SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ >OOCNC જ્ઞાનધારા અન્ય ધર્મીઓને પણ લાભ મળે તેથી જૈન ધર્મનો પ્રભાવ સારો પડે. સાંભળવા મુજબ સાધુ વર્ગમાં લૌકિક સેવા કરવાની પ્રથા વધતી જાય છે તે યોગ્ય છે કે નહીં તેની વિચારણા જરૂરી છે. પોતાના પ્રભાવથી વિશેષ દાનરાશિ ભેગી કરી શકે છે અને સમાજમાં તેમ જ અન્યમાં દોષિત ઠહેરાવાય છે. ઇસ્લામ સમાજમાં કમાતા સભ્યોને અમુક ટકા દાન સમાજને કરવાની વ્યવસ્થા છે. આમ કરવાથી દરેક પરિવાર તરફ્થી એક નજીવી રકમ દર માસે જમા થાય છે. સમાજ વિસ્તૃત હોવાથી એનો ગુણાકાર કરવાથી ધરખમ રકમ સંસ્થામાં જમા થાય છે અને વારંવાર દાન માગવાની જરૂર રહેતી નથી. નામદાર આગાખાનની ઈસ્માઈલી કોમ આ પ્રથાનો ઉત્તમ દાખલો છે અને તેઓ પોતાની નિશાળો, દવાખાનાં, રહેણાક - કૉલોની વગેરે લાભ સમાજને આપે છે. ૮. એકાંતિક ક્રિયાકાંડ વગેરે : જૈન ધર્મમાં આ ક્રિયાકાંડને મિથ્યાત્વ ગણવામાં આવે છે. જે લોકો આવી ક્રિયાઓને પરિવર્તિત કરીને “જૈન ક્રિયા કરે છે, તેઓનો બચાવ એવો છે કે અન્ય ધર્મમાં જૈન પરિવારો જાય અને ત્યાં આવી ક્રિયાઓ કરે એ કરતાં આપણે જ તેમને આ ક્રિયા કરવામાં સહાયભૂત થઈએ તો તેઓ “જૈન’” રહે. જૈન ધર્મમમાં ક્રિયા-અનુષ્ઠાન ફક્ત મનની એકાગ્રતા માટે થવાં જોઈએ. એમાં કોઈ પણ જાતની ભૌતિક ઇચ્છાઓ ન હોવી જોઈએ. મનની એકાગ્રતાથી કર્મબંધને રોકવાનો પ્રયાસ થાય અને નિર્જરા ચાલુ હોય એટલે ‘“આત્મશુદ્ધિ'નું પ્રમાણ વધે તે જ ધારણા કરી ક્રિયા-અનુષ્ઠાન કરવાં જોઈએ. જો જૈન ધર્મના કર્મસિદ્ધાંતને કાયમ રાખવો હોય તો તેમાં એકાંતિક ક્રિયાકાંડને કોઈ જ સ્થાન નથી, એ વાત સમજવી અને સમજાવવી અગત્યની છે. આ માટે જે સંસ્થાઓ/સમાજ/વ્યક્તિઓ આ માર્ગે હોય તેમની એક મહાસભા બોલાવી, ચર્ચા-વિચારણા કરી અને તે જ ક્રિયાઓને પુનઃ પરિવર્તિત કરી જૈન સિદ્ધાંત અનુરૂપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર બાદ આવી ક્રિયાઓનો જૈન ધર્મમાં અસ્વીકાર થવો જોઈએ. ૯. દીક્ષાર્થી-શ્રમણ-શ્રમણી : આ વિષયમાં શ્રી તેરાપંથ સમાજની લાડનૂમાં જે વ્યવસ્થા છે તે ૧૩૩ C જ્ઞાનધારા COC અનુમોદનીય છે. દીક્ષા તેમ જ શ્રમણ ભાવાર્થી માટે ત્યાં પ્રશિક્ષણની યોજના છે અને પ્રાકૃત, સંસ્કૃત અને જિનગમના સંપૂર્ણ અભ્યાસ બાદ જ તેમને સાધુદીક્ષા અથવા શ્રમણદીક્ષા આપવામાં આવે છે. આ અભ્યાસકાળ દરમિયાન લાડનૂસ્થિત વયોવૃદ્ધ સાધુ-ભગવંતોની સેવા કરવાનું કાર્ય પણ તેઓ કરે છે, જેથી તેઓને વેયાવચ્ચ કરવાનો અનુભવ થાય છે અને પરિણામરૂપે મુદ્દા નંબર ૧૩માં દર્શાવેલ મુશ્કેલીનો પણ નિકાલ થઈ જાય છે. આ વ્યવસ્થા પણ અનુમોદનીય છે. પૂ. આચાર્યશ્રી તુલસીજી તેમ જ મહાપ્રજ્ઞજીએ શ્રમણ-શ્રમણી વર્ગની સ્થાપના કરી ‘“સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં'' એવું કાર્ય કરેલ છે. પરદેશમાં વસતા જૈન સમાજને આથી ઘણો લાભ થયો છે અને આગામી પેઢીના જટિલ સવાલોનો જવાબ દેવો નથી પડતો. શ્રમણ-શ્રમણી વિદેશયાત્રામાં પણ મર્યાદિત છૂટનો ઉપયોગ કરે છે તેમ જ કદાપિ એકાંત સેવતા નથી. તેથી યુ.કે. અને અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં પણ તેઓ ઘણું માન ધરાવે છે અને ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં પણ પ્રવચનો આપવા જાય છે. સમસ્ત જૈન સમાજમાં આ યોજનાનો સર્વાંગ સ્વીકાર કરવા જેવો છે. ૧૦. તિથિભેદ : દારેસલામ, ટાંઝાનિયામાં ઘણાં વર્ષોથી એક જ જૈન સમાજ છે અને તેમાં સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક સભ્યો છે. સાર્વજનિક સ્વીકારથી પર્યુષણના દિવસો બન્ને કિાઓ એકસાથે જ ઊજવે છે અને એક વર્ષ પાંચમની સંવત્સરી અને બીજે વર્ષ ચોથની સંવત્સરી ઊજવવામાં આવે છે. અલબત્ત પ્રતિક્રમણ બે જુદા હૉલમાં, એક જ સંસ્થાનમાં કરવામાં આવે છે; જેથી બંને ફિરકાઓ સંતોષપૂર્વક પોતપોતાની ક્રિયાઓ કરે છે. આવી જ વ્યવસ્થા લંડનમાં શ્રી નવનાત વણિક ઍસોસિયેશનમાં ઘણાં વર્ષોથી ચાલે છે. તિથિભેદનું મૂળ જૈન પંચાંગમાં છે. આ માટે જે પૂજ્ય આચાર્યભગવંતો પંચાંગની અનુમતિ આપવા માટે જવાબદાર હોય તેઓએ વિચાર, વિમર્શ કરી ઉપર મુજબની વ્યવસ્થાને સંમતિ આપવી પડે. ૧૩૪
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy