SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ > વિનયધર્મ On વ્યાસ, ઈલાપુત્ર, સત્યદત્ત વગેરે મુખ્ય વૈનયિકો (વિનયધર્મીઓ) થયા છે. એમનો વેષ, આચાર, શાસ્ત્ર કંઈ પણ નિશ્ચિત નથી. કોઈ પણ વેશ, આચાર, શાસ્ત્ર તેમને ઈષ્ટ છે. વિનય કરવો એ જ એમનું મુખ્ય કર્તવ્ય છે. તેમના બત્રીસ પ્રકાર આ મુજબ છે : દેવતા, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા તથા પિતા આ આઠેયનો મન, વચન, કાયા અને દેશકાળ અનુસાર દાન આપીને વિનયધર્મ બજાવવામાં આવે છે. આ આઠનો ચાર પ્રકારે વિનય (૮ × ૪) એટલે વૈયિકોની સંખ્યા બત્રીસ થાય છે. ત્રિવિધ અનુમાનની તત્ત્વચર્ચા ‘પગ્દર્શન સમુચ્ચય’ના પૃષ્ઠ ૯૨થી ત્રિવિધ અનુમાનો પૂર્વવત્ (કેવલાન્વયી), શેષવત્ (કેવલવ્યતિરેકી), સામાન્યતોદષ્ટ (અન્વય-વ્યતિરેકી)ની તત્ત્વચર્ચા શરૂ થાય છે. આ ચર્ચામાં વરસાદ-વાદળના ઉદાહરણ સાથે આગળ પૃષ્ઠ ૯૮ પર બતાવ્યું છે તે મુજબ જો આપણે એટલો પણ વિવેક ન કરી શકીએ કે કયા વાદળ વરસવાવાળાં અને કયા માત્ર ગરજવાવાળાં છે તો સંસારનાં બધાં અનુમાનોનો ઉચ્છેદ (નાશ) થઈ જશે. જે વ્યક્તિ વરસવાવાળાં વાદળોના વિશેષ ધર્મોનો વિવેક સારી રીતે કરી શકે છે તે વિશિષ્ટ મેઘોદયથી ભવિષ્યના વરસાદનું જરૂરથી અનુમાન કરી શકશે. અત્યારે પણ સાધારણ ખેડૂત વાદળોના રંગઢંગ જોઈને પાણી વરસવાનું અનુમાન કરે જ છે. મંદબુદ્ધિ ગરજવાવાળાં અને વરસવાવાળાં વાદળાંના લક્ષણોમાં વિવેક નથી દાખવી શકતી. તેના પૃષ્ઠ ૨૯૦થી પુરુષ (આત્મા) અને પ્રકૃતિના સંયોગની ચર્ચા આગળ ચાલે છે. તેમાં પૃષ્ઠ ૨૯૨ પર વિવેકખ્યાતિ (ભેદજ્ઞાન)ની પણ વાત આવે છે. પ્રકૃતિ અને પુરુષ બંને જ્યાં કોઈ પદાર્થજ્ઞાન નથી હોતું એવા ‘અસંવેદ્યપર્વ‘માં પોતપોતાનાં સ્વરૂપોમાં સ્થિત છે. અર્થાત્ બંને જ્ઞાનશૂન્ય, અચેતન, અજ્ઞાની છે. આમ, બંનેને વિવેકખ્યાતિ (ભેદવિજ્ઞાન) નથી થઈ શકતી ઉચિત વ્યવહારનો વિનયધર્મ હવે આપણે બીજા ગ્રંથ ‘સર્વ દર્શન સંગ્રહ’નાં ઉદાહરણો જોઈએ. તેના ત્રીજા વિભાગ ‘આર્હતદર્શન’ (જૈન દર્શન)ના પૃષ્ઠ ૧૪૨ પર બતાવ્યું છે તે મુજબ પ્રાણીઓની પીડાથી પોતાની જાતને બચાવીને સારો