________________
4 વિનયધર્મ
| ન કહેવાથી શાંતિ અને શુભેચ્છાઓ જન્મે છે.
એક માણસ બીજાની ખુશામત કરે છે એનો અર્થ એ કે એક ઠગ બીજા ઠગને છેતરે છે, નિર્બળ નિબળને છેતરે છે, ખુશામત જેટલી વધારે તેટલી તેના પછી આવતી શરમ વધારે.
આ રીતે જોતાં જણાય છે કે ખ્રિસ્તી ધર્મના ઉપરોક્ત બે ગ્રંથોમાં વિનયીપણા અને નમ્રતાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના
સ્થાપક ઈસુ ખ્રિસ્તનું પોતાનું જીવન જ વિનય અને નમ્રતાને આધીન હતું. ઈસુ ખ્રિસ્ત પોતે જ નમ્રતાનું પ્રતીક હતા. તેમના જીવનના અનેક પ્રસંગો વિનય અને નમ્રતાના ઘોતક છે. તેમણે પોતાના ‘ગિરિપ્રવચન'માં પણ જણાવ્યું છે કે, “નમ્ર પરમસુખી છે, તેઓ ધરતીના ધણી થશે.”
(અમદાવાદસ્થિત ડૉ. થોમસ પરમાર એચ. કે. આર્ટ્સ કૉલેજના રીટાયર્ચ લેશ્ચરર, સી.ઈ.પી.ટી. યુનિવર્સિટીના વિઝીટીંગ લેકચરર છે. તેઓ વિવિધ સેમિનારમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે).
©©ન્ડ વિનયધર્મ ©©
પોતાના વિશેની સાદી સમજ મેળવવી, ધરાવવી અને પોતાની યોગ્યતા વિશે નમ્ર ખયાલ રાખવો એ જ સૌથી શ્રેષ્ઠ અને મૂલ્યવાન પાઠ છે.
પોતાને પોતાના માલિક માનવા કરતાં કોઈ વડીલના કહ્યામાં રહેવું એ ઉત્તમ વાત છે. કોઈ વડીલના શાસનમાં નમ્રપણે રહ્યા સિવાય કદાપિ ક્યાંક તમને શાંતિ મળશે નહિ. તમારા પોતાના વિચારો જ સત્ય છે એવો વધુપડતો વિશ્વાસ ન રાખો, પણ બીજાના વિચારો ધ્યાનમાં લેવા તૈયાર રહો.
બોલવાથી જ્યારે નૈતિક અને આધ્યાત્મિક લાભ થાય એમ હોય ત્યારે તેવું અને તેટલું બોલો.
તમે પોતે કેવા છો તે તપાસો અને બીજા વિશે મત બાંધવામાં સાવધ રહો. બીજાનું મૂલ્યાંકન કરવામાં આપણે આપણી શક્તિ વેડફીએ છીએ. ધીરજ ધરવા મથો, બીજાના દોષો અને નિર્બળતાઓ નિભાવો, કારણકે તમારામાં પણ એવા દોષો છે જે બીજાઓએ નિભાવી લેવા પડે છે.
બીજાઓ સંપૂર્ણ બને તેવું આપણે જાણીએ છીએ, પણ આપણી પોતાની ખામીઓ સુધારી શકતા નથી.
જેમ તમે બીજાનું અવલોકન કરો છો તેમ બીજા તમારું અવલોકન કરે છે.
બીજાઓ આપણા દોષો જાણે ને તેને પ્રગટ કરે તે ઘણી વાર આપણા લાભમાં છે, કારણકે તેથી આપણે નમ્ર રહીએ છીએ.
બીજાઓ તરફથી આપણે શું અને કેવું સહન કરવું પડે છે, એ વિશે મારું લગાડીએ છીએ, પણ બીજાઓ આપણે પક્ષેથી કેટકેટલું સહન કરે છે, તેને ધ્યાન આપતા નથી.
સ્વાભિમાનયુક્ત જ્ઞાનના સાગર કરતાં નમ્રતા અને સમજણભર્યા જ્ઞાનની તળાવડી વધારે ચડિયાતી છે.
તારા ક્રોધને તારા પોતાના તરફ જ વાળ અને વર્ધમાન ગર્વને તારા મનમાં સ્થાનની દે. બધાને એવો અધીન અને નમ્ર બન કે માણસો તારા પરથી ચાલી શકે.
બીજાઓની સાથે ઝઘડો ઉત્પન્ન કરનારી દલીલોમાં ઊતરવા કરતાં વિવાદાસ્પદ વસ્તુઓથી દૂર રહી સૌને પોતાને ફાવે તે મત બાંધવા દેવો તે બહેતર છે. બીજાઓને વિશે મૌન સેવવાથી, સાંભળ્યું તે ન માનવાથી તેમ બીજાઓને
- ૧૯૧ -
માતાને, સંસારની બળબળતી બપોરને તારો ખોળો ચંદન જેવી શીતળતા આપે મા, ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું મા તને વિનયપૂર્વક વંદન
૯૨
-