________________
પ્રવચન ૨૩૦ મું
૨૩૩ ચૌદપૂર્વના જ્ઞાનવાળાને જ આહારક લબ્ધિ હોય છે.
તેવી રીતે આહારક શરીર માટે પણ એ નિયમ છે, કે ઉપશમ થવાથી જેઓએ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તેઓને જ આહારક લબ્ધિ હોય છે, અને તે વિના આહારક શરીરની લબ્ધિ હતી જ નથી. આપણે એ વિચારી ગયા છીએ કે પ્રાણીની દયાને પ્રસંગ પ્રાપ્ત થાય, અગર તીર્થકરના સમવસરણની અદ્ધિને સાક્ષાત્કાર રૂપ જેવાની હોય, સૂક્ષ્મ-સંશયાદિ પૂછવાના હોય, ત્યારે શ્રી જિનેશ્વર દેવ પાસે જવા માટે આડારક શરીરની રચના કરવામાં આવે છે.
અનંત ગુણ વૃદ્ધિ અર્થ ધારણ કરનાર તે ચૌદ પૂર્વ પ્રરૂપણામાં, અને દેશનાની શક્તિમાં કેવલીઓ સરખા જ હોય છે. તેમની પ્રરૂપણા અને કેવલીની પ્રરૂપણ સરખી હોય માટે તે ચૌદ-પૂવને અને દેશપૂવને અને દશ-પૂવને શ્રુતકેવલી કહેવામાં આવે છે. નિરૂપણ અભિલાષ્ય પદાર્થોનું હોય, અનભિલાપ્ય પદાર્થોનું નિરૂપણ હોય નહિ. કહેવા લાયક પદાર્થોનું સ્વરૂપ જેવું કેવલી કહે છે, તેવું જ શ્રુતકેવલી પણ કહે છે, અને ચૌદપૂવએ મનુષ્યને અતીત, અનાગત અસંખ્યાતા ભવને કહેવાનું સામર્થ્ય ધરાવે છે. ઉપશમની વિચિત્રતાના કારણે અવધિજ્ઞાનમાં તથા થતજ્ઞાનમાં અસંખ્યાતા ભેદ છે. જે વસ્તુને અંગે શ્રોતાઓ જે જે પ્રશ્ન કરે છે તે તમામ વસ્તુને શ્રતકેવલીઓ યથાસ્થિત નિરૂપણ કરે છે. શ્રોતાગણમાં જૈને અવધિજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાન હોય તેની વાત જુદી છે, પણ તે વિના ચાંદપૂર્વ-નિરૂપકને અંગે કોઈ જાણી શકે જ નષ્ઠિ કે આ છધ છે. તાત્પર્ય એ છે કે શ્રુતકેવલીની દેશના કેવલી પરમાત્માની દેશને સદશ છે. કેવલીઓએ ત્રણ કાલના કથન કર્યા મુજબના પદાર્થને કથન કરાય તે અભિલાષ્ય.
દશપૂવીએ અને ૧૪ પૂવી
દેશનામાં કેવળી સરખા હોય છે, જેવી શાસ્ત્રના આધારે ભવિષ્ય કથન કરે છે. શ્રુતકેવલીએ પણ શાસ્ત્રના બલે ભૂતકાળના તથા ભવિષ્યના ભવે કહી શકે છે. કેવલી માં કેવલજ્ઞાન છે, શ્રુતકેવલીમાં હજી કેવલજ્ઞાન નથી, પણ પ્રરૂપણામાં બંને