વ્યવહાર કરવો એ ‘સમિતિ’ (રાઈટ કન્ડક્ટ) છે. બીજા અર્થમાં તે સર્તન કે વિનયધર્મ જ છે. હેમચન્દ્રાચાર્યે (૧૦૮૮-૧૧૭૩) તેના પાંચ પ્રકારોની વ્યાખ્યા આ મુજબ આપી છેઃ લોકોની ખૂબ અવરજવરવાળા અને સૂર્યતાપથી પ્રભાવિત માર્ગે જીવજંતુઓના ૨૧૫ (વિનયધર્મ રક્ષણાર્થે સંભાળીને ચાલવું એ સજ્જનો માટે ઈર્યાસમિતિ (અહિંસાધર્મ) છે. અનિંદ્ય, સત્ય, બધા લોકો માટે હિતકર, પ્રમાણસર અને પ્રિય બોલવું એ ભાષાસિમિત (વચનવિનય) છે. ભિક્ષાના બેતાળીસ દોષોથી હંમેશાં મુક્ત થઈને મુનિઓ અન્ન લે છે તે એષણાસમિતિ (ઇચ્છાવિવેક) છે. આસન વગેરે સારી રીતે જોઈ-સંભાળીને રાખવું, તેના પર બેસવું અને ધ્યાન કરવું એ આદાનસમિતિ (સ્વીકારવિવેક) છે. જંતુરહિત પૃથ્વી પર સંભાળીને કફ, મળ, મૂત્ર, લીંટ સાધુ છોડે છે તે ઉત્સર્ગસમિતિ છે. આમ, પાંચ પ્રકારની વિવેકદષ્ટિ બતાવી છે. ભક્તિના એક સાધનરૂપે ‘વિવેક’ ‘સર્વ દર્શન સંગ્રહ’ના ચોથા વિભાગ ‘રામાનુજ દર્શન' (વિશિષ્ટદ્યુતવેદાન્ત)ના પ્રકરણ-૨૧ ‘ભક્તિનું નિરૂપણ’ (પૃષ્ઠ-૨૦૪)માં ભક્તિની સિદ્ધિ કે પ્રાપ્તિનાં આ સાત સાધનો બતાવ્યાં છે તેમાં એક અને પ્રથમ ‘વિવેક’ પણ છેઃ (૧) વિવેક (ડિસ્ક્રિમિનેશન) (૨) વિમોક મુક્તિ (એગ્ઝપ્શન) (૩) અભ્યાસ (પ્રેક્ટિસ) (૪) ક્રિયા (ઑબ્ઝર્વન્સ) (૫) કલ્યાણ (એક્સલન્સ) (૬) અનવસાદ વિષાદ (ફ્રીડમ ફ્રોમ ડિસ્પોન્ડન્સી) અને (૭) અનુદ્રર્ષ સંતોષ (સેટિસ્ફેક્શન). તેમાં ‘વિવેક’નો અર્થ બતાવ્યો છે : અદૂષિત અન્નથી સત્ત્વની શુદ્ધિ. આહારની શુદ્ધિથી પ્રકૃતિ શુદ્ધ થાય છે અને પ્રકૃતિની શુદ્ધિથી ધ્રુવા (સ્થિર, નિશ્ચળ) સ્મૃતિ પ્રાપ્ત થાય છે. આમ, ‘વિવેક’ એટલે સત્ત્વશુદ્ધિ, ગુણદોષની પરીક્ષા, સારાસારની બુદ્ધિ, વિવેકબુદ્ધિપૂર્વકનો વ્યવહાર, સમજદારી, નીરક્ષીર પારખવાની સમજ, સૂક્ષ્મ કે વેધક વિવેકબુદ્ધિ. અંજાર (કચ્છ)સ્થિત ભરતભાઈ દર્શનશાસ્ત્રના તથા ઇતિહાસના અભ્યાસી છે. તેઓના ચિંતનસભર લેખો અવારનવાર વિવિધ સામયિકોમાં પ્રગટ થાય છે. ભૂજ રેડિયો સ્ટેશનથી તેમના વાર્તાલાપ પ્રસારિત થાય છે. ૨૧૬
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy