________________
પ્રાદુર્ભાવ પ. પૂ ધ્યાન રથસ્વગત આગામે દ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આ પુસ્તિકામાં આપેલાં નવપદના (સિદ્ધચકના) ૧૦ વ્યાખ્યાને સિદ્ધચક માહાત્મય નામની પુસ્તિકા તરીકે ઇ. સ. ૧૯૩૫માં શ્રીસિદ્ધચક્ર સાહિત્યપ્રચારકસમિતિએ બહાર પાડયાં હતાં. તેને આજે ૨૮ વર્ષ વીતી ગયાં છે તેથી તેની નકલે અપ્રાપ્ય થઈ છે. આથી આનું મુદ્રણ ફરીથી થાય તે સ્વભાવિકજ છે. તેને માટે મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજી મ. મુનિશ્રી પ્રબોધ સાગરજી મ. મુનિશ્રી વિમલસાગર આદિ મુનિરાજેએ પ્રયત્ન ચાલુ કર્યા, અને કપડવંજમાં ભારત જિનિંગમાં થયેલ પૂજન વખતે આ પુસ્તક છપાવવા માટે પ્રેરણા અને ઉપદેશ કર્યો. તેમાં સહકાર મળે. ત્યારબાદ તેઓશ્રી ઊંઝા ચાતુમસ પધાર્યા અને ત્યાંના સંઘ તરફથી સારે સહકાર મળે; એટલે આ કાર્ય વેગવંતુ બન્યું. અને મુદ્રણને આરંભ થયો. તેના સંપાદનની બધી જવાબદારી આગામે દ્ધારક ઉપસંપદા પ્રાપ્ત મુનિશ્રીકંચનવિજયજી મ.ને સેંપાઈ. તેઓશ્રીએ ચીમનલાલ દલસુખભાઈ ગાંધીને સાથે રાખીને સંપાદનનું કાર્ય શરૂ કર્યું અને તે સાંગોપાંગ સુંદર રીતે પૂર્ણ કરી આપ્યું.
જે કે વ્યાખ્યાન તે ટુંક સમયમાંજ છપાઈ ગયાં પણ મહારાજશ્રી વિહારમાં હવાથી ચઢિંચત વગેરેમાં ઢીલ થઈ તેથી અત્યારે બહાર પાડીએ છીએ.