SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ 4 વિનયધર્મ Pe Cen પહોંચ્યા એવા આઠ ગુણો સહિત સિદ્ધ ભગવાનનો વિનય કરવો. આ સિદ્ધ ભગવાન તો માત્ર અસ્તિત્વ દ્વારા, આલંબનરૂપ બનવા દ્વારા આપણી ઉપર ઉપકાર કરે છે. આ સિદ્ધોનો અમલાપ ન કરવો એ સિદ્ધોનો વિનય છે. સિદ્ધાવસ્થાનું સતત ચિંતન કરવું તે સિદ્ધનો વિનય તમે જેમ અર્થનું સતત ચિંતન કરો છો ને? એ જ રીતે અહીં સિદ્ધનો વિનય કરવો. (૩) ચૈત્ય : વિનય એ જૈન શાસનનું મૂળ છે. બધી જ સિદ્ધિઓ વિનયને વરેલી છે. આ વિનય સમ્યત્ત્વનું લિંગ છે. સમ્યમ્ દર્શન પામવું હોય તો ભગવાનની આજ્ઞા માનવાનું શરૂ કરવું. વિશેષ કરીને આઠ પ્રકારનાં કર્મને આત્મા પરથી દૂર કરે તેને વિનય કહેવાય છે. ચૈત્ય-જિન પ્રતિમાનો વિનય એટલા માટે બતાવ્યો છે કે વિહરમાન જિનનો યોગ દરેકને કાયમ માટે મળી રહે એવું બનતું નથી. તેથી તેમના પ્રતિમાજીનો વિનય કરવાનું જણાવ્યું. જિન પ્રતિમા આગળ ભક્તિ-બહુમાન વગેરે કરવું, સ્તવના કરવી તેમ જ તેની આશાતના ન કરવી. આ બધી જાતનો વિનય પ્રતિમાનો કરવાનો છે. ચૈત્યનો અર્થ જિન પ્રતિમા પણ થાય. જિન મંદિર પણ થાય અને અશોક વૃક્ષ પણ થાય. અહીં માત્ર બે અર્થ લગાડવા છેઃ જિન પ્રતિમા અને મંદિર. (૪) સૂત્ર : આજે આપણે સૂત્રની ઉપેક્ષા જે રીતે કરીએ છીએ તેના યોગે જ સમ્યકત્વથી વંચિત રહ્યા છીએ. સૂત્રના આધારે જ અર્થ રહેલા છે. જેને ચારિત્ર જોઈએ એને જ્ઞાન પામ્યા વિના ચાલે એવું નથી. સમ્યકૃત્વની પ્રાપ્તિ પણ જ્ઞાનથી જ થતી હોય છે અને જ્ઞાનપ્રાપ્તિની શરૂઆત સૂત્રથી થતી હોય છે. શાસ્ત્રમાં બાર વરસ સુધી સૂત્ર ભણવાનું કહ્યું છે. જેનો અર્થ સમજાય છતાં તેવાં સૂત્રો ભણયાં કરે તો શ્રદ્ધા નિર્મળ બનવાની જ. આચારાંગાદિ ૧૧ અંગો અને ૧૨મું અંગ દૃષ્ટિવાદ છે. તે આગમ શાસ્ત્રો એ શ્રુત સિદ્ધાંત જે આપણો અણમોલ તરવાનો એકમાત્ર આધાર છે, એવા અનંત જ્ઞાનીઓએ ભાખ્યો છે, તે પ્રત્યે આદરભાવ સર્વપ્રથમ આવશ્યક છે. એના સ્વાધ્યાયથી, સમજવાથી કે સાંભળવાથી સમક્તિ દર્શનનું રહસ્ય મેળવી શકાશે. શ્રદ્ધામાં એથી જ સ્થિર થઈ શકશે. ચતુર નર કહેતા પંડિત પુરુષો! તમે હૃદય વિષે દેશવિદ્યા વિનયનો ભેદ સમજો, જાણો જેથી સમક્તિનું રહસ્ય પામીએ. ધર્મ ખિમાદિક ભાખિઓજી, સાધુ તેહના રે ગેહ; આચાર જ આચારના જી, દાયક નાયક જેહ. ચતુ. (૨) - ૬૫ - 6 4 વિનયધર્મ 11 ઉપાધ્યાય તે શિલ્યનેજી, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણીએજી, દરિસણ સમક્તિ સાર. ચતુ.