________________
OCTC જ્ઞાનધાર 016
દ્રવ્ય, કાળચક્ર, કર્મસિદ્ધાંતમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. અન્ય ધર્મોમાં પણ ભેદ અને વિભાજન હોય છે, પરંતુ તેઓ ધર્મના નામમાત્રથી હંમેશ એક હોય છે. દા. ત. ઈસ્લામ ધર્મ અને શીખ ધર્મ. તેઓ વેબસાઈટ દ્વારા પોતાના દરેક ફિરકાઓને જોડી રાખે છે તેમ જ “એક ધર્મ”ના નામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
હાલના સમયમાં જૈન યાત્રાનાં સ્થળોમાં જે વિખવાદ છે અને સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તે ખરેખર ખેદનીય છે.
ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વ ફિરકાની મધ્યસ્થ સમિતિ હોવી જરૂરી છે. આવી યોજનાની સફળતામાં આગાખાનના ઈસ્માઈલી સમાજમાં, પૂ. પ્રમુખસ્વામીના સ્વામીનારાયણ સમાજમાં, તેરાપંથી જૈન સમાજમાં - જ્યાં એક જ પ્રમુખના આધારે સમાજ પ્રગતિ કરે છે તે નોંધપાત્ર છે.
૪. ચતુર્વિધ સંઘને જોડતી કડી :
આપણે ભરતક્ષેત્રના રહેવાસી છીએ. વર્તમાન યુગના આપણા ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી છે. હાલ શ્રી મહાવીરસ્વામીનું શાસન ચાલે છે. આ એક જ કડીને જોડતી કડી જાહેર કરી અન્ય વિચારણા કરી શકાય.
૫. જૈન શિક્ષણની આદર્શ પદ્ધતિ :
વર્તમાનકાળમાં વિવિધ કિકાઓ બાળકો માટે જૈન શિક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો પુરુષાર્થ પ્રશંસાને પાત્ર છે. કોઈ પણ એક પદ્ધતિને આદર્શ ગણાવવી અયોગ્ય થશે. આધુનિક સાધનોનો ઉપયોગ કરવો આવશ્યક છે : શ્રેણીવાર પુસ્તકો, સુંદર ચિત્રો, ઉત્તમ છપામણી, વિવિધ ભાષાઓનો ઉપયોગ, કપ્યુટરનો યોગ્ય ઉપયોગ, પાવર પૉઇન્ટ વગેરે, ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ-યુટયૂબ વગેરે.
ઉપર મુદ્દા નંબર ૩માં સૂચવ્યા મુજબ માધ્યસ્થ સમિતિ હોય તો એક જ ધોરણનાં શિક્ષણ સાધનો વિશ્વભરમાં વાપરી શકાય, ભલે તે ફિરકાઓ પ્રમાણે વિભાજિત હોય.
આદર્શ પદ્ધતિ માટે એક કાર્યવાહક સમિતિની નિમણૂક કરવી જોઈએ અને વિચારવિમર્શ કરી યોગ્ય સાધનો ઉચ્ચ કક્ષાના બનાવડાવવા જોઈએ. જેટલું બની
TOCTC જ્ઞાનધારા CS1C0 શકે તેટલું જ્ઞાન કલાસ દ્વારા રૂબરૂમાં આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થાય તે જરૂરી છે.
૬. સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓ :
સાંપ્રતકાળમાં જે માન્યતાઓ છે તે દેશકાળ પ્રમાણે પરિવર્તિત થયેલ છે. મૂળ શાસ્ત્રાનુસારી માન્યતામાં તકલીફ પડવાથી તેમાં ફેરફાર, અંશેઅંશે થાય છે અને સમાજ તેનો સ્વીકાર પણ કરી લે છે. દા. ત. લંડન શહેરમાં શિયાળા દરમિયાન બપોરે ૩ વાગ્યે સૂર્યાસ્ત થઈ જાય છે. જે લોકો રાત્રિભોજન ત્યાગ કરવા ઇચ્છે છે તેઓને માટે કઠિનાઈ છે, કારણકે નોકરી અથવા ધંધામાં હોય તેઓ એ સમયે ભોજન ન કરી શકે એટલે ઘડિયાળના સમય પ્રમાણે ધારણા કરી લે છે. ઉનાળામાં પણ સૂર્યાસ્ત “રાત્રિ'ના ૧૦ વાગ્યે થાય છે એ પણ સાંજના સમયે ચૌવિહાર ધારી લે છે. પર્યુષણ પર્વ દરમિયાન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા માટે સાંજનું ભોજન કરી સમયસર પહોંચવું શક્ય ન હોવાથી ઘણા લોકો કામ પરથી સીધા પ્રતિક્રમણ કરવા જાય છે અને પ્રત્યાખ્યાન આવશ્યક મર્યાદિત કરી પ્રતિક્રમણ બાદ ભોજન કરે છે. “પ્રતિક્રમણ જ ન કરે એ કરતાં આ પ્રમાણે તો કરે છે" એ દષ્ટિએ સમાજ એનો સ્વીકાર કરે છે. આમ, સાંપ્રતકાળના બદલાયેલા પ્રવાહમાં પરિવર્તન જરૂરી છે. આ માટે સ્વીકાર્ય “મધ્યમ માર્ગ''ની વિચારણા જરૂરી છે. શાસ્ત્રનુસારી ક્રિયાઓ થઈ શકે તો તે મુજબ માર્ગદર્શન સમાજને આપવું જોઈએ અને ન થઈ કશે તો તેને માટે યોગ્ય, સરળ માર્ગની રચના કરવી જરૂરી છે.
૭. દાન-પ્રવાહ :
જૈન સમાજ અન્ય સમાજોની સરખામણીમાં દાન દેવામાં ઘણો જ આગળ છે. માન્યતાનુસાર જિનાલયના નિર્માણમાં સહકાર આપનાર શ્રાવક મોગામી થાય છે અને તેથી જિનાલયોની સંખ્યા રોજબરોજ વધવામાં છે. જ્યાં જિનલાય ન હોય ત્યાં બનાવવું આવશ્યક છે, પરંતુ હાલ મુંબઈ જેવા શહેરમાં ખૂણેખૂણે જિનાલયોના નિર્માણ થાય છે તે વિચાર માગી લે છે.
| નિશાળો, દવાખાનાં, હૉસ્પિટલ વગેરે સમાજોપયોગી સંસ્થાઓની ઘણી જ જરૂર છે, જેમાં મધ્યમ વર્ગના જૈન પરિવારો અલ્પ મૂલ્ય સેવાઓ પામી શકે અને
- ૧૩૨ ૧૪
- ૧૩