________________
ધર્મરત્ન પ્રકરણ
સંસારમાં કેટલાક કુળ જાતિને લીધે, સહચારી સંબંધીઓને લીધે પણ અનેક પ્રકારના ધર્મને પામેલા હોય છે, તેવાઓને “આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે. જેમ પેલે ગમાર ચિંતામણિને બીજા પત્થર સાથે સરખાવે છે, તેમ પિતાને મળેલા ઉત્તમ ધર્મને બીજાના ધર્મોની યત્કિંચિત સરખાવટના શબ્દોને આગળ કરીને, “આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે, તેવી સરખામણી કરે છે. ગમારે ઉત્તમ ધર્મને બીજા હલકા ધર્મની સરખાવટમાં મૂકી દે છે.
ઉપકાર કરવાની ટેવ પાડે હવે જયદેવે દેખ્યું કે આ પશુપાલ પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને બીજા પત્થરની સરખાવટમાં મૂકે છે, એટલે પિતે રાજી થાય છે. હવે તેની પાસેથી આ રત્ન મેળવવામાં મુશ્કેલી નહિ પડે, કેમકે ગમાર તેને પત્થર ગણે છે. જ્યદેવ હવે પશુપાલને કહે છે કે મારે જલદી સ્વદેશ તરફ પહોંચવું છે, તું તે અહીં જ રાત દિવસ ફર્યા કરે છે, તે તું બીજા ખેળી લેજે, મને તું જલદી આપ, કે હું જલદી હવે અહીંથી જવું. હવે ગમારને ઉત્તર દેવાની સૂઝ પડતી નથી.
કેટલ કે માખી જેવી સ્થિતિવાળા છે, જે મરતાં મરતાં પર અપકાર જ કરે. અંદર પેસીને પિતાના પ્રાણુને ભેગ આપી, સામાને ખાધેલું બધું એકાવે. કેટલાક બકરીના ગળાના આંચળ જેવા હોય છે તે ઉપકાર જ ન કરે. પિતાના હાથે બીજાને ઉપકાર થાય જ નહિ. તે પછી પરોપકારની ઉત્તમતાની વાત સમજે જ કયાંથી? ઉપકાર કરવાની ટેવ પાડયા વગર હૈયાત વસ્તુથી ઉપકાર થઈ શકતું જ નથી. આ ગમાર દરિદ્ર દશામાં છે. પરોપકાર કરવામાં સમજે જ કયાંથી? તેને તે પત્થરને જ પરોપકાર કર હતે. વળી તેવ, પત્થર તે જંગલમાં અનેક પડેલા હતા, પણ એક આનામાંથી એક પાઈ ખરચવાને ટેવાયેલ હોય તે રૂપિયામાંથી એક આને ખરચી શકે. ખરચવું એ દાન દેવાની ટેવ ઉપર આધાર રાખે છે. જેને દાન કરવાની ટેવ પડી હશે, તેને અહીં એછું હશે તે પણ ખરચશે જ. જેને દાનની ટેવ નથી, તે મળ્યા છતાં પણ ખરચી શકતું નથી. આ બિચારા પશુપાલે જનમથી કઈ દિવસ પરોપકારને સ્થાન આપ્યું નથી,