(૩). (૫) સૂત્ર પછી યતિ ધર્મનો વિનય કરવાનું જણાવ્યું છે, કારણકે જે સૂત્ર ભણે તેને સૂત્ર ભણતાં ભણતાં દસ પ્રકારનો યતિ ધર્મ પાળવાનું મન થાય. સૂત્ર ભણે તેને સાધુ થવાનું મન થયા વિના ન રહે. (૧) ક્ષમા (૨) માર્દવ (૩) આર્જવ (૪) મુક્તિ (નિર્લોભતા) (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચા (૯) આકિંચન્ય (૧૦) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારનો યતિ ધર્મ છે. તે દેશ પ્રકારના યતિ ધર્મનું ગેહ એટલે ઘર અર્થાત્ સ્થાન સાધુમુનિરાજ છે, એટલે તે મુનિ દવિધ યતિ ધર્મના ધારક છે. તેનો વિનય કરવો. આચાર્ય જે પાંચ આચાર (૧). જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર. એ પાંચ આચારના દાયક કહેતા આપનાર એટલે દેખાડનાર છે એટલે પંચાચાર પોતે પાળે ને બીજાને ઉપદેશ કરીને પળાવે તે આચાર્ય ધર્મના નાયક છે, તેમનો વિનય કરવો. આઠ જ્ઞાનાચાર, આઠ દર્શનાચાર, આઠ ચારિત્રાચાર, બાર પ્રકારના તમાચાર અને છત્રીસ પ્રકારના વીર્યાચાર. આ બધા જ ભેદનું પાલન કરે અને કરાવે તે આચાર્ય. તેઓની પાસે વિધિપૂર્વક અર્થ-દેશના સાંભળવી વગેરે વિનય કરવાનો છે. (૬) પૂજનીય સાધુ-સાધ્વીજી મહારાજના આચારો દુનિયાના વ્યવહારોથી બહુ જ જુદા પડી જાય તેવા છે. તે આ પ્રમાણે ૧૦ છે. (૧) ક્ષમા (વેરઝેરનો ત્યાગ) (૨) કોમળ (સ્વભાવે) (૩) ઋજુતા - સરળ - નિષ્કપટી (૪) મનસંતોષ-નિર્લોભતા (૫) બારે પ્રકારનાં તપમાં લીન (૬) સંયમના પાલનમાં પ્રમાદ નહીં (૭) જિનાજ્ઞા એ જ સત્ય છે એવું હૈયાથી માને (૮) પવિત્ર ભાવધારણ કરે (૯) કંચન-કામીનીના ત્યાગી (૧૦) શિયળ ગુણે શોભતા હોય. આટલા ગુણોના ત્યાગી દુનિયામાં ક્યાંય જોવા મળશે નહીં. એટલે સર્વત્ર સરખામણી કરે તો આ ગુણિયલ મહાન આત્માઓની જોડ શોધી જડે તેમ નથી. માટે એમનાં નમસ્કાર-વંદન-સત્કાર-સન્માન અનંતફળ આપનાર બંને તેમાં શંકા જ નથી. એમના પ્રત્યેનો આદરભાવ વિનય કરવા પ્રેરે છે. (૭) ઉપાધ્યાય ભગવંતની જરૂર સૂત્ર ભણવા માટે છે. આચાર્ય ભગવંતાદિ અનેક આત્માઓને ભણાવવાનું કામ કરે છે તે તેમના ઉપકાર માટે નહિ, પોતાના વીર્યંતરાય કર્મના, જ્ઞાનાવરણીય કર્મના, મોહનીય કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ માટે ભણાવે છે. આ રીતે વાચના વગેરે આપવાથી નીચ ગોત્રનો ક્ષય થાય અને વીર્ય છે ૬૬ ૦
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy