SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ re વિનય દ્વાત્રિંશિકા’નું હાર્દ (વિનયધર્મ ડૉ. પૂર્ણિમા એસ. મહેતા વિનયની વ્યાખ્યા વિનય શબ્દ ભારતની તમામ તત્ત્વજ્ઞાન અને ધર્મની પરંપરાઓએ સ્વીકાર્યો છે. ખાસ કરીને જ્ઞાનપ્રાપ્ત, જ્ઞાનાર્જન, સદ્ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાની બાબત, શિષ્ય-ગુરુના સંબંધો-સંપર્કો તથા વડીલો-વૃદ્ધજનો સાથેના વ્યવહારના સંદર્ભમાં વિનયનો બધાએ એકમતે સ્વીકાર કર્યો છે. જૈન પરંપરા તો ભારપૂર્વક વિણયમૂલો ધમ્મોની વાત કરીને વિનયની ઉપયોગિતા જ નહીં પણ અનિવાર્યતા સ્પષ્ટ કરે છે. ‘વિદ્યા વિનયેન શોભતે’, ‘વિનય વડો સંસારમાં' વગેરે સૂત્રો દ્વારા વિનયનો સંદેશ આપવામાં આવ્યો છે. આવી છે. વિનયની વ્યાખ્યા આવશ્યનિર્યુક્તિમાં જે મળે છે' તે જેનાથી કર્મો વિલીન થાય અને સંસાર સમાપ્ત થાય તેનું નામ વિનય છે.’ આ જ વ્યાખ્યા ઉત્તરાધ્યયનની શાંત્યાચાર્યની વૃત્તિમાં પણ આપવામાં વિશેષાવશ્યક ભાષ્ય પ્રમાણે ‘વિનયોપચાર, નિરાભિમાનતા, ગુરુજનપૂજા, અર્હત, આજ્ઞા અને શ્રુતધર્મની આરાધના આ તમામ ક્રિયાઓ વિનય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દ્વાત્રિશત દ્વાત્રિંશિકા ગ્રંથની રચના કરી છે, જે બત્રીસ બત્રીસના નામે પ્રસિદ્ધ છે. આમાં ૩૨ જુદાજુદા વિષયોને ૩૨-૩૨ શ્લોકમાં વિવેચિત કર્યા છે. ‘દાન’થી પ્રારંભાયેલ આ વિવિધ વિષયની વિવેચના ‘સજ્જન સ્તુતિ’ બત્રીશીમાં વિરામ પામે છે. આમાંની ૨૯મી દ્વાત્રિંશિકા છે ‘વિનય દ્વાત્રિંશિકા’ જે પ્રસ્તુત પેપરનો વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વાત્રિંશત દ્વાત્રિંશિકામાં ગુંફિ ૨૯મી દ્વાત્રિંશિકા વિનય વિષયને વિવેચે છે. ગાથાઓથી વિષયવસ્તુ વિનયની વિવેચનાનો વિસ્તાર કરતા ઉપધ્યાયજી મહારાજ વિનય દ્વાત્રિંશિકાના શ્લોક ૧ થી ૩માં વિનયના ૫ ભેદ બતાવે છે. જ્યારે ૪ થી ૬ શ્લોકમાં પ્રતિરુપ ઉપચાર વિનયના ભેદો વર્ણવ્યા છે. શ્લોક ૭-૮માં ૧૪૫ SISનું વિતધર્મ | 11 111 અનાશાતનારૂપ ઉપચાર વિનયના કુલ બાવન ભેદોની ચર્ચા કરી છે. ૯-૧૦-૧૧ શ્લોકમાં અરિહંત વગેરે ૧૩ પદોમાં સંકળાયેલા જ્ઞાન વગેરે ગુણોમાંથી એકાદની અવજ્ઞાથી તમામની અવજ્ઞા થાય છે. ૧૨ થી ૧૭ શ્લોકમાં શ્રુતજ્ઞાન આપનાર ગુરુના વિનયની વાતો વિવેચી છે. ૧૮-૧૯-૨૦ શ્લોકમાં વિનયના ફળની વાત બતાવી છે. ૨૧મા શ્લોકમાં ચાર પ્રકારની સમાધ સમજાવી છે. જ્યારે બાવસીમાં શ્લોકમાં વિનય સમાધિ, ૨૩મા શ્રુત સમાપિ ૨૪મા શ્લોકમાં તપ સમાધિ તથા ૨૫મા શ્લોકમા આચાર સમાધિનું નિરૂપણ કર્યું છે. શ્લોક ૨૬ થી ૨૮માં વિનય સમાધિના ફળને સમજાવતા કર્મ નિર્જરાને અનુકૂળ જ્ઞાન-દર્શન તપ અને ચારિત્રની વૃદ્ધિથી આરંભીને વિનયથી મોક્ષપ્રાપ્તિ સુધીનો નકશો દોરી આપ્યો છે. ૨૯ થી ૩૨ શ્લોકોમાં વિનય કરવાનું પ્રયોજન બતાવતા વિનયથી દોષોનો નાશ, સંસાર પરિભ્રમણનો અંત સમજાવીને વિનયનું પ્રાધાન્ય દર્શાવવા માટે તીર્થંકરો દ્વારા કરાતા તીર્થને નમસ્કાર પ્રવૃત્તિનો નિર્દેશ કરીને વિનય રહિત તમામ આચારો ભલે પછી તે સંયમના હોય, એનાથી માત્ર અકલ્યાણ પ્રાપ્ત થાય છે એવી લાલ બત્તી પણ ધરી છે. આ સમગ્ર ગ્રંથ અથવા તો વિશાળ ગ્રંથના એક હિસ્સામાં વિનય વિષે અલગઅલગ દૃષ્ટિકોણથી વિનયતત્ત્વનાં અનેક પાસાંઓને ઉજાગર કર્યો છે! વિનયનું વિસ્તૃત વિશ્વ આ પૂર્વેની ૨૮મી બત્રીશીમાં પૂજ્ય ઉપાધ્યાયજીએ દીક્ષા બત્રીશીની વાત કરી હતી, ૨૯મી બત્રીશીમાં દીક્ષાની સાર્થકતા માટે અનિવાર્ય એવા વિનય ગુણને મૂત્રં ધર્મ તોરયું” કહીને ધર્મરૂપી વૃક્ષના મૂળ તરીકે વિનયની ઓળખ આપી છે અને ધર્મને અપવર્ગ મોક્ષના ફળથી સમૃદ્ધ (આઢ્ય)નું વિશેષણ આપ્યું છે. સામાન્ય રીતે વિનય એટલે નમ્રતા, સરળતા, સેવા-ભક્તિ સહયોગીપણું આ બધાં પાસાંઓ દ્વારા ઓળખાય છે. પ્રસ્તુત દ્વાત્રિંશિકાના માધ્યમથી ઉપાધ્યાયજીએ વિનયના અનેકવિધ રૂપ-સ્વરૂપને પોતાની આગવી શૈલીમાં વિવેચિત કર્યાં છે. ઉપચારવિનય વિષે વાત કરતાં મન વચન અને કાયા દ્વારા થતાં વિનયની જે ઓળખ આપી છે તે શ્રૃતાર્થી કે વિદ્યાના અર્થી શિષ્યનો ગુરુ પ્રત્યેનો આઠ ૧૪૬
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy