SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયધર્મ ષટ્કર્શનમાં વિનયધર્મનું ચિંતન - ભરત‘કુમાર’ પ્રા. ઠાકર ‘પ્રાસ્તાવિક : દર્શન શબ્દનો વ્યુત્પત્તિજન્ય અર્થ થાય છે... જોવું, વિચારવું, શ્રદ્ધા કરવી. આદિ કાળથી જ માનવે પોતાના જીવનમાં દર્શનને મુખ્ય સ્થાન આપ્યું છે. વસ્તુતઃ જીવન પ્રત્યે મનુષ્યનો દૃષ્ટિકોણ જ દર્શન છે, જે દરેક વ્યક્તિ માટે જુદો હોય છે. આસપાસના પદાર્થોને સમજવા માટે જિજ્ઞાસાની લહેરો સદાય દોડ્યા કરે છે. meren ભારતીય દર્શન દુઃખની આધારશિલા પર પ્રતિષ્ઠિત છે. લગભગ તમામ દર્શનો દુઃખનિવૃત્તિના ઉપાયોની શોધમાં લાગેલાં છે. દાર્શનિક ભાષામાં દુઃખને બંધન અને તેની નિવૃત્તિને મોક્ષનું નામ અપાયું છે. દર્શનોનો આ મુખ્ય પ્રશ્ન રહ્યો છે. આમ તો વિવિધ દર્શનો પર સેંકડો ગ્રંથો રચાયા છે. તેમાં જૈનાચાર્યો લિખિત માત્ર ‘ષગ્દર્શન’ને લગતા પાંચ ગ્રંથો લખાયા છે. તેમાં હરિભદ્ર કૃત પદ્દર્શન સમુચ્ચય (સન ૯૦૦), મેરુત્તુંગ કૃત પદ્દર્શન વિચાર (૧૩૦૦), મલધારિરાજશેખર કૃત પગ્દર્શન સમુચ્ચય (૧૩૪૮), ગુણરત્ન કૃત યગ્દર્શન સમુચ્ચય કી ટીકા – તર્કરહસ્ય દીપિકા (૧૪૦૦) અને રાજશેખર કૃત પદ્દર્શન સમુચ્ચયનો સમાવેશ થાય છે. હરિભદ્ર અને માધવાચાર્યના ગ્રંથો આચાર્ય હરિભદ્ર સૂરિ (૭૦૧-૭૧) સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક આકર ગ્રંથોના રચિયતા, અર્ધમાગધી આગમ ગ્રંથોના પ્રથમ સંસ્કૃત ટીકાકાર અને ભારતીય સાહિત્યમાં છ દર્શનો (બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય)નો સંક્ષેપ આપનાર વ્યક્તિઓમાં અગ્રગામી છે. સામાન્યતઃ ભારતમાં ધાર્મિક દાર્શનિકોએ અન્ય સિદ્ધાંતોનાં અધ્યયન અને સંશોધન વેળા યોગ્યાર્થમાં તેની વિવેચનાને બદલે આલોચના વધુ કરી છે. કદાચ હરિભદ્ર એક ગણનીય અપવાદ છે. એમનો આ ગ્રંથ છ દર્શનોનું આધિકારિક વિવરણ આપનાર સૌથી જૂનો જ્ઞાનસંગ્રહ છે. આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા જૈન દાર્શનિક દલસુખ માલવણિયાએ લખી છે. તેમની પાદનોંધ મુજબ આ ગ્રંથના ત્રણ ગુજરાતી અનુવાદો પણ થયા છે. તેમાં જૈન તત્ત્વાદર્શ સભા (અમદાવાદ, ૧૮૯૨), જૈન ધર્મપ્રસારક સભા (ભાવનગર, ૧૯૦૭) અને ક્ષેમચન્દ્રાત્મજી નારાયણ (સુરત, ૧૯૧૮)નો ૨૧૩ (વિનયધર્મ સમાવેશ થાય છે. હરિભદ્રજીનો ‘પગ્દર્શન સમુચ્ચય' ગ્રંથ અને તેના પરની ગુણરત્ન સૂરિ (૧૩૪૩-૧૪૧૮)ની ટીકા તર્કરહસ્ય દીપિકા' એ પહેલેથી જ પ્રાચ્યવિદ્યાવિદોનું ધ્યાન ખેંચ્યું છે, કેમ કે હરિભદ્રની કૃતિ ભારતીય દર્શનોનો એક સુંદર ગુટકા છે અને ગુણરત્નની ટીકા તેની એક સુલલિત વ્યાખ્યા છે. ‘સર્વ દર્શન સંગ્રહ’ના કર્તા માધવાચાર્યે (૧૨૯૫-૧૩૮૫) પ્રસિદ્ધ ભારતીય દર્શનોનું પાંડિત્યપૂર્ણ શૈલીમાં સર્વાંગપૂર્ણ વિવેચન કરાવ્યું છે. કોઈ પણ સંપ્રદાયના વિવેચનમાં આચાર્યની નિષ્પક્ષતા પ્રશંસનીય છે. ઉત્તરાર્ધે તેઓ શૃંગેરી શારદાપીઠ (કર્ણાટક)ના બારમા જગદ્ગુરુ (૧૩૮૦-૮૫) રહ્યા હતા. આ બંને ગ્રંથોમાંથી પસાર થતાં વિનયધર્મ/વિવેકદ્યષ્ટિનું થોડુંઘણું ચિંતન લાધ્યું છે. તે આપ સમક્ષ વહેંચું છું. વિતંડાવાદ અને મતમતાંતર ‘પગ્દર્શન સમુચ્ચય’ગ્રંથનાં પૃષ્ઠ ૨૪ થી ૨૭ પર ‘જ્ઞાન'ની ચર્ચા કરતાં ગ્રંથકાર કહે છે કે ખોટા જ્ઞાનને અજ્ઞાન કહે છે અને ખોટા જ્ઞાનવાળા અજ્ઞાનિકઅજ્ઞાનવાદી છે. એમનું કથન છે કે જ્ઞાન કલ્યાણકારી નથી. આ જ્ઞાન જ તમામ વિતંડાવાદનું મૂળ છે. આ જ્ઞાનથી જ એક વાદી બીજા વિરુદ્ધ તત્ત્વ પ્રરૂપણ કરી વિવાદનો અખાડો ઊભો કરે છે. વળી, જ્ઞાન તો ત્યારે ઉપાદેય (સ્વીકાર્ય) બને છે જ્યારે જ્ઞાનનું સ્વરૂપ ઠીકઠીક નિશ્ચિત બની જાય, પરંતુ સંસારમાં મતાંતર છે અને જ્યારે બધા પોતાના તત્ત્વજ્ઞાનને સાચું કહેતા હોય ત્યારે ‘કોણ સાચું’ એ જાણવું અસંભવ બને છે. બધા દર્શનવાળા જ્યારે પોતપોતાની ખીચડી અલગઅલગ પકાવી રહ્યા છે, પોતપોતાના સિદ્ધાંતોમાં સત્યતાની દુહાઈ આપે છે ત્યારે ‘આ સાચું કે તે’ તેનો વિવેક કરવો મુશ્કેલ બને છે. સારાંશ એટલો કે આ જ્ઞાન જ અનેક ઝઘડાની જડ છે. તેનાથી (અહંકારપૂર્વક રાગદ્વેષ થઈને) અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેનો સાચો નિર્ણય કરવો પણ કઠિન બને છે. આ અનર્થમૂળ જ્ઞાનથી ક્યારેય કલ્યાણ થઈ શકતું નથી અને ‘તેથી અજ્ઞાન જ શ્રેયઃસાધક છે એવો નિષ્કર્ષ નીકળે છે. વિનયપૂર્વકનો આચાર-વ્યવહાર તેના પૃષ્ઠ ૨૯ પર વિનયધર્મ વિશે કહેવાયું છે કે, જેમનો વિનયપૂર્વકનો આચારવ્યવહાર હોય છે તેઓ વૈયિક કહેવાય છે. વસિષ્ઠ, પારાશર, વાલ્મીકિ, ૨૧૪
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy