________________
4 વિનયધર્મ P
Cen શ્રાવક-શ્રવઠામાં વિનયધર્મ
- સમીક્ષા : શ્રી ખીમજી મણશી છાડવા શ્રાવક શબ્દ જ વિનયનો પર્યાય હોય તેમ લાગે છે, કેમ કે શ્રદ્ધાપૂર્વક વિનય-વિવેકથી ક્રિયાઓ કરે તે જ શ્રાવક કહેવાય છે :
શ્રી ઔપપાતિક સૂત્રમાં વિનયને આત્યંતર તપનું એક અંગ બતાવ્યું છે અને વિનયના સાત પ્રકાર વર્ણવ્યા છે, જે નીચે મુજબ છે.
૧) જ્ઞાનવિનય :- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ જ્યારે શ્રાવક રાખે ત્યારે તે જ્ઞાન વિનય કહેવાય છે અને તે દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરી વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ થાય છે.
૨) દર્શન વિનય :- દેવ, ગુરુ અને ધર્મ પર દેઢ શ્રદ્ધા રાખી સમ્યમ્ દૃષ્ટિ જીવોની વિનયભક્તિ કરવી તે દર્શન વિનય છે. ગુરુ આદિની આશાતના ન કરતાં શ્રાવકે ગુરુની સેવા કરવી જોઈએ. ( ૩) ચારિત્ર વિનય :- શ્રાવક ચારિત્ર અને ચારિત્રવાનનો આદર કરે તે ચારિત્ર વિનય છે.
૪) મનો વિનય :- મનની અશુભ પ્રવૃત્તિને રોકી શ્રાવક શુભ પ્રવૃત્તિમાં મનને વાળે તેમ જ આચાર્યાદિનો મનથી વિનય કરે તે મનો વિનય છે. અહીં શ્રાવકે અશુભ વિચારણાઓનો ત્યાગ કરી મનને શુભ વિચારણામાં પ્રવૃત્ત કરવાનું છે.
૫) વચન વિનય :- આચાર્યાદિને શ્રાવક શુભ વચન, ઉચારે દ્વારા સંબોધે તે વચન વિનય છે. શ્રાવકે વાણીસંયમ રાખી અશુભ વચનો ન બોલાય તેનું સર્વથા ધ્યાન રાખવું જોઈએ.
૬) કાય વિનય :- કાયાની અશુભ પ્રવૃત્તિ રોકી શ્રાવકે શુભ પ્રવૃત્તિથી આચાર્યાદિની સેવા કરવી એ કાય વિનય છે. ( ૭) લોકોપચાર વિનય :- શ્રાવક કે શ્રાવિકા અન્યને શાતા ઊપજે-સુખ પહોંચે તેવી પ્રવૃત્તિ કરે તેને લોકોપચાર વિનય કહે છે. અન્યનું બૂરું ઈચ્છવું પણ નહિ ફક્ત તેમના હિતની ખેવના રાખવી તે જ શ્રાવકનો લોકોપચાર વિનય છે.
- ૯૯ -
64 વિનયધર્મ 11
આમ ગુર્નાદિકો પ્રતિ ભક્તિ, બહુમાનપૂર્વકનો વ્યવહાર તેમ જ નાના-મોટા સર્વ લોકો સાથે પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર એ જ શ્રાવક-શ્રાવિકાનો વિનયધર્મ છે.
વિનય થકી જીવન દીપે વિનય ધર્મનું અંગ પ્રીતિ પણ વિનયથી વધે, કરો વિનયનો સંગ વિનયથી અભિમાન જાય, સાચા-સાચા વિચારો આવે, વાણીમાં મીઠાશ આવે, હૃદય દયાળુ અને વિશાળ બને. વિવેક, ત્યાગ, વૈરાગ્ય વગેરે ગુણો વિકાસ પામે.
આહાર વિવેક, વાણીવિવેક અને દૃષ્ટિવિવેક શ્રાવક-શ્રાવિકાને ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જઈ શકે છે.
બાળક સમજણો થાય ત્યારથી તેમાં વિનય સંસ્કાર રોપવા જોઈએ. વડીલો, ગુણીજનો, શિક્ષકો, સાધુ-સંતો વગેરેને માન આપવું અને વંદન-નમસ્કાર કરવાનું શિખવાડતાં બાળક મોટો થઈને વિનયી શ્રાવકે જરૂરથી બને છે.
ફક્ત મોટાનો જ વિવેક રાખવો તે પૂરતું નથી. શ્રાવકે નાનાનો પણ વિવેક રાખવો જોઈએ. અહીં મને એક દૃષ્ટાંત યાદ આવે છે. એક શ્રીમંત શ્રાવક હતા. તેઓ દરરોજ ઉપાશ્રય જતા. તેઓ રોજ સામાયિક કરતા. સામાયિક માટે યોગ્ય વસ્ત્રો ધારણ કરવાં પોતાના કીમતી ઝભભા-કોટ વગેરે
ખીલી પર ટાંગી દેતા. ગળામાંની કીમતી માળા પણ ટીંગાડી સૌ સાથે બેસી જતા. એક દિવસ તેમની માળા કોઈ લઈ ગયું. શ્રેષ્ઠી વિચારમાં પડી ગયા. ઉપાશ્રયમાં તેમની સાથે બેસતા સર્વ સાધર્મિકો જ હતા. અન્ય કોઈ ત્યાં આવતું જ નહિ. તે શ્રેષ્ઠીને અચંબો તો થયો જ, પણ સાથે તેમનો વિવેક જાગી ઊઠ્યો. તેમને થયું નક્કી કોઈ મારો સાધર્મિક મુશ્કેલીમાં આવી પડ્યો હશે. મનોમન તેમણે નક્કી કર્યું કે મેં મારા નાનામાં નાના સાધર્મિક પ્રત્યે પણ ધ્યાન નથી આપ્યું. ખૂબ વિચાર કરતાં જે સાધર્મિક નબળો પડ્યો હતો તેને પિછાણી તેના ઘરે જઈ માળા પાછી તો ન માગી, પણ ઉપરથી વધારે મદદ કરી અને તેને ખબર પણ ન પડવા દીધી કે તેમની કીમતી માળા ચોરાઈ છે. કેવો ઉત્કૃષ્ટ વિનય.
સર્વ શ્રાવક-શ્રાવિકાઓએ વિનયને પોતાના જીવનમાં વણી લેવાનો હોય. ડગલે ને પગલે વિનયી વર્તન જ હોવું જોઈએ. ગૃહિણીઓએ ઘરમાં સાસુ-વહુ જેજે સ્વરૂપમાં હો તે પ્રમાણે યથાચિત્ વિનયી રીતભાતથી રહેવું જોઈએ, તો
છે ૧૦૦ ૦