________________
પ્રવચન ૨૦૧ મું
.
૭૯
રીતિએ માત્ર મનુષ્યમાં જ જીવ માને તેઓ બીજાની દયા આગળ કરી ન શકે. વૈષ્ણવે ત્રસમાં જીવ માને છે, તેથી જનાવરની હિંસામાં પાપ માને મનાવે છે, પણ પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં જીવ માનનાર, એમાં નું પ્રતિપાદન કરનાર તેની હિંસા ટાળનાર કેવલ જૈ જ છે. સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયમાં જીવનું મંતવ્ય,
શુદ્ધદેવાદને માનવા એને આપણે સમ્યકત્વ કહીએ છીએ સમ્યકુત્વની વ્યાખ્યા સામાન્યથી આપણું એ છે. પરંતુ શ્રીસિદ્ધસેનજી મહારાજા ફરમાવે છે કે-છએ કાયના જીવોને માને તે જ સમ્યકત્વ. એમની વ્યાખ્યા આ છે. સામાન્યતઃ વ્યાખ્યામાં તેઓ આગળ વધીને આ વ્યાખ્યા બાંધે છે-કહે છે વસ્તુતઃ આ વ્યાખ્યા વાસ્તવિક છે. કેમકે “પૃથ્વીકાયાદિ જીવ મનાય કયારે? શ્રી સર્વદેવનાં વચનેમાં ભરો આવે તે જ એ છયે કાયમાં છ મનાય. માટે છ કાયમાં જીવ માને તે સમકિતી. ન માને તે સમકિતી નહિ.
શ્રાવકની દયા શકય કેટલી? સવા વસે !
શ્રાવક છએ કાયમાં જીવ માને છે, દરેકની હિંસામાં પાપ માને છે, પાપને વિપાક કટુ ભયંકર માને છે, પણ પ્રતિજ્ઞામાં પોતાની શારીરિક વ્યાવહારિક કૌટુંબિક સ્થિતિ આડે આવે છે. વાડે બંધાયેલી ગાય વાડે સળગે ત્યારે છૂટવા માટે દોડવા તે ઘણું એ કરે છે. પણ દેરડીએ બાંધેલી છે, બિચારી શું કરે? દોરડી છેડવા તેડવાની તાકાત નથી, એટલે એ પછાડા મારે પણ પાછી પડે, તેમ તમારામાં મેટી વયનાને કર્મની પરિણતિ જોઈને વૈરાગ્ય થાય, ત્યાગના પરિણામ થાય પણ કુટુંબના
નેહના બંધન નડે. બાયડી, છોકરાં, દુકાન આ બધાં આડાં આવે. વાડામાં ગાય બંધાયેલી હોય છે, વાછરડાં છૂટાં હોય છે. તેઓ કૂદીને નીકળી જઈ શકે છે, અને સળગેલા વાડામાંથી બચી શકે છે તેમ અહીં પણ સ્ત્રી આદિના બંધન વગરનાં છોકરાઓ, નાની ઉંમરવાળાઓ, બંધન વિનાના હોય તેઓ, વૈરાગ્ય થતાં સંસારમાંથી છૂટી શકે છે.
હવે મળ વાત પર આવીએ. શ્રાવકની દયા સવા વસાની શી રીતે?