SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ CC4વિનયધર્મ Peon ઉલ્લસિત બને છે. આ ઉલ્લસિત વીર્ય જ શ્રેણી માંડવા માટે કામ લાગવાનું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આત્માના અનંત સ્વરૂપ સમાન છે. કર્મથી અવરાયેલા એ ગુણોને પ્રગટ કરવાનો, વાદળ ખસે ને સૂર્ય પ્રકાશે, તેમ પુરુષાર્થ થવો એ જરૂરી છે. એ પુરુષાર્થનું બીજું નામ આચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચાર. એ ચારેયમાં શક્તિનો ઝડપથી ઉપયોગ કરવો એનું નામ વીર્યાચાર. એનો ઉપદેશ આપણને એ આચારોમાં જોડે તેવા આચાર્ય-ધર્મના નાયકોનો વિનય કરવો. (૮) આજે સૂત્ર ભણવાનું ગમતું નથી, માટે ઉપાધ્યાય ભગવંતની કિંમત સમજાતી નથી. જે દિવસે સૂત્રની જરૂરિયાત જણાશે, સૂત્ર પ્રત્યે બહુમાન જાગશે તે દિવસે ઉપાધ્યાય ભગવંતનો વિનય કરવાનું શક્ય બનશે. ૪૫ આગમો આ પ્રમાણે છે : ૧૧ અંગ ૪ મૂત્ર સૂત્રો ૧૨ ઉપાંગ ૧ નંદી સૂત્ર ૧૦ પન્ના ૧ અનુયોગ દ્વારા સૂત્ર ૬ છંદગ્રંથો ૪૫ એ આગમો ગુરુ ગમથી ગીતાર્યો દ્વારા વારસામાં મેળવેલાં રહસ્યો ઉકેલવાપૂર્વક શિષ્યોને શીખવાડે, ભણાવી શ્રુતજ્ઞાનમાં તલ્લીન બનાવી સ્વાધ્યાયમાં રસિયા બનાવે તેવા ઉપાધ્યાયજી મહારાજોનો વિનય કરી, ગુણોની કદર કરી અનેક ગુણો પ્રાપ્ત કરવાના આશીર્વાદ મેળવો. પ્રવચન કે સિદ્ધાંત એટલે (૧) સૂત્ર (૨) નિયુક્તિ (૩) ભાણ (૪) ટીકા (૫) ચૂર્ણિ, એને પ્રવચન કહીએ, તથા વળી જીવ ૧, અજીવ ૨, પુણ્ય ૩, પાપ ૪, આશ્રવ ૫, સંવર ૬, નિર્જરા ૭, બંધ ૮, મોક્ષ ૯, એ નવ તત્ત્વને જાણે - આદરે, તે સાધુ ૧, સાધ્વી ૨, શ્રાવક ૩, શ્રાવિકા ૪ ને પ્રવચન સંઘ કહીએ, એ પ્રવચન સંઘનો વિનય કરવો તથા દર્શન જે ઉત્તમ સમક્તિ તે ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમાદિ સમક્તિનો વિનય કરવો. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. ચતુ. (૪) (૯) નવમા સ્થાનો ચતુર્વિધ સંઘ બતાવ્યો છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેલાં હોય તો તેને સંઘ કહેવાય. આ સંઘનો વિનય કરવાનો છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી પ્રાણાયામની સાધના કરવા ગયેલા ત્યારે CC4વિનયધર્મ P છn ચતુર્વિધ સંઘે સાધુઓને ભણાવવાની વિનંતી કરી, પણ પોતાની સાધના સારી ચાલતી હોવાથી તેઓ શ્રી એ ના પાડી. ત્યારે શ્રીસંઘે પુછાવ્યું કે જે સંઘની આજ્ઞા ન માને તેને કહ્યું પ્રાયશ્ચિત્ત આવે? ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ભણાવવાની હા પાડી અને સાધુઓને ત્યાં મોકલવાનું જણાવ્યું. આપણી વાત એટલી છે કે આચાર્યભગવંત પણ સંઘનો અવિનય ન કરે, પરંતુ તે સંઘ ભગવાનની આજ્ઞામાં હોય તો. પ્રથમ ભક્તિ તે બાહ્ય પ્રણિપાત કરવો એટલે અષ્ટાંગ પ્રણામ કરવો તેને કહે છે. ઉસ્સા ૧, શિરસા ૨, પ્રષ્ટા ૩, જાનૂ ૪, નાસા ૫, તથૈવ ચ; ગીવા ૬, કારભ્યાં ૭, નયનાભ્યાં ૮, પ્રણામોડષ્ટાંગ ઉચ્ચતે, એ આઠ પ્રણામ તેનું વર્ણન કર્યું. અષ્ટાંગ પ્રણામો ભક્તિ, તે બાહ્ય પ્રતિપત્તિથી જાણવો. હૃદયને વિષે પ્રેમ-સ્નેહ, રાગ ધરીને બહુમાન કરવું, એ બીજો ભેદ બહુમાનનો કહ્યો છે. ગુણીના ગુણની સ્તુતિ કરવી, એ ગુણસ્તુતિ ત્રીજો ભેદ. તે ગુણીના અવગુણ ઢાંકવા એ, અવગુણ વર્જના ચોથો ભેદ અને આશાતનાની હાનિ કરવી એટલે જેજે આશાતના ટાળવી ઘટે તે ટાળવી, એ આશાતનાની હાનિનો પાંચમો ભેદ. સંઘના વિનય બાદ છેલ્લે દર્શન અર્થાત્ સમ્યકત્વનો વિનય કરવાનું જણાવ્યું છે. જોકે, સંઘમાં સમક્તિ આત્માઓ જ હોવાથી સંઘના વિનયમાં સમ્યકત્વનો વિનય સમાઈ જાય છે. છતાં સમ્યત્વનાં સાધનોનો વિનય જુદો બતાવવા તેને જુદો પાડ્યો છે - એમ સમજવું. અથવા તો સમ્યકત્વગુણની પ્રધાનતાને જણાવવા તેને જુદું પાડીને બતાવ્યું હોવાથી સંઘમાં પાંચમા ગુણઠાણે રહેલાં શ્રાવક-શ્રાવિકાનું ગ્રહણ કરવું અને દર્શનમાં ચોથા ગણઠાણે રહેવાનું ગ્રહણ કરવું. પાંચ ભેદે એ દેશ તણોજી, વિનય કરે અનુકૂળ, સિંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂળ. ચતુ. (૫) જે માણસ (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણસ્તુતિ (૪) અવગુણ વર્જના (૫) આશાતનાનો ત્યાગ એ પાંચ ભેદે કરી અરિહંતાદિક દશનો વિનય કરે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) ચૈત્ય (૪) શ્રત (૫) ધર્મ (૬) સાધુવર્ગ (૭) આચાર્ય (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (૧૦) દર્શન એ દશેનો પાંચ પ્રકારે અનુકૂળ વિનય કરે તે માણસ વિનયરૂપ અમૃતરસે કરી સમક્તિરૂપ ધર્મવૃક્ષના મૂળને સિંચે છે. તે આગળ જતાં ‘ક૯૫વૃક્ષ’ બની જશે અને અનંત સુખોના ધામરૂપ સિદ્ધ - ૬૮ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy