SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ CC4 વિનયધર્મ P er વિનયના પ્રકાર સમસ્ત જગતમાં નિશ્ચય નયથી રત્નત્રય એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર જ પૂજ્ય છે તથા વ્યવહાર નથી તે રત્નત્રયને ધારણ કરનાર મુનિભગવંતો તથા જ્ઞાની પુરુષો જ પૂજ્ય છે. તેને શ્રી તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્ય એ અધ્યાય નવના ૨૩માં સૂત્રમાં ચાર પ્રકારે ક હ્યા છે . ‘ગાનવર્શનવરિત્રાપવાTI:' શ્રી ભગવતી આરાધનામાં તપ વિનયને પણ ઉમેર્યું. છે. આમ, આપણે આ પાંચ પ્રકારના વિનય વિષે વિચારીએ. ૧) દર્શન વિનય ૨) જ્ઞાન વિનય ૩) ચારિત્ર વિનય ૪) તપ વિનય ૫) ઉપચાર વિનય. ઉપચાર વિનયના ત્રણ પ્રકારોનો વિસ્તાર જાણીએ. (૧) કાયિક વિનય - તે સાત પ્રકારે છેઃ-સાધુઓને આવતાં જોઈ ઊભા થવું - સન્મુખ જવું, બે હાથ જોડી મસ્તક નમાવીને અંજલિ આપવી, તેમનાથી નીચે બેસવું - નીચે સુવું, તેમને આસન આપવું, પુસ્તકાદિ ઉપકરણ આપવાં તથા રહેવા માટે વસતિકાદાન કરવું, તેમનાં બળ પ્રમાણે શરીરમર્દન તથા કાળ અનુસાર ક્રિયા - જેમ કે, શીત ઋતુમાં ઉષ્ણ અને ઉષ્ણ ઋતુમાં શીત, તેમને વિદાય આપતી વખતે વળાવવા જવું. શ્રીમદ્રજીએ તે વિષે ‘વચનસપ્તશતી’માં કહ્યું છે. ૨૫૩ - ગુરુનો અવિનય કરું નહીં. ૨૫૪ - ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ - કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. ૩૦૬ - અવિનયથી બેસું નહીં. ૪૪૪ - આશુપ્રજ્ઞનો વિનય જાળવું.” શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૭૨-૧૫-વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ૨. વાચિકવિનય - વાચિકવિનય ચાર પ્રકારે છે - હિતરૂપ બોલવું, પરિમિત બોલવું, પ્રિય બોલવું તથા આગમ અનુસાર બોલવું. પૂજ્યો વચનો બોલવાં, કઠોરતા રહિત બોલવું, ઉપરાંત વચન, અભિમાન રહિત તથા સાવધક્રિયા રહિત વચન બોલવાં. શ્રીમદ્જીએ ‘વચનસપ્તશતી’માં કહ્યું છે કે “૧૪-વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.' - ૧૦૩ - © C C4 વિનયધર્મ ccess ૩. માનસિક વિનય - તે બે પ્રકારે છે - પાપવિચારમાં જતાં મનને રોકવું, શુભ વિચારમાં મનને લગાવવું. સુર્વાદિકની ગેરહાજરીમાં પણ ઉપરોક્ત પ્રમાણે વર્તવું તે પરોક્ષ વિનય છે. રાગપૂર્વક મજાકમાં કે ભૂલથી પણ કોઈની પીઠ પાછળ નિંદા-બૂરાઈ ન કરવી, એ પણ પરોક્ષ ઉપચાર વિનય છે. જ્યારે શ્રેણિક રાજા વનમાં ધ્યાનસ્થ અનાથીમુનિને જુએ છે ત્યારે કેટલા વિનયથી તેઓ મુનિ પાસે બેસે છે. તે વિષે શ્રીમદ્રજી લખે છે, આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે. એ ભોગથી કેવો વિરક્ત છે! એમ ચિંતવતોચિતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતોકરતો, ધીમેથી ચાલતાચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિસમીપ નહીં તેમ અતિદૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું. મુનિ પ્રત્યેનાં કાયિક, વાચિક અને માનસિક વિનયનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભવભ્રમણનું એક કારણ-વિનયની ખામીશ્રીમદ્જીએ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૪૨માં કહ્યું છે, જગતમાં નીરાગીન્ય, વિનયતા અને સત્પષની આશા એ નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. આત્માનું એટલે કે આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે અને હજી પણ આપણું ભવભ્રમણ ચાલુ જ છે. ક્ષણક્ષણ કરતાં અનંતકાળ ગયો, પણ હજુ મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થયું નથી. તેનાં શ્રીમદ્જીએ ઉપર ત્રણ કારણો બતાવ્યાં, તેમાં એક કારણ વિનયની ખામી છે. આમ, વિનયના અભાવે જીવ ચોર્યાશી લાખ યોનિમાં ભટકે છે તેમ જ અસહ્ય, અનંત દુઃખોને ભોગવે છે. સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે માતા-પિતા, વડીલો કે શિક્ષકોનો વિનય નહીં કરનાર કેટલા દુઃખી થાય છે! જો થોડીક પોતાની અક્કડાઈ, અહંપ અને સ્વચ્છંદને બાજુમાં મૂકે તો માતા-પિતા, વડીલો કે શિક્ષકો પાસેથી કેટલો પ્રેમ અને વાત્સલ્ય મળે છે! પણ ખેદની વાત છે કે એવી જીવની વિચારશક્તિ જ નથી અને એ જ જીવો જ્યારે ધર્મના માર્ગમાં આવે છે ત્યારે ૧૦૪ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy