________________
૨૪૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો સંસાર, તથા સિદ્ધોને છ રહેલા છે. જ્યાં સિદ્ધઓ કહે કે મુફતાત્માઓ કહે રહેલા છે. ત્યાં પણ પાંચેય સૂક્ષ્મકાય રહેલા છે. ત્યાં જ તે જ આકાશમાં કર્મવર્ગણાઓ પણ પુષ્કળ રહેલી છે. ત્યારે ફરક શે? એ જ સમજવાનું છે. પાણીના વાસણમાં લુગડું નાખી, અને પૈસા કે ધાતુ નાખીએ, તે પાણીને ખેંચશે કેણ? ગ્રહણ કરશે કે શુ? લુગડું પાણીથી ભીંજાશે, પણ પૈસે, કાંસાની ગોળી કે કઈ પણ ધાતુને પાણીને લેપ સરખો લાગશે નહિ. લુગડાને દડે ભીંજાશે પણ ધાતુની તે એ હાલત હશે કે તેને પાણીમંથી બહાર કાઢી લુગડાંથી લૂછે તો યે ભીંજાય નહિ. સિદ્ધ ભગવન્તના આત્મામાં આકે કમમાંથી એક પણ કર્મ કે કમને અંશ પણ નથી, જેથી તેઓ એક પણ કર્મવર્ગણોને ગ્રહણ કરતા નથી. કાંસાની લખેટી પાણીમાં જે કરી રહે છે, તેમ સિદ્ધના જીવો કર્મના યોગવાળા હોવાથી કર્મવર્ગણ ગ્રહણ કરે છે.
જીવ કર્માધીન થયે શા માટે? તને છેડે ન હોય. તર્ક (પ્રશ્ન થશે કે ત્યારે જે કમ બાંધ્યાં શું કરવા ? અનંત સામર્થ્ય ધરાવનાર જીવ કર્માધીન થયે શા માટે ? મહાનુભાવ! અનંત સામર્થ્ય પ્રગટ થયું નથી એ જ વાંધો છે. એ જે પ્રગટયું છે તે કર્મ બંધાત જ નહિ. જીવ જે મિત્ર વગરને હત, અનંત જ્ઞાન-દર્શનમય હોત તે, તેને કર્મ વળગત જ નહિ.
વરૂપે તે તેવો છે પણ સ્વરૂપે પ્રગટ થયું નથી. મિથ્યાવાદિને યોગ હિવાથી કર્મને વળગાડ ચાલુ છે, અને આ રીતે પરંપરા ચાલે છે.
પરસ્પર કાર્ય-કારણ ભાવ. તક થશે કે પહેલાં જીવ કે કેમ ? તર્કની સામે યાને પ્રશ્ન સામે પ્રશ્ન થઈ શકે કે પ્રથમ બીજ કે અંકુર ? બીજ અને અંકુરાની પરંપરા અનાદિની છે. પાર કાર્યકારણ ભાવ હોય તેને અનાદિ માન્યા વિના છૂટકો નહિં. રાત્રિ પ્રથમ કે દિવસ ? પ્રથમ કુકડી કે ઇંડું? જે સ્વતંત્ર નડિ પણ પરસ્પર કાર્યકારણ રૂપ હોય તેની પરંપરા અનાદિની માનવી જ પડે. બીજ તથા અંકુર સ્વતંત્ર તથા પરસ્પર કાર્ય રૂપ પણ છે. કારણરૂપ છે, માટે તેની પરંપરા અનાદિની મનાય. તે જ રીતે જીવને