________________
પ્રવચન ૨૩૧ મુ
૨૪૧ ભગવતીજી સૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદેશ ચાલે છે અને તેમાં પુદ્ગલ-પરિણામ એ વિષયને અધિકાર આવે છે.
જીવસ્વરૂપે સિદ્ધના જીમ અને સંસારી જેમાં જરા પણ ફરક નથી. જેવું સ્વરૂપ શ્રી સિદ્ધ ભગવન્તનું છે, તેવું સવરૂપ સૂકમ એકેન્દ્રિયનું છે. જે ભેદ છે તે પુદ્ગલને અંગે છે. એક પુદ્ગલથી મુક્ત છે તે સિદ્ધ; એક છે પુદ્ગલ-સંગી; પગલ–સંગી તે સંસારી. ખાણના સોનામાં તથા લગડીના સોનામાં સોનારૂપે કશે ફેર નથી, પણ ખાણનું સોનું મેલું છે, અને લગડીનું સૌનું ચકખું છે. સંસારી જીવો તમામ કર્મના નિયંત્રણવાળા છે. આત્માની આ સ્થિતિ જણાવવા અપાયેલું સુવર્ણનું દષ્ટાંત એકદેશી છે, પણ સર્વદેશીય નથી. માટીને પરમાણુ સોનામાં મળી જતું નથી, માત્ર વળગેલે છે, સંયોગ સંબંધથી જેડાએલે છે, પ્રમાણને વધારનારો છે, પણ તન્મય નથી. જ્યારે આત્માને લાગેલું (વળગેલું) કર્મ આત્મપ્રદેશથી જુદું નથી, પણ આત્માના પ્રદેશની અંદર, તે જ આકાશપ્રદેશમાં છે. એક ક્ષેત્રાવગાડુંરૂપે જે આકાશ પ્રદેશમાં કેમ રહેલાં છે. એ સમજાવવા બીજું દષ્ટાંત એ છે કે લાલ રંગના અજવાળા સાથે પીળા રંગનું અજવાળું આવે તે તે પીળાં રજકણે લાલને વીંટાતા નથી, પણ પરસ્પર મળી જાય છે. જ્યાં લાલ
ત્યાં જ પીળું, અને પીળું ત્યાં જ લાલ; એટલે એને અવકાશ એક જ જગ્યાએ હોય છે. તેમ આત્માને તથા કર્મપ્રદેશને અવકાશ એક જ છે, ક્ષીરનીરનું દષ્ટાંત પણ લઈ શકાય. દૂષ તથા પાણી એકમેકમાં ભળી જાય છે, એટલે દૂધના ભાગમાં જ પાણી ભળે છે. દૂધમાં પાણી ભેળવતાં પ્રમાણ વધે છે, તેલ વધે છે. લેઢાને ગળે એવો કઠણ છે કે તેમાં સેય પણ ખોસી શકાતી નથી, છતાં તેને તપાવીએ ત્યારે તેમાં અગ્નિના પગલે કયાં ક્યાં પ્રવેશે તે વિચારી લે. આ રીતે આત્મપ્રદેશમાં કર્મપ્રવેશ માની શકાય:
કર્મના દરિયામાં સંસારી હૂખ્યા છે, તેવી રીતે સિદ્ધ પણ ડૂબેલા છે. ચમકતા નહિ, ઉતાવળા થતા નહિ, ભાવ સમજજે. ચૌદ રાજલોકમાં હાભડીમાં અંજનન માફક કર્મ વગણ ભરેલી છે, તેમાં તમામ જ