________________
રાર
શ્રી આગદ્ધારક પ્રવચન વિભાગ ૬ ઠ્ઠો જ્ઞાનને લપશમ થયે હેય, આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, આહારક શરીર નામકર્મને ઉદય હોય તે, તે જીવ આહારક શરીર પણ બનાવી શકે છે. ક્ષયે પશમ ચૌદ પૂર્વ એટલે આવશ્યક છે. યાવત્ તેર પૂર્વ સુધી ભાગ્યે હોય તેને આહારક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. ચૌદ પૂવી પણ તેવી લબ્ધિવાળા હોય તેવું નથી. દશ પૂર્વની સાથે સમ્યક્ત્વની લબ્ધિ નક્કી છે. સામાન્ય શ્રુતજ્ઞાન પ્રાપ્તિ સુધી સમ્યક્ત્વ હોય કે ન પણ હોય. આચારાંગ, સૂયગડાંગ કાંઈક ન્યૂન દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય, ત્યાં પણ સમ્યક્ત્વ હેય એવું ચક્કસ નહિ. આટલે સુધી ભણ્યા પછી પણ સમ્યક્ત્વને અંગે વિકલ્પ શાથી ?, વકીલ લાખ રૂપીઆના દાવાને કેસ જીતે હુકમનામું થાય પણ તેને તે માત્ર ફીજ મળે છે. જવાબદાર જોખમદાર તે અસીલજ, જીત થાય કે હાર થાય, ને માલીક વકીલ, હાર જીત અસીલના શિરે છે. વકીલ બોલે પણ એમજ કે “મારે અસીલ આમ કહે છે વગેરે. પિતાના અસીલને ફાંસીને હુકમ થાય છે તેમાં વકીલને કંઈ લાગે વળગે છે? ત્યારે આપણા આત્મામાં પણ જીનવચન પરિણમન ન થાય અને “શાસ્ત્રકાર આમ કહે છે એ સ્થિતિ સુધી વાત હોય તે સમ્યક્ત્વને નિશ્ચય શી રીતે કહેવાય? ક્ષણ પહેલને વૈમાનિક દેવતા ક્ષણ બાદ એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે, અધ્યવસાયની વિચિત્રતા આવી છે. જીવાજીવાદિ તત્વોનું જ્ઞાન માત્ર અનુવાદરૂપે હોય
ત્યાં સખ્યત્વને નિર્ણય શી રીતે ગણપ? દશપૂર્વ સંપૂર્ણ થયા બાદ સમ્યક્ત્વ જ સમજવું. આમાં મહત્તા સમૃત્વની કે દશપૂર્વની ? સત્વ હોય તે જ દશે પૂર્વ પૂરાં થાય; અન્યથા ન થાય. દશમું પૂર્વ સમકૃત્વ વિના પુરૂં ન જ થાય. દશ પૂર્વ થવાથી સમ્યકત્વ પૂર્ણ એમ હોય તે તે દશપૂર્વ પ્રાપ્તિ માનવી પડે. દશમું, અગીયારમું યાવત્ ચૌદમું આ પૂર્વે જેના આત્મામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તેને જ પૂરાં થાય. સમ્યકત્વવાલાને દશ પૂર્વનું પુરૂં જ્ઞાન થાય. તેમાં આ એક સ્વભાવ નિયમ છે. નવ પૂર્વ કે તેથી અધિક જ્ઞાન હોય, દશપૂર્વનું પુરૂ જ્ઞાન હોય, પણ ન્યૂન હેય તેનામાં સમ્યક્ત્વ હોય પણ ખરૂં, અને ન પણ હોય, નિયમ નહિ. દશપૂર્વનું જ્ઞાન જેને હોય તેને માટે તે એ નિયમ કે એનામાં સમ્યક્ત્વ હેયજ.