SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છ CQ4 વિનયધર્મ PTCછn ૧) આગાર વિનય : પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને ૧૧ ઉપાસક પ્રતિમાઓ તે. ૨) અણગાર વિનય - ૫ મહાવત, ૧૮ પાપસ્થાનક વિરતિ, રાત્રિભોજન વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન (અણગાર ધર્મ) અને ૧૨ ભિક્ષુ પ્રતિમાઓ તે. અહીં વિનયનો અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચારધારા કર્યો છે. અન્ય રીતે વિનયના બે પ્રકાર કહ્યા છે : ૧) લૌકિક વિનય : ઈહલોકની મુખ્યતાએ કરાતી વિનયપ્રવૃત્તિ, જેમાં માતા-પિતા-ગુરુ-અધ્યાપક-વડીલ પ્રત્યે વિવિધ પ્રકારે વિનય, ભક્તિ, સેવા-સુશ્રુષા વગેરે કરવા તે. તેને વ્યવહાર વિનય પણ કહેવાય છે. તે સમસ્ત માનવો માટે આચરણીય અને આદરણીય છે. - ૨) લોકોત્તરિક વિનયઃ પારલૌકિક મુખ્યતાએ એટલે મોક્ષ આરાધના માટે કરાતો વિનય. આ જ ધર્મનું મૂળ છે અને મોક્ષ તેનું ઉત્તમ ફળ છે. વિનય એક આત્યંતર તપ છે. કર્મનિર્જરાનું ઉત્તમ સાધન છે. ઔપપાતિક સૂત્રાનુસાર લોકોત્તર વિનયના સાત પ્રકાર છે, જેનો આપણે શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય જોઈશું ત્યારે વિગતવાર અભ્યાસ કરીશું. વિનયનો અર્થ દીનતા, લાચારી કે ગુલામી નથી, કેવળ શિષ્ટાચાર કે સમાજ -વ્યવસ્થા પણ નથી, પરંતુ ગુરુજનો કે ગુણીજનોના પવિત્ર ગુણો પ્રતિ સહજ પ્રગટ થતો આદરભાવ છે, તેથી જ ગુરુ-શિષ્યનો આત્મીય સંબંધ બની રહે છે. વિનીત શિષ્યના સૂત્રોકત વિવિધ વ્યવહાર અને આચરણ પરથી વિનયનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે ? ૧) વિનય એટલે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ૨) ગુરુના ઇંગિતાકાર - હાવભાવ, ચેષ્ટાઓને યથાર્થ રીતે સમજવા. ૩) ગુરુની સેવા - શુશ્રુષા કરવી. ૪) સ્વયં પોતાનું આચરણ સદાચારસંપન્ન રાખવું. ૫) ગુરુના અનુશાસનનો મનથી સ્વીકાર કરવો, વચનથી તહત્તિ જેવા આદરસૂચક શબ્દોનો પ્રયોગ કરવો અને કાયાથી તથા પ્રકારનું આચરણ કરવું. 6 4 વિનયધર્મ 11 ૬) ગુરુને અનુકૂળ વ્યવહાર કરવો. ૭) ગુરુજનોની કઠોર શિક્ષાનો પણ સહર્ષ સ્વીકાર કરવો. ૮) સમાચારીનું પાલન, આહારગ્રહણ, ભાષાપ્રયોગ વગેરે પ્રત્યેક ક્રિયા સમિતિપૂર્વક કરવી. ૯) વૈરાગ્યભાવે આત્મદમન કરવું. શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય : પારસમણિના સંયોગે લોઢું પણ સુવર્ણ બની જાય છે. ઉત્તમના સંગે જીવની ઉત્તમતા વધે છે. ગુરુ અને શિષ્ય એ બંને પરસ્પર એવાં પાત્રો છે જે બંને જ્ઞાની, સમજુ અને આચારવંત હોય તો મોક્ષમંજિલે પહોંચી શકે છે. ગુરુનો ઉપકાર અનંતો છે, તેઓ સન્માર્ગ બતાવે છે, સુદેવ-સુધર્મની ઓળખાણ કરાવે છે. આવા માર્ગદર્શનથી જ શિષ્ય પોતાનું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તે જાણી યોગ્ય રીતે આગળ વધી શકે છે. જો શિષ્ય વિનીત અને જ્ઞાની હોય તો ગુરુનું પણ કર્તવ્ય છે કે જ્યારે શિષ્ય વિનયપૂર્વક ગુરુને કાંઈ પણ પૂછે, ત્યારે ગુરુ તેને સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભય જે રીતે સાંભળ્યું અને જાણ્યું હોય તે રીતે નિરૂપણ કરીને કહે. શિષ્યને સમજાવતી વખતે ભિક્ષુએ અસત્યનો પરિહાર કરવો, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી, હાસ્ય-સંશય આદિ ભાષાના દોષો ટાળીને બોલવું તથા માયાનો સદા પરિત્યાગ કરવો. વળી શિષ્યને પ્રેમપૂર્વક સૂત્રપાઠ ગ્રહણ કરાવે, અર્થ યોગ્ય રીતે સમજાવે, જે સૂત્ર માટે જેજે ઉપધાન તપાદિ કરવાનાં હોય તે બતાવે અને શાસ્ત્રોને અધૂરાં રાખ્યા વિના તેની સંપૂર્ણ વાંચના આપે. શાસ્ત્રનાં રહસ્થાને ગોપવે નહિ. આ તો થઈ ગુરુની વિનીત શિષ્ય પરત્વેના કર્તવ્યની વાત. અહીં આપણે હવે વિનીત શિષ્યનો ગુરુ પ્રત્યેનો વિનય કેવો હોય તેના વિષે વિસ્તૃત ચર્ચા કરવી છે. અનુશાસન અને નમ્રતા તે વિનયની બે ધારાઓ છે. શિષ્ય ગુરુ પ્રતિ ઉદ્ધતભાવનો કે અભિમાનનો ત્યાગ કરી નમ્ર વ્યવહાર કરવો અને ગુરુના અનુશાસનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો એ વિનયની પરિપૂર્ણતા છે. કેવળ અનુશાસનના સ્વીકારથી જ વિનયધર્મનું પાલન થતું નથી. અનુશાસનનો સ્વીકાર સાથે નમ્રતા હોવી અત્યંત જરૂરી છે. બંને ધારાઓના સુમેળથી જ વિનયધર્મની પૂર્ણતા થતાં સાધક આચારવાન બને છે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના પહેલા ઉદ્દેશકની ગાથા ૧૧ જે ૮૮
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy