીતાનું હરણ કર્યું. જોકે, પોતાને પોતાની એ ભૂલ સમજાઈ ખરી, છતાં ‘હું આટલો શક્તિશાળી લંકાપતિ રાવણ, રામને કેમ નમું ? તેની સાથે યુદ્ધ કરીશ અને પછી જ તેને કહીશ... લે, લઈ જા તારી સીતાને.’ તેના ઘમંડે રાવણને રોળ્યો. એવું જ અભિમાન દુર્યોધને કર્યું કે, “સોયના નાકા જેટલી જમીન પણ હું પાંડવોને આપીશ નહીં.'’ દુર્યોધનના અભિમાને સમગ્ર કૌરવકુળનો વિનાશ નોતર્યો. જૈન સાહિત્યમાં પણ મદ-અભિમાનના કારણે કેટલાયને સિદ્ધિઓ પ્રાપ્ત થતી અટકી હતી તેવા દાખલા જોવા મળે છે. ભગવાન ઋષભદેવના પુત્ર ૧૫૨
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy