________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ . છે. જેમાં જીવને પ્રયત્ન જ નથી, તેથી ત્યાં નથી તે પ્રયોગ પરિણામ, નથી તે મિશ્ર પરિણામ, પણ વિસસા પરિણામ છે. અપૂકાયના જીવે વાદળામાં ઉત્પન્ન થાય, વાદળાં એટલે જેમાંથી જળ વરસે તે પહેલ વહેલાં એ પુદ્ગલો જીવના પ્રગથી નથી થયા. ઈંદ્રધનુષ્ય તે પણ સ્વાભાવિક પરિણામથી થવાવાળું સમજવું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણને કેમ પુણ્યાઈને અંગે છે
પ્રયોગ પરિણામને અંગે જીવ જે પુદ્ગલે પરિણુમાવે છે, તેના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિયથી થાવત્ પંચેન્દ્રિય સુધી, એમ આપણે આજ સુધી વિચારણા થઈ ગઈ છે. છઠ્ઠો કઈ પ્રકાર નથી. ગ્રહણ કરનાર જી પાંચ પ્રકારના છે. સ્થલ પાંચ પ્રકાર કહ્યા તેમાં એકેન્દ્રિયમાં પણ પાંચ પ્રકાર છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનઈ ન્દ્રય છતાં પણ ત્યાં પાંચ પ્રકાર છે. વિકલેન્દ્રિયમાં પણ પરિણમન છે. પંચેન્દ્રિયમાં દેવતા, મનુષ્ય, તિર્યંચ ને નારકી એમ ચાર ભેદો છે. વિદ્યાર્થી વર્ગમાં પહેલું રણ, તેનાથી ચઢિયાતું બીજું ધરણ, પછી ત્રીજું, ચોથું વગેરે છે, તેમ અહીં પણ એકેન્દ્રિપણું ઓછી પુયાઈથી મળે, તેથીઆધક પુણ્યાઈથી બેઈન્દ્રિપણું મળે, એમ અધિક અધિક પુણ્યાઈ પંચેન્દ્રિયણા પર્યત સમજવી. જીવહિંસાના પાપમાં પણ આ જ કમે અધિક અધિક પાપ માનેલ છે. યદ્યપિ પ્રાણના વિયેગ રૂપ હિંસા તે એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયની સમાન છે, પણ હિંસામાં પાપ ન્યૂનાધિક એકેન્દ્રિય, બેઈન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિયના કમ મનાયેલ છે.
શ્રાવકની દયા સવા વસે આથી જ કહેવામાં આવી. સંસારી જીના મુખ્ય બે ભેદઃ બસ, અને સ્થાવર, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, આ જ સ્થાવર છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય. ચીરિન્દ્રિય, પંચેન્દ્રિય, આ જ ત્રસ છે. યદ્યપિ સર્વહિંસામાં દરેક દરેક જીવની હિંસામાં પાપ માને છે, છતાં શ્રાવક કેની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી શકે? અઢાર પાપ સ્થાનકમાં પહેલે પ્રાણાતિપાત માને છે, કહે છે, પ્રાણ-જીવ માને છે છતાં પ્રતિજ્ઞા કેટલી? કેટલાકે માત્ર મનુષ્યમાં જ જીવ માને છે, જનાવરમાં તે હાલે ચાલે છે એ પ્રત્યક્ષ છતાં જીવ માનતા નથી. “ગાયમાં આત્મા નથી એમ પાશ્ચાત્ય શિક્ષણ શીખવે છે. જેઓ આ