________________
પ્રવચન ૨૩૧ મું
૨૪૩
અંગે જીવ તથા કર્મમાં પ્રથમ કેણ એ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં પણ પરરપર તેમજ સ્વતંત્ર કાર્યકારણ ભાવ વિદ્યમાન હેવાથી અનાદિની પરંપરા રૂપે બને છે. જે જીવની ઉત્પત્તિ પંચભૂતથી માનીએ તો જેટલી વખત અસંયમ (પુરૂષ સ્ત્રી રામામ) તેટલી વખત ગર્ભેખત્તિ હોવી જોઈએ. બધી વખત કેમ નહિ? જ્યારે જીવ ઉત્પન્ન થાય ત્યારે શરીરપણે પુગલોને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. પરસ્પર તથા સ્વતંત્ર કાર્યકારણ રૂપની પરંપરા અનાદિની માનવી પડે.
પાપના પચ્ચખાણ કરે તે જ પાપથી બચે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, તથા યોગ એ ચાર પરિણતિ કાર્ય રૂપ તથા કારણરૂપ છે. પહેલાંના કર્મોના કાર્યરૂપ અને ભવિષ્યનાં કર્મોને અંગે કારણરૂપ છે. અન્ય-મતાનુયાયીઓમાં તથા જૈનમતાનુયાયીઓમાં અહી જ મન્તવ્ય ભેદ છે. જૈનેતરો એમ માને છે કે કરે તે ભગવે.” એટલું જ માનવા જૈન તૈયાર નથી. પણ જેને એને અધુરી માન્યતા કહે છે, અને આગળ વધીને કહે છે, કે કરે તે તે ભગવે, પણ ન કરે છતાં જેને પાપનાં પચ્ચખાણું હોય તે પણ ભગવે, એટલે કે તેને પણ કર્મ લાગે જ છે, દુનિયાનું દૃષ્ટાંત લ્યો. એક જગ્યાએ એક હજાર રૂપીઆ સાચવી મૂકો “પછી લઈ જઈશ” એમ કહીને રાખો તે વ્યાજ મળે ? અનામત રકમનું વ્યાજ મળતું નથી. વ્યાજે રાખ્યા હોય તે વ્યાજ મળે છે. અનામત રકમ તથા વ્યાજુ રકમમાં ફરક છે. દુનિયાદારીમાં જે આ નિયમ માન્ય હોય તો આત્માને અંગે પણ માન્ય હોવો જ જોઈએ. શાસ્ત્રની વાત કબુલવામાં વાંધે છે ?, પાપનાં પચ્ચખાણ વિના, વિરતિને લાભ ન મળે. અવિરતિ ટાળ્યા વિના, અને અવિરતિથી દૂર રહેવાની કબૂલાત કર્યા વિના, વિરતિને સ્વીકાર કર્યા વિના ફળ મળે શી રીતે ! ચેર તે ચેર ! તેમ પચ્ચખાણ વગરને તે પાપી જ ગણાય.
જે પાપ નથી કરવું, તેવા પાપનાં પણ પચ્ચખાણ કેમ નથી કરવામાં આવતાં? ચેર કાંઈ ચોરી કરવા આખો દિવસ ભટકતો હોતે નથી. એ પણ ચેરી કરવાને અનુકૂળ વખત જુએ છે. ત્યારે બાકીના વખતે