________________
-પૂ. દેશનાકારના તે ઋણમાંથી મુક્ત ન થવાય માટે તેમને યાદ કરીએ છીએ. તેની કોપી કરી લેનારના, પ્રથમ વખતના સહાયક ને પ્રકાશકના, વળી જે મુનિ ભગવતેએ આ પ્રકાશનમાં ઉપદેશ દ્વારા સહાય અપાવી છે તેઓશ્રીના અમે ઋણી છીએ. સંપાદકે કાર્ય સાગપાંગ કરી આવ્યું છે તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.
પુસ્તિકાના પ્રકાશન અર્થે જે સદગૃહસ્થાએ આર્થિક સહાય આપી અને પ્રોત્સાહન આપ્યું છે તેમને, તેમજ બ્લેક આદિની મદદ કરનાર શાહ જશવંતલાલ ગીરધરલાલના, તેમજ ઉત્કૃષ્ટ મુદ્રણાલયના માલિક પટેલ જીવણલાલ પુરાતમદાસના તાત્કાલિક કાર્ય અંગે અમે એ સર્વના આભારી છીએ.
છેલ્લી વાત એ છે કે આ પુસ્તકના બીજા પ્રકાશનને ઉપગ આરાધકે કમનિર્જર અથે કરે અને આરાધનામાં તે રીતે તત્પર બને તેજ અભ્યર્થના.
પુસ્તિકામાં દષ્ટિદષથી, અતિવિશ્વમથી કે કઈ કારણે અશુદ્ધિ કે પ્રવચનકારના આશયથી વિરુદ્ધ જે કાંઈ આવ્યું હોય તે સુધારી વાંચવા નચ વિનંતિ છે. કેટલાક બુદ્ધિગમ્ય જેવા સુધારાઓ પ્રમાર્જન'માં આપ્યા છે. તેને ઉપયોગ વાચક કરશે એવી આશા અસ્થાને નથીજ.
લિ.
સં ૨૦૧૯ ફાગણ વદ. ૧૩
રમણલાલ જેચંદ શાહ