________________
૨૪૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
એને શાહુકાર કહેવો? લાગ મળ્યા વિના કઈ ચેર ખાતર પાડતું નથી, પણ તેથી ખાતર ન પાડવાના સમયમાં તે શાહુકાર તો ગણાતા જ નથી. ચાર તે ચેર ! ભલે તે ચેરી નથી કરતા પણ ચોરી કરવાને લાગ તે તપાસે છે ને ! પચ્ચખાણ ન કરનારાની પણ એ જ હાલત છે. પાપ ન કરે એ ઠીક, પણ પ્રસંગે પ્રાપ્ત થાય તો કરે કે નહિ? તરત કહી દે કે, મારે ક્યાં પચ્ચખાણ છે ?” આથી જૈન-દર્શનનું માનવું સમુચિત છે કે પાપનાં પચ્ચખાણ ન કરે તેને કર્મ તો વળગ્યા જ કરે છે. પચ્ચ
ખાણ નહિ કરવાની પોલ રાખવી અને ફળ મળે, એ શી રીતે બને? જૈન દર્શનની અને ઈતર દર્શનની માન્યતામાં આ જ ભેદ છે.
ભેગવટાને અંગે ચતુર્ભગ જૈન દર્શનકારની અને અંગે આ રીતે ચતુર્ભગી છે. અને તે ચાર ભાંગા આ પ્રમાણે છેઃ ૧. કરે તે ભગવે. ૨. કરે તે ન ભેગવે, ૩ ન કરે તે ન ભોગવે, ૪. ન કરે તે ભગવે. હવે એ ચતુર્ભગી સમજાવાય છે. જેઓ કરે તે ભગવે એ તે સીધી વાત છે, અને તે બધાને કબૂવ છે. કરે તે ન ભગવે એ શી રીતે ?, પ્રદેશ રાજાએ પંચેન્દ્રિય જીવોની યાવત્ મનુષ્યોની હિંસા પર્વત, હિંસા કરવામાં પાછું વાળીને જોયું જ નથી. એના હાથ હંમેશાં લેહીંથી ખરડાયેલા જ રહેતા હતા. આ હિંસક, હિંસાનાં પાપોથી નિરપેક્ષ તે દેવલોકે શી રીતે ? કરેલાં કમ પણ ધર્મથી, વિનયથી, વૈયાવચ્ચેથી, પ્રતિક્રમણથી આલોચન, નિંદન, ગનાથી તૂટી શકે છે. એક માણસને બીજાની ઠેસ વાગે ત્યારે આકે પણ થાય છે, અને વિનયપૂર્વક બેય જણ શાંત પણ રાખી શકે છે ને ! જેની ઠેસ વાગે તે માફી માંગે છે અને તે વાત પતી પણ જાય છે, અરે ! ઉલટો જેને વાગ્યું હોય તે કહે છે: “ભાઈ ! તમને તે વાગ્યું નથી ને !” આલે. અનાદિ કરવાથી પ્રથમના પાપ પણ પલાયન કરી જાય છે. આથી કરે તે ભોગવે ખરું પણ કરે તે ભગવે જ’ એ નિયમ નથી. ધર્મથી પાપને ક્ષય થાય છે. “ન કરે તે ભગવે” એ શી રીતે ?, પાપ કરતો નથી પણ પાપ કરનારને વખાણે છે. બીજે ન કરતા હોય તે તેને ઉશ્કેરે છે, સાધને પૂરાં પાડે છે તે તેને પણ ભોગવવું પડે. “કરનાર જ ભગવે એ નિયમ નહિ, પણ ન કરનાર પણ પાપના અનુમોદનથી, મદદથી, અને સાધન આપવાથી