SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ OCCC/ CCC0 ચર્તુર્વિધ સંઘમાં લંડનસ્થિત હર્ષદભાઈ ઈન્સ્ટિટયૂટ ઑફ વીતરાગમાર્ગની વર્તમાન જૈનોલૉજી લંડનના સમયની સમસ્યાઓ, ભાવ વાઈસ ચૅરમૅન છે. વિદેશોમાં યુવાનોને જૈન પરિણામો અને સમાધાન ધર્મ શીખવે છે. કેટલોગ પ્રોજેકટ જૈન પીડિયામાં જ હર્ષદભાઈ સંઘરાજકા (લંડન) સંકળાયેલા છે. ૧. યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યક્ દિશા : જૈન ધર્મનું પાલન કરવું અતિકઠિન છે, એવી સાધારણ છાપ સમાજમાં છે. ખાસ કરીને ઉપવાસ, આયંબિલ વગેરે અનશનનાં અનુષ્ઠાનોને જ તપ માનવામાં આવે છે અને આજની જીવનપદ્ધતિમાં યુવા વર્ગ આ તપને કરવામાં કાયર છે. બાર પ્રકારનાં તપ કે જેમાં અનશનથી પણ વિશેષ તપ જે સહેલાઈથી કરી શકાય તેમ જ બાહ્ય તપથી સ્વાથ્યને થતો લાભ તેમ જ અત્યંતર તપ દ્વારા જીવનની ગુણવત્તા - "Quality of life" સુધારી શકાય તેવું જ્ઞાન આપવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું દબાણ કરવાથી યુવા વર્ગ ધર્મથી દૂર થઈ જશે અને એ દષ્ટિથી સાધુ ભગવંતોએ પણ ઉપાશ્રયમાં આવતા યુવાનોને પ્રત્યાખ્યાન લેવા માટે શરમાવવા ન જોઈએ. ભારતમાં થોડા અંશે, પરંતુ પરદેશમાં અતિવિશેષ ભાષાનો પ્રશ્ન વિચાર માગી છે. પ્રાકૃત, સંસ્કૃત તો બાજુએ, આજે ગુજરાતી સમજવાની પણ મુશ્કેલી છે. આ ધ્યાનમાં રાખી જૈન ધર્મનું જ્ઞાન સાદી ભાષામાં અને યુવાનો સમજે એવી ભાષામાં, દા.ત. અંગ્રેજીમાં - અને તર્ક સહિત આપવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂર્તિપૂજક સંઘોમાં પૂજા વગેરે અનુષ્ઠાનો બહુ જ લાંબાં હોય છે અને યુવા પેઢી ૩-૪ કલાક માટે તેમાં હાજરી આપવા રાજી ન થાય તે સ્વાભાવિક છે. ઉપરાંત આમાં પણ ભાષા-સમજણનો પ્રશ્ન છે, તો આ બાબતે વિચારવિમર્શ ૧૨૯ ૧૭* SSC SC જ્ઞાનધારા OC0 કરી ટૂંકાં અને રસપ્રદ અનુષ્ઠાનોની યોજના કરવી આવશ્યક છે. ૨. જૈન ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યો અને ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની પદ્ધતિ : જૈન ધર્મની કેટલીક વાતો કેવલીગમ્ય છે અને તેની ચર્ચા કરવી અસ્થાને છે. દા.ત. જૈન ભૂગોળ અને આજની આપણી ભૂગોળ. તદુપરાંત અમુક બાબતોમાં આમ્નાય ભેદો પણ છે. દા. ત. ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓ, માતા ત્રિશલાને આવેલ સ્વપ્નો (૧૪-૧૬), દેવલોકની સંખ્યા (૧૨-૧૬) વગેરે. આવા વિષયોને ગૌણ કરવાની જરૂર છે. જે વસ્તુ સમજી શકાય નહીં તેની ચર્ચા કરવી અયોગ્ય છે. કેટલીક વાતો તદ્દન વિજ્ઞાન સાથે સહમત છે અને તે વિગત સ્પષ્ટ કરવાની જરૂર છે. દા. ત. કંદમૂળ ન ખાવાનું કારણ : અનંતકાય છે તે સમજાવવું કઠિન છે એટલે પ્રથમ વૈજ્ઞાનિક કારણો સમજાવવાં - ફળ અને લીલોતરીમાં અલ્પહિંસા થાય છે, જ્યારે કંદમૂળ કાઢવામાં સંપૂર્ણ છોડનો નાશ થાય છે. વળી, આસપાસ ધરતીમાં રહેતા અન્ય જીવોને પણ દુઃખ થાય છે અને સૂર્યના તાપ વગર તૈયાર થયેલ વનસ્પતિમાં સાત્ત્વિકતા પણ ઓછી હોય છે. પછી અનંતકાય છે તેવું પુરવાર થઈ શકે છે તે રીતે સમજાવવું - એક બટેટાના અનેક ટુકડા કરી વાવવાથી દરેકનો છોડ થાય છે, કારણકે એ સર્વેમાં જીવ છે. વટાણાનો એક દાણો-પ્રત્યેક વનસ્પતિ-ના બે ભાગ કરવાથી એક પણ ઊગશે નહીં, કારણકે એક જ જીવનો નાશ થઈ જાય છે. આ યુગમાં રજૂ કરવા માટે રસપ્રદ સાધનો ઉપર્યુક્ત છે અને ઇન્ટરનેટ દ્વારા ઘણી જ માહિતી મળી શકે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી રજૂઆતને આકર્ષક કરી શકાય અને વિશાળ જનસમુદાયને પહોંચાડી શકાય. ૩. ચતુર્વિધ સંઘસંચાલન : આ યુગમાં જૈન ધર્મ વિભાજિત થઈ રહ્યો છે તે રોકવું અતિઆવશ્યક છે. માન્યતા ભેદ, અનુષ્ઠાન અને ક્રિયાભેદ વગેરે રહેવાના, પરંતુ ભેદથી ઉપરની વિગતોને ગૌણ કરવામાં આવે છે. ભગવાન મહાવીર એક જ છે. તીર્થંકર ૨૪ છે. ૧૩૦ ૧૪
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy